________________
પરિશિષ્ટ - ૧૧ પદાર્થ-વાક્યર્થ મહાવાક્યાર્થ-ઐદત્પર્યાર્થ
(શ્લોક – કપ) પદાર્થ, વાક્યર્થ, મહાવાક્યર્થ અને ઐદમ્પર્ધાર્થને ‘સર્વાન મૂતન ન દન્તવ્યનિ' આ શાસ્ત્રોક્ત વાક્યના આધારે વિચારીએ તો આ પ્રમાણે પદાર્થ આદિ પ્રાપ્ત થાય. पदार्थ = जीवानाम् पीडां न विद्ध्यात् ।
સર્વ જીવો હણવા યોગ્ય નથી' આ વાક્યનો પદાર્થ તો સ્પષ્ટ જ છે કે કોઈપણ જીવને મનથી કે વચનથી કે કાયાથી લેશમાત્ર પીડા ઉપજાવવી નહિ. वाक्यार्थ = चालनागम्यः एवं सति चैत्यगृहलोचकरणादिकम् अकरणीयं साधुश्राद्धानाम् अकर्तव्यम् आपन्नम्, तत्रापि परपीडानुगमात् ।
જો કોઈપણ જીવને પીડા ન ઉપજાવવી એ કર્તવ્ય હોય તો શ્રાવકોને માટે જિનમંદિર બંધાવવા યોગ્ય રહેશે નહિ. કારણ કે તેમાં ઘણાં ત્રાસસ્થાવર જીવોને થનારી પીડા ટાળી શકાય તેમ નથી. તેમ જ સાધુઓ માટે એકબીજાનો કેશલોચ કરવાનું પણ ઉચિત નહિ ગણાય. કારણ કે તેમાં પણ બીજાને ગાઢ પીડા ઊપજતી હોય છે. આ એક સંદેહ છે અને તે જ વાક્યાર્થરૂપ છે. તેનું જ બીજું નામ ચાલના છે. महावाक्यार्थ = प्रत्यवस्थान આ ચાલનાનું પ્રત્યવસ્થાન એટલે કે સમાધાન એ જ મહાવાક્યર્થ છે. अविधिकरणनान्तरीयकासत्प्रवृत्तिनिवृत्तिपरिणामजनितस्याहिंसानुबन्धस्य प्रच्यवात्, तस्मात् विधिना एव यतितव्यम् । જિનમંદિરનું નિર્માણ કરવામાં કે કેશલોચાદિ કરવામાં હિંસાનો દોષ તો છે, પણ તે અવિધિથી કરવામાં આવે તો, અન્યથા નહિ. વિધિનું પાલન કરવાથી અસતુપ્રવૃત્તિથી નિવૃત્તિનો પરિણામ જાગ્યા વિના રહેતો નથી અને અસત્ પ્રવૃત્તિથી નિવૃત્તિનો જે પરિણામ છે તે આત્માને અહિંસાની દિશામાં પ્રગતિ કરાવનાર છે માટે ચૈત્યગૃહ અને કેશલોચ વગેરે કાર્યોમાં વિધિપૂર્વક પ્રવર્તવું જોઈએ. “અવિદિશરકિ માવિહિપ હુમેવ સિ | તો વિgિTનમવં ||” તિ મુવિધaFરૂવં તુ - ઉપદેશ પદ
શ્રી ઉપદેશપદના ૮૬૭ શ્લોકમાં પણ કહ્યું છે કે, “અવિધિ કરવામાં આજ્ઞાની વિરાધના થતી હોવાથી ચૈત્યગૃહાદિનું કરવું દોષ યુક્ત છે માટે વિધિપાલનમાં પ્રયત્ન કરવો એ મહાવાક્યર્થનું સ્વરૂપ છે.
एदम्पर्यार्थ = आज्ञा धर्मे सारः ‘માવ સર્વત્ર ધર્મે સાર:'
આ રીતે કોઈપણ જીવની હિંસા ન કરવી” આ વાક્યનો ઔદમ્પર્ધાર્થ એ ફલિત થાય છે કે ભગવાનની આજ્ઞા એ જ ધર્મકૃત્યમાં સાર છે.”
- ઉપદેશરહસ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org