________________
વેદાન્તદર્શન સાર – પરિશિષ્ટ-૯
૨૧૫
આ માયાને જ સમષ્ટિના = સમૂહના અભિપ્રાયથી એક અને વ્યષ્ટિના અભિપ્રાયથી અનેક કહેવામાં આવે છે.
સમષ્ટિ અજ્ઞાનની ઉત્કૃષ્ટ ઉપાધિ છે તે વિશુદ્ધ છે, કારણ સત્ત્વગુણ પ્રધાન છે. ઉત્કૃષ્ટોપાધિરૂપ ચૈતન્યને ઈશ્વર કહેવાય છે, તે બધાં જ કાર્યોનું કારણ છે માટે તેને કારણ શરીર કહેવાય છે. સાત્ત્વિક હોવાથી આનંદમયકોષ કહેવાય છે. સમષ્ટિમાં બધાં જ કાર્યોનો ઉપરમ થાય છે તેથી તેને “સુષુપ્તિ' કહેવાય છે.
વ્યષ્ટિ અજ્ઞાનની નિકૃષ્ટ ઉપાધિ છે. તેમાં રજલ્સ અને તમસુથી અભિભૂત - મલિન સત્ત્વની પ્રધાનતા હોય છે. આ ઉપાધિયુક્ત ચૈતન્ય પ્રાજ્ઞ કહેવાય છે. પ્ર = પ્રકૃષ્ટ અજ્ઞ = અજ્ઞાની. અલ્પજ્ઞ અને અનીશ્વર. આ ઉપાધિ પણ કારણ શરીર - આનંદમયકોષ - અને સુષુપ્તિસ્વરૂપ છે.
અજ્ઞાનની બે શક્તિ છે. આવરણ અને વિક્ષેપ. આવરણ શક્તિ એટલે વસ્તુમાં મૂળ સ્વરૂપને ઢાંકી દેવાની શક્તિ અને વિક્ષેપ શક્તિ એટલે એક વસ્તુ પર અન્ય વસ્તુનો આરોપ કરવાની શક્તિ.
આવરણ શક્તિને કારણે કર્તુત્વ-ભોક્નત્વ-સુખ દુઃખાદિ ભાવોનો અનુભવ થાય છે. વિક્ષેપશક્તિ પ્રપચ ઉત્પન્ન કરે છે, તે તમ: પ્રધાન હોય છે. તમ:સહિત અજ્ઞાનોપહિત ચૈતન્ય આકાશની ઉત્પત્તિનું કારણ બને છે. આકાશથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી જલ, જલથી પૃથ્વી ઉત્પન્ન થાય છે. તેમાં સત્ત્વ, રજસુ, તમસું, પ્રગટે છે. આ પાંચ ભૂતોને ‘તન્માત્ર' કહે છે. તેમાંથી જ સૂક્ષ્મ શરીર અને સ્થૂલ શરીરની ઉત્પત્તિ થાય છે. ભૂતોત્પત્તિની પંચીકરણ' પ્રક્રિયા વેદાંતમાં વિસ્તારથી જોવા મળે છે. સૂક્ષ્મ શરીરના સત્તર અવયવો છે. પાંચ જ્ઞાનેન્દ્રિય, બુદ્ધિ અને મન, પાંચ કર્મેન્દ્રિય અને પાંચ વાયુ. જ્ઞાનેન્દ્રિય, મન અને બુદ્ધિ અંત:કરણ છે અને અંત:કરણાવચ્છિન્ન ચૈતન્યને વ્યાવહારિક જીવ કહેવાય છે. જે ઇહલોક-પરલોકમાં ગમન કરે છે.
જ્ઞાનેન્દ્રિયો સહિત બુદ્ધ “વિજ્ઞાનમયકોષ' બને છે. જ્ઞાનેન્દ્રિય સહિત મન “મનોમયકોષ' બને છે. પાંચ વાયું (પ્રાણ, ઉદાન, અપાન, સમાન, વ્યાન) કર્મેન્દ્રિય સાથે મળીને પ્રાણમયકોષ બને છે. વિજ્ઞાનમયકોષ + મનોમયકોષ + પ્રાણમયકોષ આ ત્રણે કોષ મળીને સૂક્ષ્મ શરીર બને છે. તેમાંથી સ્થૂલ શરીરની ઉત્પત્તિ થાય છે. વ્યષ્ટિ ઉપહિત ચૈતન્ય જ્યારે સ્કૂલ શરીરાદિમાં પ્રવેશે ત્યારે “વિશ્વ” બને છે.
આ સમગ્ર વિશ્વ વસ્તુત: આત્મસ્વરૂપ નથી પણ અધ્યારોપને કારણે આત્મરૂપ ભાસે છે.
આ અધ્યારોપની નિવૃત્તિ માટે શ્રવણ, મનન, નિદિધ્યાસન અને સમાધ્યનુષ્ઠા અપેક્ષિત છે. સાધનચતુષ્ટયસંપન્ન પ્રમાતા બ્રહ્મવિદ્ ગુરુ પાસે નિરંતર શ્રવણાદિનું અનુષ્ઠાન કરે તો તેના ભ્રમની નિવૃત્તિ થાય છે અને અદ્વૈતનો અનુભવ થાય છે. (૧) નિત્યાનિત્ય વસ્તુવિવેક, (૨) ઇહલોક પરલોક સંબંધી ફળના ઉપભોગનો વિરાગ (૩) શમાદિ છ ગુણોની પ્રાપ્તિ (શમ, દમ, ઉપરાંતિ (= કર્મત્યાગ) તિતિક્ષા (સહનશીલતા), સમાધિ અને શ્રદ્ધા આ છ ગુણો છે.) (૪) મુમુક્ષા = મોક્ષની ઇચ્છા.
આ ચાર ગુણોના સેવનપૂર્વક શ્રવણાદિ સેવવા જોઈએ. પ્રમાણની બાબતમાં વેદાંત અને મીમાંસા દર્શનનો મત એક જ છે.
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org