________________
પરિશિષ્ટ - ૧ યોગદર્શન સાર
(શ્લોક - ૪૭) યોગદર્શનના પ્રણેતા મહર્ષિ પતંજલિ છે. સાંખ્યદર્શન અને યોગદર્શનની દાર્શનિક વિચારધારા એક જ છે. ફરક માત્ર એટલો જ છે કે સાંખ્યદર્શન નિરીશ્વર વાદી છે જ્યારે યોગ-દર્શન સમાધિની સિદ્ધિ માટે ઈશ્વરને માને છે.
પ્રકૃતિ અને પુરુષનાં ભેદજ્ઞાન માટે યોગ” જરૂરી છે. આ યોગ, તેના સાધનો અને તેનાથી પ્રાપ્ત થતી સિદ્ધિઓનું વિશદ વર્ણન એ યોગશાસ્ત્રનો પ્રતિપાદ્ય વિષય છે.
યોગ એટલે ચિત્તની વૃત્તિઓનો નિરોધ. જ્ઞાનના અત્યંતર કારણ અહંકાર, બુદ્ધિ અને મનરૂપ અંત:કરણને જ ચિત્ત કહેવાય છે. ઇન્દ્રિયોએ બુદ્ધિ સમક્ષ ઉપસ્થિત કરેલા વિષયોના આકારમાં બુદ્ધિનું પરિણત થવું તે જ વૃત્તિ છે. વૃત્તિના પાંચ ભેદ છે : ૧) પ્રમાણ ૨) વિપર્યય ૩) વિકલ્પ ૪) નિદ્રા ૫) સ્મૃતિ પ્રમાણઃ યથાર્થવૃતિને પ્રમાણ કહેવાય છે. તેના ત્રણ ભેદ છે : પ્રત્યક્ષ - અનુમાન અને આગમ. વિપર્યય : અયથાર્થવૃત્તિ જે વિપર્યય કહેવાય. વિકલ્પ: અસત્ય પદાર્થોનું જ્ઞાન જેમ કે, સહ : શિસમ્રાહ્ય વિ. ને વિકલ્પ કહેવાય. નિદ્રા અને સ્મૃતિ સ્પષ્ટ છે. તમામ વૃત્તિઓ બે પ્રકારની હોય છે. ક્લિષ્ટ અને અક્લિષ્ટ. ક્લિષ્ટ એટલે ક્લેશથી સહિત વૃત્તિ. અક્લિષ્ટ એટલે ક્લેશથી રહિત વૃત્તિ. ક્લેશ એટલે દુ:ખનાં કારણો. ક્લેશ પાંચ છે. અવિદ્યા-અસ્મિતા-રાગવેષ-અભિનિવેશ. અનિત્યને નિત્ય માનવું, અશુચિને શુચિ માનવું, દુ:ખને સુખ માનવું અને જે આત્મા નથી તેને આત્મા માનવો આ ચાર અવિદ્યાના મુખ છે.
પરવર્તી ચાર ક્લેશોનું મૂળ કારણ અવિદ્યા છે. પ્રકૃતિ અને પુરુષના અત્યંત અભેદનો ભ્રમ અસ્મિતા છે. રાગ-દ્વેષ પ્રસિદ્ધ છે. અભિનિવેશ એટલે મરણનો ભય. આ પાંચ ક્લેશ કર્ભાશયનું મૂળ છે. તેને કારણે જ જન્મ-જન્માંતરમાં આયુષ્ય અને ભોગરૂપ વિપાક ભોગવવા પડે છે.
ચિત્તજન્ય વૃત્તિઓનો તેનાં કારણમાં લય કરવો તેને નિરોધ કહેવાય છે. નિરોધના બે ઉપાય છે : ૧) અભ્યાસ ૨) વૈરાગ્ય ચિત્તને એકાગ્ર અવસ્થામાં સ્થિર કરવા પુનઃ પુનઃ પ્રયત્ન કરવો તે અભ્યાસ છે.
દુષ્ટ અને અદૃષ્ટ સુખોની તૃષ્ણાનો અભાવ વૈરાગ્ય છે. તે બે પ્રકારનો છે - પર અને અપર. જાગતિક વિષયોની તૃષ્ણાનો અભાવ અપર વૈરાગ્ય છે અને પ્રકૃતિના ગુણોની તૃષ્ણાનો અભાવ પર વૈરાગ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org