________________
૨૦૮
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
પૃથકત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરુત્વ, દ્રવત્વ, સ્નેહ, સંસ્કાર, શબ્દ, ધર્મ અને અધર્મ. (મૂળમાં ‘વેગ” ને પચીસમાં ગુણ તરીકે દર્શાવવામાં આવ્યો છે.)
ગુણો બે પ્રકારના છે : સામાન્ય અને વિશેષ. બુદ્ધિ, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ પ્રયત્ન, ધર્મ અને અધર્મ આ આઠ ગુણ માત્ર આત્મામાં જ રહે છે માટે વિશેષ ગુણ છે. બીજા સામાન્ય ગુણો છે. (પ્રત્યેક ગુણોનાં લક્ષણભેદનું વર્ણન તર્કસંગ્રહમાં જોવા મળે છે.)
૩. કર્મ ઃ ગુણની જેમ જ કર્મ પણ દ્રવ્યવૃત્તિ ધર્મ છે તે ગુણથી ભિન્ન છે. પૃથ્વી જલ-તેજ વાયુ અને મન આ પાંચ દ્રવ્યોમાં જ કર્મ = ક્રિયા જોવા મળે છે. તેના પાંચ પ્રકાર છે : (૧) ઉત્તેપણ = ઉપર તરફ ગતિવાળી ક્રિયા (૨) અપક્ષેપણ = નીચે તરફ ગતિવાળી ક્રિયા (૩) આકુંચન = સંકોચ (૪) પ્રસારણ = વિસ્તાર (૫) ગમન.
૪. સામાન્ય : જે સ્વયં એક છે પણ અનેકમાં રહે છે તે સામાન્ય’ તેનું બીજું નામ જાતિ છે. સજાતીય દ્રવ્યાદિમાં સમાનતા અને વિજાતીય દ્રવ્યાદિમાં ભેદ જાતિને કારણે જોવા મળે છે, તે નિત્ય છે. પર અને અપર બે પ્રકારના સામાન્ય છે. દ્રવ્ય-ગુણ-કર્મ ત્રણેયમાં વર્તમાન સત્તા નામની જાતિ પર સામાન્ય છે. તે સિવાયની જાતિઓ એકબીજાની અપેક્ષાએ પર કે અપર બને છે.
૫. વિશેષ : સમાન જાતીય પદાર્થોમાં ભેદ કરનાર વિશેષ છે. બે પરમાણુઓમાં વિશેષને કારણે ભેદ છે. તે નિત્ય દ્રવ્યમાં રહે છે અને સ્વયં નિર્વિશેષ છે, અનંત છે.
૩. સમવાય : પદાર્થો બે પ્રકારના હોય છે : (૧) યુતસિદ્ધ અને (૨) અયુતસિદ્ધ. યુતસિદ્ધ પદાર્થો એટલે જે પદાર્થો અન્યથા આધાર વિના સ્વતંત્રપણે અસ્તિત્વ ધરાવતા હોય. જે પદાર્થોને અસ્તિત્વ માટે અન્યના આધારે અવલંબિત રહેવું પડતું હોય તે અયુતસિદ્ધ પદાર્થો છે. અયુતસિદ્ધ પદાર્થો પાંચ છે.
(૧) અવયવ - અવયવી (૨) ગુણ - ગુણી (૩) ક્રિયા - ક્રિયાવાન (૪) જાતિ - વ્યક્તિ (૫) વિશેષ - નિત્ય દ્રવ્યો.
યુતસિદ્ધ પદાર્થોનો સંયોગ સંબંધ હોય છે જ્યારે અયુતસિદ્ધ પદાર્થોનો સંબંધ “સમવાય' કહેવાય છે. સમવાય સંબંધ નિત્ય છે. કાર્ય-કારણ ભાવનો આધાર આ સંબંધ છે.
૭. અભાવ : છ પદાર્થોથી ભિન્ન પદાર્થને અભાવ કહે છે. તેના બે પ્રકાર છે : સંસર્ગાભાવ અને અન્યોન્યાભાવ - બે વસ્તુના સંબંધોનો નિષેધ સંસર્ગાભાવથી થાય છે, અને બે વસ્તુ વચ્ચે ભેદ અન્યોન્યાભાવથી સાબિત થાય છે. સંસર્ગભાવના ત્રણ પ્રકાર છે : (૧) પ્રાગભાવ (૨) પ્રāસાભાવ (૩) અત્યંતભાવ પ્રાગભાવ = વસ્તુની ઉત્પત્તિ પહેલાં જણાતો તે વસ્તુનો અભાવ. પ્રધ્વસાભાવ = વસ્તુના નાશ બાદ જણાતો તે વસ્તુનો અભાવ. અત્યંતાભાવ = જે વસ્તુઓનો સંસર્ગ વિદ્યમાન નથી તેમનો અત્યંતભાવ હોય છે. પ્રાગભાવ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org