________________
વૈશેષિકદર્શન સાર - પરિશિષ્ટ-૭
૨૦૯
પ્રäસાભાવથી ભિન્ન સંસર્ગભાવને અત્યંતાભાવ કહેવાય છે. કોઈ પણ વસ્તુ કોઈ પણ અધિકરણમાં સંબંધ વિશેષથી જ વિદ્યમાન હોય છે એટલે આધાર આધેયભાવ, સંબંધને આધારે જ ઘડાય છે. બે વસ્તુઓનો સંસર્ગ ત્રણે કાળમાં વિદ્યમાન ન બની શકે તેમ હોય ત્યાં તે વસ્તુનો અત્યંતાભાવ હોય છે. જેમ કે, ભૂતલ પર ઘટ સંયોગ સંબંધથી હોય છે પણ સમવાય સંબંધથી ત્રણે કાળમાં હોતો નથી. માટે ભૂતલ પર સમવાય સંબંધથી ઘટનો અત્યંતભાવ પ્રતીત થાય છે. સ્વાભાવિક રીતે જ તે નિત્ય છે. જેનો અભાવ હોય તે અભાવનો પ્રતિયોગી કહેવાય છે. અત્યંતાભાવમાં પ્રતિયોગિતા સંસર્ગાવચ્છિન્ન હોય છે. અર્થાત્ કોઈ વસ્તુનો અન્ય વસ્તુમાં વિશેષ સંબંધને આધારે જ અભાવ સ્વીકારવામાં આવે છે.
ન્યાય તેમજ વૈશેષિક બન્ને દર્શનોએ કાલાંતરે સમાન પદાર્થ વ્યવસ્થા સ્વીકારી, તેથી એક ગણાવા લાગ્યા છતાં તેમનામાં પ્રાચીન-નવીનનો માન્યતા ભેદ રહ્યો છે. ઘણી બાબતમાં પ્રાચીન અને નવીનોના મત જુદા છે. નવ્ય મતને સમજવા અવચ્છેદક - અનુયોગી - પ્રતિયોગી - અવચ્છિન્ન વગેરે ઘણી પરિભાષાઓ સમજવી પડે છે. જે તજ્જ્ઞ પાસે સૂત્રગ્રંથોનું અધ્યયન કરવાથી જાણી શકાય છે.
પ્રમાણની વ્યવસ્થા ન્યાયદર્શન પ્રમાણે જ છે. પ્રમાણ ચાર છે. પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન અને શબ્દ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org