________________
પરિશિષ્ટ -
૧૦
ચાર્વાક (લોકાયત) મત સાર
(શ્લોક - ૫૨)
લોકાયતમતના પ્રણેતા બૃહસ્પતિ નામના અજ્ઞાત આચાર્ય છે. તે કોઈ ઇષ્ટ દેવતાને માનતા નથી. આ દર્શનનું બીજું નામ ચાર્વાકદર્શન છે.
તત્ત્વપ્રણાલી :
Jain Education International
પૃથ્વી, જલ, તેજસ, વાયુ આ ચાર મૂળ તત્ત્વો છે. તે ચારે તત્ત્વોનાં સંમિશ્રણથી શ૨ી૨, ઇન્દ્રિય કે વિષયની રચના થાય છે. ચાર મૂળ તત્ત્વોનું વિશિષ્ટ સંયોજન થવાથી ચૈતન્યની ઉત્પત્તિ થાય છે. જેમ કાથા અને ચૂનાનાં મિશ્રણથી લાલાશ પેદા થાય છે. કિણ્વ નામના બીજ તેમ જ ઇતર પદાર્થોનાં સંયોજનથી મદિરા (મદ્યશક્તિ) જન્મે છે. તે જ રીતે ચૈતન્ય ભૂતોના સંયોજનથી જ જન્મે છે અને તે સંયોજન તૂટી જતાં નાશ પામે છે. આત્મા નામનું કોઈ તત્ત્વ નથી.
આ જીવનમાં ઉપલબ્ધ ભોગોનું સેવન કરવું તે જ પરમ પુરુષાર્થ છે અને મ૨ણ એ જ મોક્ષ છે. પ્રત્યક્ષ સિવાય કોઈ પ્રમાણ નથી. (શબ્દપ્રમાણનો અંતર્ભાવ પ્રત્યક્ષમાં જ થઈ જાય છે.)
જે પદાર્થો ઇન્દ્રિયગ્રાહ્ય બનતા નથી તેમની સત્તા જ નથી. ઈશ્વર, સ્વર્ગ, નરક, પુણ્ય-પાપ, કર્મ, પરલોક વગેરે કશું જ નથી માટે જ તત્ત્વજ્ઞાનની જરૂર નથી. ખાવું, પીવું મોજ ક૨વી એ જ જીવનનું ૫૨મ લક્ષ્ય છે. મરણ પછી કોઈ ચૈતન્યનું અસ્તિત્વ જ રહેતું નથી.
- આ ગ્રંથના પ્રેરક દીક્ષાયુગપ્રવર્તક તપાગચ્છાધિરાજ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પ.પૂ. મુનિરાજ શ્રી વૈરાગ્યરતિવિજયજી મ.સા. દ્વારા સંપાદિત ષડ્દર્શન સમુચ્ચયમાંથી સાભાર.
For Personal & Private Use Only
www.jainelibrary.org