________________
૨૦૨
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર અસ્તિત્વ રહે છે માટે નિર્વાણ સત્ પદાર્થ છે.
૪) માધ્યમિક: માધ્યમિક સંપ્રદાય ન તો બાહ્યર્થને સતુ માને છે ન વિજ્ઞાનને. તેમની દૃષ્ટિએ ‘શૂન્ય' જ પરમાર્થ સત્ છે. શૂન્ય એટલે અભાવ નહિ પણ સદુ, અસદ્, સદસતું અને સદસભિન્ન આ ચાર કોટિથી નિર્મુક્ત અનિર્વચનીય પદાર્થ. આ શુન્ય જ સત્ય છે. નિર્વાણ પછી પણ કશું જ શેષ રહેતું નથી, માટે નિર્વાણ અસત્ય છે. બૌદ્ધ દર્શનના ચાર વિભાગોને નીચે પ્રમાણે વહેંચી શકાય : ૧) વૈભાષિક - બાહ્યાર્થપ્રત્યક્ષવાદ, નિર્વાણ સત્ય. ૨) સૌત્રાંતિક – બાહ્યાર્થાનમેયવાદ, નિર્વાણ અસત્ય. ૩) યોગાચાર - વિજ્ઞાનવાદ, નિર્વાણ સત્ય. ૪) માધ્યમિક - શૂન્યવાદ, નિર્વાણ અસત્ય. ચારે સંપ્રદાયોમાં વૈભાષિક સંપ્રદાયનો સંબંધ હીનયાન સાથે છે અને અન્ય ત્રણ મતોનો સંબંધ મહાયાન સાથે છે.
વૈભાષિકો દ્વારા પુરસ્કૃત તત્ત્વમીમાંસા આ પ્રમાણે છે. વૈભાષિકો પ્રત્યેક સત્ પદાર્થને “ધર્મ' કહે છે. તેનું વિભાજન આ રીતે કરવામાં આવ્યું છે :
૧) પાંચ સ્કન્ધો : રૂ૫, વેદના, સંજ્ઞા, સંસ્કાર, વિજ્ઞાન.
૨) દ્વાદશઆયતન: આયતન ઇં અનુભવનું સાધન. તે બાર છે. છ ઇન્દ્રિય અને છ વિષયો. ચક્ષુરાદિ પાંચ ઇન્દ્રિયો અને તેમના પાંચ વિષયો ઉપરાંત મન અને અતીન્દ્રિય વિષયને ધર્માયતન કહેવાય છે.
૩) અષ્ટાદશ ધાતુ: ઉપરોક્ત ૧૨ આયતન ઉપરાંત ચક્ષુર્વિજ્ઞાન, શ્રૌત્રવિજ્ઞાન, ધ્રાણવિજ્ઞાન, રસવિજ્ઞાન, સ્પર્શવિજ્ઞાન, મનોવિજ્ઞાન આ છ વિજ્ઞાન મળીને ૧૮ ધાતુઓ છે. ધાતુ એટલે ઘટનાઓના પ્રવાહને નિષ્પન્ન કરનારી શક્તિ.
વિજ્ઞાનવાદમાં વિજ્ઞાનને બે પ્રકારનું માનવામાં આવ્યું છે. ૧) પ્રવૃત્તિવિજ્ઞાન અને ૨) આલયવિજ્ઞાન. ધર્મોપચાર અને આત્મોપચારયુક્ત વિજ્ઞાન તે પ્રવૃત્તિવિજ્ઞાન છે. સ્કન્ધ, ધાતુ, આયતન, રૂપ, વેદના, સંસ્કાર, વિ.નો ઉપચાર તે ધર્મોપચાર છે અને જીવજંતુ, મનુષ્ય વિ. આત્મોપચાર છે અને તે ધર્મોપચાર અને આત્મોપચાર યુક્ત વિજ્ઞાન તે પ્રવૃત્તિવિજ્ઞાન છે. જ્યાં જે વસ્તુ નથી ત્યાં તે વસ્તુને માનવી તે ઉપચાર છે. ઉપચાર કલ્પિત હોય છે. વિજ્ઞાન સિવાય બધું જ કલ્પિત છે.
સમસ્ત ધર્મોની ઉત્પાદન શક્તિનો આશ્રય આલયવિજ્ઞાન છે. આ વિશ્વ જે વિજ્ઞપ્તિ શક્તિનો વિલાસ છે તે આલયવિજ્ઞાન છે. શૂન્યવાદ મત પ્રમાણે સત્ય બે પ્રકારનાં છે : ૧) પારમાર્થિક સત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org