________________
પરિશિષ્ટ - ૭ વૈશેષિક દર્શન સાર
(શ્લોક – ૪૭) વૈશેષિક સૂત્રોના રચયિતા કણાદ મુનિએ પ્રવર્તાવેલું દર્શન તે વૈશેષિક દર્શન છે. વિશેષ' નામના વિશિષ્ટ પદાર્થની માન્યતાને કારણે આ દર્શનનું નામ “વૈશેષિક” એવું પડ્યું છે. જગત્કર્તા ઈશ્વર શંકર દેવ તરીકે ઉપાસ્ય છે.
જ્ઞાનનો વિષય બને તેને (ય) અથવા અભિધા = શબ્દનો વિષય બને (અભિધેય) તેને પદાર્થ કહેવાય. પદાર્થો સાત છે : દ્રવ્ય-ગુણ-કર્મ-સામાન્ય-વિશેષ-સમવાય અને અભાવ.
૧. દ્રવ્ય કાર્યનાં સમવાયી કારણ તથા ગુણ અને કર્મના આશ્રયભૂત પદાર્થને દ્રવ્ય કહેવાય. દ્રવ્યો નવ છે : પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, કાલ, દિશા, આત્મા અને મન.
પૃથ્વી : ગબ્ધ નામનો અસાધારણ ગુણ ધરાવતું દ્રવ્ય પૃથ્વી છે. તેના બે પ્રકાર છે : નિત્ય તથા અનિત્ય. પરમાણુરૂપ પૃથ્વી નિત્ય છે. કાર્યરૂપ પૃથ્વી અનિત્ય છે. તેના ત્રણ ભેદ છે : શરીર, ઇન્દ્રિય અને વિષય. જલ : શીતસ્પર્શ વિશિષ્ટ દ્રવ્ય “જલ” છે. અગ્નિઃ ઉષ્ણસ્પર્શ વિશિષ્ટ દ્રવ્ય “અગ્નિ છે. વાયું અનુષ્કાશીતસ્પર્શ વિશિષ્ટ દ્રવ્ય વાયુ છે તે રૂપરહિત છે. પૃથ્વીની જેમ આ ત્રણ દ્રવ્યોના નિત્ય અને અનિત્ય ભેદ સમજી લેવા. આકાશઃ શબ્દ ગુણનું આશ્રય દ્રવ્ય - ‘આકાશ છે. તે નિત્ય છે, પરમ મહતું પરિમાણવાળું છે, અમૂર્ત છે. કાલઃ ભૂત-ભવિષ્ય-વર્તમાનનું અસાધારણ કારણ બનતું દ્રવ્ય “કાલ' છે. આકાશની જેમ તે પણ નિત્યવિભ-અમૂર્ત છે.
દિશા : પૂર્વાદિ દેશના વ્યવહારનું અસાધારણ કારણભૂત દ્રવ્ય દિશા છે, તે પણ નિત્ય-વિભુ અને અમૂર્ત છે.
આત્માઃ જ્ઞાનાદિ વિશેષ ગુણોનો આશ્રય આત્મા છે. તે નિત્ય છે, વિભુ છે, અમૂર્ત છે. પોતાનો આત્મા પ્રત્યક્ષ છે અન્યનો આત્મા અનુમેય છે અને પ્રતિ શરીર ભિન્ન પણ છે.
આત્મા બે પ્રકારના છે : જીવાત્મા અને પરમાત્મા. જીવાત્મા અનેક છે. પરમાત્મા એક. પરમાત્મા નિત્ય છે, વિશેષ ગુણોનો આશ્રય છે, સૃષ્ટિનું નિમિત્ત કારણ છે. મન જેની સહાયતાથી આત્મા સુખાદિનો અનુભવ કરે છે તે “મન” છે. તે અણુપરિમાણ ધરાવે છે.
૨. ગુણ : દ્રવ્યમાં આશ્રયીને રહેનારો નિર્ગુણ અને નિષ્ક્રિય પદાર્થ “ગુણ' છે તેની સંખ્યા ચોવીસ છે. (પ્રાચીન સૂત્રમાં ૧૭ ગુણો છે. તેમાં ૭ ઉમેરવામાં આવ્યા છે) રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org