________________
મીમાંસાદર્શન સાર - પરિશિષ્ટ-૮
૨૧૩
કરે છે તેમ જ્ઞાન પણ સ્વયંને અને પદાર્થને પ્રકાશિત કરે છે.
ભટ્ટમત : ‘યં ઘટ:' એવું જ્ઞાન જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે જ જ્ઞાનના વિષય ઘટમાં ‘જ્ઞાતતા' નામના પદાર્થની ઉત્પત્તિ થાય છે. જ્ઞાતો ઘટઃ' એ પ્રતીતિ જ્ઞાતતાની સાધક છે. આ જ્ઞાતતા જ્ઞાનનાં પ્રામાણ્યનો નિશ્ચય કરાવે છે. મિશ્રમત : નૈયાયિકોની જેમ જ મિશ્ર પણ અનુવ્યવસાયાત્મક જ્ઞાન પ્રામાણ્યોત્પાદક છે તેમ માને છે. (ત્રણે મતોમાં વાસ્તવિક સ્વત: પ્રામાણ્યતા ગુરુમતની જ જણાય છે.) પ્રામાણ્યની જેમ અપ્રામાણ્યનો પણ નિશ્ચય સ્વતઃ થાય છે કે પરત: એ પ્રશ્ન છે. મીમાંસકો અપ્રામાણ્યગ્રહને પરત: જ માને છે. શક્તિમાં રજતનું જ્ઞાન અન્ય જ્ઞાનથી બાધિત થાય તો જ તેના અપ્રામાણ્યનો નિશ્ચય થાય છે.
ભ્રમાત્મકજ્ઞાનના વિષયમાં મીમાંસકોનો સ્વતંત્ર મત છે. પ્રભાકરમિશ્રની માન્યતા પ્રમાણે દરેક જ્ઞાન પ્રમાત્મક જ હોય છે. “ભ્રમ'નું અસ્તિત્વ જ નથી. શક્તિમાં રજતનાં જ્ઞાનને ભ્રમાત્મક કહેવામાં આવે છે તે સત્ય નથી. ભ્રમસ્થળે ચાકચિક્ય વગેરે ૨જતના ધર્મો જોઈ રજતની સ્મૃતિ થાય છે. (તે સ્મૃતિ છે, ભ્રમ નથી) અને શક્તિ અને રજતનો ભેદ પકડાતો નથી આ જ ભ્રમની પ્રક્રિયા છે. વસ્તુતઃ તે ભ્રમ નથી પણ ભેદાગ્રહ છે. તેનો આ મત અખ્યાતિના નામે પ્રસિદ્ધ છે. ભટ્ટ અને મુરારિ બન્નેનો મત નૈયાયિક જેવો જ છે. તેને વિપરીતાખ્યાતિ કહે છે.
Jain Education Interational
For Personal & Private Use Only
www ainelibrary.org