________________
મૂળ શ્લોક તથા શ્લોકાર્થ – પરિશિષ્ટ-૧૨
૨૨૭
ચાર્વાકની બુદ્ધિ પરલોક, આત્મા, મોક્ષ આદિ વિષયોને સમજવા-સ્વીકારવામાં મુંઝવણ અનુભવે છે તેથી તેને સાદુવાદ સંમત છે કે નહીં; તે વિચારતું નથી. પર
શ્લોક ૨૯ થી ૧ર સુધીના શ્લોકોમાં જણાવ્યું તે પ્રમાણે સ્યાદ્વાદથી જગતની વ્યવસ્થા સુસંગત થાય છે, તે કારણથી જે અનેકાન્તસૂત્ર પ્રમાણસૂત્ર છે અને જે નયાત્મક સૂત્ર છે, તે જ તાપશુદ્ધ કહેવાય પરંતુ દુર્નય યુક્ત શાસ્ત્રો તાપશુદ્ધ ન કહેવાય. પ૩ આત્માને એકાત્તે નિત્ય માનનારના મનમાં હિંસાદિ ઘટતાં નથી. કેમ કે, હિંસ્યના પર્યાયનો નાશ થતો નથી. (જો પૂર્વપક્ષી એમ કહે કે, “આત્માનો મન સાથે જે સંયોગ છે, તે સંયોગના નાશ વગેરે રૂપ હિંસા ઘટી શકે છે,’ તો તેને ગ્રન્થકારશ્રી કહે છે કે, મન સાથેના સંયોગના નાશમાં (હિંસકની) કોઈ પ્રવૃત્તિ દેખાતી નથી (કે જેને હિંસારૂપે માની શકાય). ૫૪ આત્મા જો નિત્ય અને નિર્લેપ હોય તો બુદ્ધિલેપ પણ શું ? કારણ કે સામાનાધિકરણ્યથી (જ) બન્ધ અને મોક્ષ સંગત છે. ૫૫
આત્માને એકાત્તે અનિત્ય માનનારાના મતમાં પણ હિંસાદિ ઘટતાં નથી. કેમકે સ્વયં જ નાશ પામનારી ક્ષણોનો - જીવાદિ પદાર્થોનો નાશક કોણ થાય ? ૫૯
વળી ‘ક્ષણોનું જે (વિસભાગસંતતિરૂપ) આનન્તર્ય છે એટલે એક ક્ષણ પછી કોઈપણ અંતર વગર વિસભાગસંતતિ ચલાવે તેવી તરત આવતી ક્ષણનો જે એક વિશિષ્ટ ધર્મ છે તે જ હિંસાદિનો નિયામક બને છે' - એવું કહેવું યોગ્ય નથી, કેમકે બુદ્ધ કે શિકારીમાં પરસ્પર તે ક્ષણો સંબંધી આનન્તર્યના વિશેષનું દર્શન થતું નથી એટલે કે ક્ષણોનું આનન્તર્ય તો બુદ્ધ અને શિકારીમાં સમાન છે. ૫૭ વિસભાગસંતતિના ઉત્પાદક બુદ્ધ અને શિકારીમાં, સંક્લેશના કારણે વિશેષ (ફરક) છે એમ જ કહો તો આનન્તર્ય (હિંસાનું નિયામક માનવું) વ્યર્થ છે, કેમકે આનન્તર્યથી પણ કાંઈ સંક્લિષ્ટ વ્યક્તિઓ વચ્ચે ભેદ કરાતો નથી. વળી, આ રીતે વિભાગસંતતિ ઉત્પન્ન થાય તેની પૂર્વ ક્ષણમાં વર્તતા બુદ્ધ અને શિકારીમાં માત્ર સંક્લેશના આધારે ફરક છે એમ સ્વીકારશો તો મન-વચન-કાયાના યોગના ભેદથી જે ક્રિયાના ભેદો પડે છે, તે સમગ્ર નાશ પામી જાય. આ વિષયની ચર્ચા અન્ય ગ્રન્થોમાં કરેલ છે. ૫૮-૫૯
(આત્માને એકાત્તે નિત્ય કે એકાન્ત અનિત્ય માનવામાં હિંસાદિ ઘટી શકતાં નથી,) તે કારણથી આત્માને નિત્યાનિત્યરૂપે સ્વીકારનાર અનેકાન્તશાસ્ત્ર વિશેષતાને પામે છે અર્થાતુ યુક્તિયુક્ત ઠરે છે. વળી અનેકાન્ત શાસ્ત્રની દૃષ્ટિથી જ ખરેખર ઉત્કૃષ્ટ મધ્યસ્થભાવ પ્રાપ્ત થાય છે. ૬૦ જે અનેકાન્તવાદની સર્વનયો પ્રત્યે પુત્રોની જેમ સમાનબુદ્ધિ હોય છે, તે અનેકાંતવાદની કયા નયોમાં ન્યૂન કે અધિક બુદ્ધિ હોય ? અર્થાતુ ક્યાંય ન હોય. ૬૧
સ્વત– નયો અનેકાન્તવાદના અંશો નથી, પરંતુ તે માત્ર કલ્પિત છે, તેથી તેઓના દૂષણમાં કે ભૂષણમાં પણ રાગ-દ્વેષ કેવી રીતે થાય ? ૬૨
જેમ ઇન્દ્રજાળના દૂષિત કે ભૂષિત કરાયેલા પદાર્થોમાં સમજુ લોકો મધ્યસ્થ રહે છે, એની ઉપેક્ષા કરે છે, તેમ મુનિ પણ (કાલ્પનિક એવા) દુર્નયો રૂપ પદાર્થમાં મધ્યસ્થ રહે છે. ૯૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org