________________
મીમાંસાદર્શન સાર – પરિશિષ્ટ-૮
૨૧૧
પ્રમાણના છ પ્રકાર છે : પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ, અર્થાપત્તિ અને અનુપલબ્ધિ. સાધારણ મતભેદ સિવાય પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણની વ્યાખ્યાઓ વૈશેષિક સમ્મત જ છે. ઉપમાન પ્રમાણ: નજર સામે દેખાતી વસ્તુના સાદૃશ્યથી મૃત વસ્તુનાં સાદૃશ્યનું જ્ઞાન તે ઉપમાન છે. તેમાં આપ્તવાક્યનાં શ્રવણની જરૂર નથી.
શબ્દ : શબ્દો અર્થનું જ્ઞાન કરાવે છે. શબ્દો દ્વારા તે તે પદોથી તે તે પદાર્થોની ઉપસ્થિતિ થાય છે. આ પદજન્ય પદાર્થોની ઉપસ્થિતિ જ્યારે એક અસંનિકૃષ્ટ વાક્યના અર્થનો બોધ કરાવે ત્યારે તે શબ્દો પ્રમા કહેવાય છે.
વાક્ય બે પ્રકારનાં છે : નિત્ય અને અનિત્ય. લૌકિકવાક્યો અનિત્ય છે અને વેદવાક્યો નિત્ય છે. વેદવાક્યો પાંચ પ્રકારનાં છે. વિધિ, મંત્ર, નામધેય, નિષેધ અને અર્થવાદ. (૧) કર્મ કરવાની પ્રેરણા આપતાં વાક્યો વિધિવાક્યો છે. “સ્વામી નેત' (સ્વર્ગની કામનાવાળો યજ્ઞ કરે) આ વાક્ય સ્વર્ગની ઇચ્છા ધરાવનાર વ્યક્તિને યજ્ઞની પ્રેરણા કરે છે. (૨) અનુષ્ઠાનના અર્થનું સ્મરણ કરાવતાં વાક્યો મંત્રવાક્યો છે. (૩) જે વાક્યો દ્વારા યજ્ઞનું નામ સૂચવવામાં આવે તે નામધેયવાક્યો છે. (૪) અનુચિત કાર્યોનો નિષેધ દર્શાવનાર વાક્યો નિષેધવાક્યો છે. (૫) પ્રશંસા પરક વાક્યોને અર્થવાદવાક્યો કહેવાય છે. પાંચેય પ્રકારના વાક્યોમાં વિધિ' પ્રધાન છે. અન્ય ચાર પ્રકારનાં વાક્યોનું તાત્પર્ય પણ વિધિવાક્યમાં જ હોય છે. ‘વિધિ’ ચાર પ્રકારની છે. ૧) ઉત્પત્તિવિધિ ૨) વિનિયોગવિધિ ૩) અધિકારવિધિ ૪) પ્રયોગવિધિ યજ્ઞાદિ કર્મોનાં સ્વરૂપને દર્શાવનાર વાક્યો ઉત્પત્તિવિધિ કહેવાય.
અંગ અને પ્રધાનનો સંબંધ દર્શાવનાર વાક્યો વિનિયોગવિધિ કહેવાય. કર્મથી ઉત્પન્ન થતાં ફળનાં સ્વામિત્વનો બોધ કરાવતાં વાક્યો અધિકારવિધિ કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org