________________
મૂળ શ્લોક તથા શ્લોકાર્થ - પરિશિષ્ટ-૧૨
II પ્રથમ અધિકાર II
ઇન્દ્રોના સમૂહ જેઓશ્રીને નમસ્કાર કરે છે, તેવા વીતરાગ સર્વજ્ઞ પરમાત્માને નમીને અમે ‘અધ્યાત્મ ઉપનિષદ્’ નામના ગ્રન્થની રચના કરીએ છીએ. ૧
૨૧૯
શબ્દની વ્યુત્પત્તિને આશ્રયીને અર્થ ક૨વામાં કુશળ વિદ્વાનો આત્માને આશ્રયીને (આત્માના શુદ્ધ સ્વરૂપને લક્ષ્ય બનાવીને) પંચાચારનો જે પ્રકર્ષ થાય છે તેને અધ્યાત્મ કહે છે. ૨
વળી રૂઢિ પ્રમાણે શબ્દનો અર્થ ક૨વામાં કુશળ વિદ્યાનો મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થભાવનાથી વાસિત, બાહ્ય વ્યવહા૨થી પુષ્ટ, અને નિર્મળ એવા ચિત્તને અધ્યાત્મ કહે છે. ૩
બીજા અને ત્રીજા શ્લોકમાં જણાવેલા ‘અધ્યાત્મ’ના બે અર્થોમાં પંડિતોએ પ્રથમ અર્થ એવમ્ભુતનય પ્રમાણે જાણવો અને બીજો અર્થ જે રીતે ઘટે તે રીતે વ્યવહાર અને ઋજુસૂત્રનયાનુસાર છે. તેમ જાણવું. ૪
એક જ નયથી = એક જ દૃષ્ટિકોણથી; પદાર્થને જોતાં ઉત્પન્ન થયેલી ભ્રમણાઓ જેની નાશ પામી રહી હોય, જે વિશ્રાન્તિને સન્મુખ બન્યો હોય અને જેનામાં સ્યાદ્વાદની નિર્મળ વિશાળ દૃષ્ટિ એટલે કે સર્વ દૃષ્ટિકોણથી પદાર્થને જોવાની ત્રેવડ પ્રગટી હોય તે જ વ્યક્તિ અધ્યાત્મનો અધિકારી બને. ૫
મધ્યસ્થ વ્યક્તિનું મનરૂપી વાછરડું યુક્તિરૂપી ગાયની પાછળ દોડે છે. જ્યારે તુચ્છ આગ્રહવાળા વ્યક્તિનું મનરૂપી વાંદરું યુક્તિરૂપી ગાયને પૂંછડાથી ખેંચે છે. ૬
‘હાથી મારે છે’ – આવું વચન સાંભળતાં ‘તે પ્રાપ્તને મારે કે અપ્રાપ્તને મારે' (અડેલાને મારે કે નહિ અડેલાને મારે ?) - એવા વિકલ્પની જેમ જાતિપ્રાય: (દોષવાળી) યુક્તિઓ અનર્થકારી જ થાય છે. તેનાથી કોઈ લાભ થતો નથી. ૭
જો હેતુવાદથી એટલે કે અનુમાન (યુક્તિ) અને તર્ક દ્વારા, અતીન્દ્રિય પદાર્થો જાણી શકાતા હોત તો આટલા કાળ સુધી બુદ્ધિમાન પુરુષો દ્વારા અતીન્દ્રિય પદાર્થોના વિષયમાં નિશ્ચય કરાઈ જ ગયો હોત. ૮
અતીન્દ્રિય પદાર્થોના સદ્ભાવનો (સત્તાનો) સ્વીકાર-બોધ ક૨વા માટે એટલે કે ‘અતીન્દ્રિય પદાર્થો અસ્તિત્વ ધરાવે છે, વિદ્યમાન છે.’ અને તેનું સ્વરૂપ કેવું છે તેનો બોધ અને સ્વીકાર કરવા માટે આગમ અને ઉપપત્તિ સમ્પૂર્ણ દૃષ્ટિસ્વરૂપ છે. ૯
કેવળજ્ઞાન વિનાના છદ્મસ્થ જીવો ખરેખર ચક્ષુ વિનાના છે. (તેમના માટે) શાસ્ત્રથી મેળવેલું અતીન્દ્રિય પદાર્થનું જ્ઞાન હાથના સ્પર્શથી થતાં પદાર્થના જ્ઞાન જેવું છે. (અંધ જેમ હાથથી સ્પર્શ કરી વ્યવહાર કરે છે તેમ આ જ્ઞાન પણ) વ્યવહા૨ કરાવનારું છે. ૧૦
Jain Education International
ભૌતગુરુની હત્યા કરનાર વ્યક્તિનો ભૌત ગુરુને પગથી સ્પર્શ ક૨વાનો નિષેધ જેમ હિતકા૨ી નથી, તેમ શાસ્ત્રાજ્ઞાને બાજુ ઉપર મૂકી શુદ્ધ ભિક્ષા આદિનો આગ્રહ રાખવો પણ હિતકારી નથી. ૧૧
For Personal & Private Use Only
www.jainelibrary.org