________________
૨૦૬
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
ધ્યાન' એટલે ધ્યેયમાં ચિત્તની એકાગ્રતા. સમાધિ' એટલે ધ્યાનમાં જ્યારે ધ્યાતા-ધ્યય-ધ્યાનનો ભેદ વિલીન થઈ જાય તે અવસ્થા સમાધિ છે. યમ-નિયમ-આસન-પ્રાણાયામ અને પ્રત્યાહારથી દેહ, ઇન્દ્રિય અને પ્રાણનો નિગ્રહ થાય છે.' ધારણા-ધ્યાન-સમાધિથી ચિત્તનો નિગ્રહ થાય છે. ધારણા, ધ્યાન, સમાધિની એકત્ર પ્રવૃત્તિને “સંયમ' કહે છે. તેનાથી અનેકવિધ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને વૃત્તિનો નિરોધ થવાથી ગુણો પુરુષાર્થશૂન્ય બની પોતપોતાના કારણમાં વિલય પામી જાય છે. ફળસ્વરૂપે પુરુષ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત બની કેવલ્ય પ્રાપ્ત કરે છે.
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org