________________
પરિશિષ્ટ - ૮ મીમાંસાદર્શન સાર
(શ્લોક - ૪૮-૪૯) મીમાંસા દર્શનના પ્રણેતા કોઈ નથી, સર્વજ્ઞ-સર્વદર્શી કે સર્વ શક્તિમાન દેવતામાં મીમાંસકો વિશ્વાસ કરતા નથી. નિત્ય અને અપૌરુષેય “વેદ” જ મીમાંસકોના દેવતા છે. વેદમાં દર્શાવવામાં આવેલાં “કર્મો જ ધર્મરૂપ છે અને તે કર્મોની વ્યવસ્થા કરવી તે જ મીમાંસાનું પ્રયોજન છે. મીમાંસાનો આધારભૂત ગ્રંથ “જૈમિનિ સૂત્રો” છે. જૈમિનિ ઋષિ તેના કર્તા છે. તત્ત્વસમીક્ષાની બાબતમાં મીમાંસાના ત્રણ મત છે. જેનો આધાર ભિન્ન ભિન્ન વિચારસરણી છે. ૧) ગુરુમત : પ્રભાકરમિશ્ર તેના પ્રવર્તક છે. ૨) ભાટ્ટમતઃ કુમારિલ ભટ્ટ તેના પ્રવર્તક છે. ૩) મિશ્રમતઃ મુરારિમિશ્ર તેના પ્રવર્તક છે. ગુરુમત અનુસાર પદાર્થ વ્યવસ્થા : પદાર્થો આઠ છે : દ્રવ્ય-ગુણ-કર્મ-સામાન્ય-પરતંત્રતા-શક્તિ-સાદૃશ્ય અને સંખ્યા. દ્રવ્ય, ગુણ અને કર્મ, કાર્યજનક નથી. તેમનામાં રહેલ “શક્તિ' નામનો પદાર્થ કાર્યજનક છે. સાદૃશ્ય એટલે સમાનતા અને સંખ્યા એટલે એકત્વ-દ્વિવાદિ ગણના.
ભાદૃમતાનુસારે પદાર્થ વ્યવસ્થા : પદાર્થો પાંચ છે : દ્રવ્ય-ગુણ-કર્મ-સામાન્ય અને અભાવ. દ્રવ્ય અગિયાર છે. પૃથ્વી-જલ-તેજો-વાયુ-આકાશકાલ-દિશા-આત્મા-મન-અંધકાર અને શબ્દ.
ગુણ-કર્મ વગેરે અન્ય પદાર્થોનું વર્ણન વૈશેષિકો પ્રમાણે જ છે. મિશ્રમતાનુસારે પદાર્થ વ્યવસ્થા : ‘મુરસ્કૃતીય: પન્ચા:' આ ઉક્તિ અનુસાર મુરારિમિશ્રની પદાર્થ વ્યવસ્થા તદ્દન અલગ પડે છે. મુરારિના મતે બ્રહ્મ જ એકમેવ સત્ય પદાર્થ છે. લૌકિક વ્યવહારની ઉપપત્તિ માટે અન્ય ચાર પદાર્થો માન્યા
છે
૧) ધર્માવિશેષ - ઘટતાદિના આધાર ઘટાદિ. ૨) ધર્મવિશેષ - ઘટનાં આધેય ઘટત્વાદિ. ૩) આધારવિશેષ - કાલકૃત ભેદ. રૂાન ઘટ: તવાન ઘટ: ૪) પ્રદેશવિશેષ - દેશકૃત ભેદ. ગૃહે પટ: મૂતપર: ઇત્યાદિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org