________________
મૂળ શ્લોક તથા શ્લોકાર્થ – પરિશિષ્ટ-૧૨
૨૨૩
‘હિંસા, એ ભાવથી કરાયેલો દોષ છે; જ્યારે દાહ તેવા પ્રકારનો (દોષ) નથી. (આ પ્રમાણે દૃષ્ટાંતનું જ વૈષમ્ય છે)” એમ જો તું કહેતો હોય તો ઐશ્વર્યાદિ માટે યજ્ઞગત જે હિંસાનું વિધાન છે, તેમાં પણ ભાવદોષ કઈ રીતે દૂર થઈ શકે ? ૨૫
“વેદોક્ત હોવાથી કર્મયજ્ઞ પણ મનશુદ્ધિ દ્વારા બ્રહ્મયજ્ઞસ્વરૂપ જ બને છે.” એવું માનતા (વેદાન્તી) યોગીઓ શ્યનયાગને શું કામ ત્યજે છે ? ૨૬
આથી કરીને = શ્યનયાગની જેમ કર્મયજ્ઞ મનશુદ્ધિનું કારણ નથી એથી કરીને; કર્મવિધિને વેદાંત વિધિનું અંગ મનાય નહીં, (પરંતુ) કર્મયજ્ઞથી જુદા જ સ્વરૂપવાળા આત્માને ઓળખાવનારાં વેદવાક્યો જ વેદાન્ત વિધિનાં અંગ કહેવાય. ૨૭
સાંગાચાર્યો પણ એવું માને છે કે, “નિરવદ્ય કર્મ જ શ્રેષ્ઠ ચિત્તશોધક છે' એથી કરીને અહીં = શાસ્ત્રની બેદશુદ્ધિના વિષયમાં પ્રાસંગિક ચાલુ થયેલ “યજ્ઞગત હિંસા સદોષ છે કે નિર્દોષ છે' તેની ચર્ચામાં આટલી રજૂઆત પર્યાપ્ત છે. ૨૮
જે શાસ્ત્રના વચનને સર્વનયને આધારે કરાતા વિચારરૂપી અગ્નિ દ્વારા ખૂબ તપાવવામાં આવે અને છતાં પણ જો તેનું તાત્પર્ય કાળું ન પડે એટલે કે તાત્પર્ય અસંગત ન બની જાય, તો તે શાસ્ત્રને તાપ-પરીક્ષામાં સફળ માનવું. ૨૯ જેમ કે સોમિલે પ્રશ્ન પૂછયો ત્યારે, સાદુવાદના સિદ્ધાંતની સિદ્ધિ કરવા માટે જિનેશ્વર ભગવાને કહ્યું કે, ‘દ્રવ્યાર્થથી વિચારો તો હું એક છું, દર્શન તથા જ્ઞાનના પરિણામથી વિચારો તો હું ઉભયરૂપ છું, પ્રદેશાર્થથી વિચારણા કરતાં હું અક્ષય અને અવ્યય છું અને પર્યાયાર્થનો સ્વીકાર કરી વિચાર કરીએ તો હું અતીતકાળના અનેક ભાવો સ્વરૂપ છું.' ઉપલક્ષણથી વર્તમાનના અને ભવિષ્યના અનેક પર્યાયસ્વરૂપ છું. ૩૦-૩૧
જેમ સામે રહેલા બે પદાર્થોમાં અપેક્ષાએ એકપણાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે, ત્યારે પણ તે બન્ને પદાર્થમાં રહેલું દ્ધિત્વ નાશ પામતું નથી. એ પ્રમાણે નયની એકાન્તબુદ્ધિથી પણ અનેકાન્ત નાશ પામતું નથી. ૩૨ જે પ્રમાણે સામે રહેલી બે વસ્તુમાં એકત્વની બુદ્ધિ સમગ્રતયા પ્રમાણભૂત થતી નથી તે પ્રમાણે (અનંત ધર્મવાળી) વસ્તુના વિષયમાં (તેના એક ધર્મને સામે રાખીને) વસ્તુ-અંશની નયાત્મિકા બુદ્ધિ પણ સમગ્રતયા પ્રમાણભૂત નથી તેમ જાણવું. ૩૩
જેમ સામે પડેલા બે પદાર્થોમાંથી કોઈપણ એકમાં ઉત્પન્ન થયેલી એકત્વ બુદ્ધિ એક દેશથી યથાર્થ ગણાય તેમ વસ્તુમાં નયાત્મિકા એવી વસ્તુ-અંશની બુદ્ધિ પણ વસ્તુના એક દેશથી યથાર્થ જાણવી. ૩૪ અને આ રીતે = નયાત્મિકા બુદ્ધિને એક દેશથી પ્રમાણભૂત સ્વીકારવાને કારણે, અન્ય દર્શનકારો (પરસ્પર વિરોધી) નયોમાં જે સંશયપણાનો આરોપ કરે છે તે ટકી શકતો નથી, કેમ કે અનેક નયોના સમૂહમાંના કોઈ એક નયમાં બે વિરુદ્ધ ધર્મોનું આલંબન હોતું નથી. ૩૫ સમગ્રરૂપે બે (ધર્મનું) આલમ્બન હોવા છતાં પણ જો તે બન્નેમાં વિરોધ ન આવતો હોય તો બન્નેનો સંગ્રહ થાય છે અને જો વિરોધ આવતો હોય તો દુર્નયોના સમુહો પોતાના શસ્ત્રથી પોતે જ હણાયેલા છે. ૩૬ એક જ પદાર્થના પરસ્પર વિરોધી એવા ધર્મોનો સંગ્રહ કરવામાં આવે તો વિરોધ કેમ ન થાય ? તેવા પુર્વપક્ષીના પ્રશ્નનો જવાબ આપતાં (વિદ્વાન ગણાતા પ્રશ્નકારની અણસમજ ઉપર ખેદ વ્યક્ત કરતા) હંત ! કરીને ગ્રંથકારશ્રી કહે છે કે અપેક્ષાનો ભેદ હોવાથી વિરોધિતા જ ક્યાં છે ? એટલે કે વિરોધ જ નથી. ૩૭
Jain Education International
For Personal & Private Use Only
www ainelibrary.org