________________
મૂળ શ્લોક તથા શ્લોકાર્થ - પરિશિષ્ટ-૧૨
-
આત્મભાવનાથી પવિત્ર થયેલા યોગીઓને અનેક પ્રકારના બાહ્ય વ્યવહારના વિસ્તારના કોલાહલનો સમુહ શાંત થવાના કારણે આત્માની અનુભૂતિસ્વરૂપ પરમાર્થ જણાય ત્યારે ક્યાંય કાંઈ પણ શોક કરવા યોગ્ય, છોડવા યોગ્ય, ક૨વા યોગ્ય, આપવા યોગ્ય કે ગાવા યોગ્ય રહેતું નથી જ. ૬૪
૨૪૧
આ પ્રમાણે = શ્લોક ૬૪માં કહ્યું તે પ્રમાણે સારી રીતે પરિણત પામી ગયેલ આત્મખ્યાતિમાં ચાતુર્યપૂર્વક ૨મણ કરનાર જે યુતિપતિ શુદ્ધ ચૈતન્યથી સભર બનેલ ભાવમાં એટલે કે જ્ઞાનયોગમાં ઉત્પન્ન થયેલા વીર્યવાળા થાય છે, તેની યશરૂપી લક્ષ્મી શિવજી, ચન્દ્ર, દેદીપ્યમાન હાર, મોગરાના ફુલ, ગંગા અને ચાંદીના કળશ જેવી ઉજ્જ્વળ થાય છે. ૬૫
II દ્વિતીય અધિકાર સમાપ્ત II
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org