________________
૨00.
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર વિજ્ઞાન : લોકો જેને ચૈતન્ય કહે છે તે વિજ્ઞાન છે. વિજ્ઞાન અને સંજ્ઞામાં નિર્વિકલ્પ અને સવિકલ્પ પ્રત્યક્ષ જેવો તફાવત છે.
નામજાત્યાદિયોજના-રહિત પ્રત્યક્ષ વિજ્ઞાન” છે. નામજાત્યાદિયોજના-સહિત પ્રત્યક્ષ “સંજ્ઞા” છે. આ પાંચ સ્કન્ધો દુ:ખરૂપ છે. (૨) બીજુ આર્યસત્ય દુ:ખ સમુદય છે :
૧) જરામરણ ૨) જાતિ ૩) ભવ ૪) ઉપાદાન ૫) તૃષ્ણા ૯) વેદના ૭) સ્પર્શ ૮) ખડાયતન ૯) નામરૂપ ૧૦) વિજ્ઞાન ૧૧) સંસ્કાર ૧૨) અવિદ્યા : આ બાર દુ:ખના કારણો છે. અવિદ્યા દુ:ખોનું મૂળ કારણ છે. કારણ કે સમુદય શૃંખલાને પણ તે જ જન્માવે છે અને ટકાવે છે.
અવિદ્યા' એટલે અજ્ઞાન. અજ્ઞાન, પૂર્વજન્મનાં કર્મ અને અનુભવથી ઉત્પન્ન સંસ્કારોનું કારણ છે એટલે કે અવિદ્યા “સંસ્કાર'ને જન્મ આપે છે. સંસ્કાર વિજ્ઞાનને જન્મ આપે છે. વિજ્ઞાનને કારણે ગર્ભમાં ભૂણને નામરૂપ મળે છે. નામરૂપ એટલે શરીર અને મન દ્વારા રચાતું સંસ્થાન. નામરૂપથી “પડાયતન” જન્મે છે. પાંચ ઇન્દ્રિય અને મન એ પડાયતન છે. ઇન્દ્રિય અને મન દ્વારા વિષયનો સંપર્ક થાય છે તેને “સ્પર્શ' કહે છે. સ્પર્શઇઇન્દ્રિયવિષયના સંપર્કથી સુખ, દુ:ખ કે ઉદાસીનતાની અનુભૂતિ થાય છે તે “વેદના” છે. વેદનાથી ‘તૃષ્ણા' જન્મે છે. તૃષ્ણા છે ઇચ્છા. તૃષ્ણાથી ‘ઉપાદાન' જન્મે છે. ઉપાદાનઇઆસક્તિ. (ઇચ્છાથી આસક્તિ પેદા થાય છે.) આસક્તિથી પુનર્જન્મ ઉત્પન્ન કરવાવાળું કર્મ છે “ભવ' ઉત્પન્ન થાય છે. ભવથી જન્મ અને જન્મથી જરામરણની ઉત્પત્તિ થાય છે.
આમ, આ દ્વાદશ નિદાન દુ:ખનું કારણ બને છે. દ્વાદશ નિદાનના પ્રત્યેક અંગ પરસ્પર કાર્યકારણભાવથી સંકળાયેલા છે અને ભવચક્રનું કારણ છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણે ભવ આ કારણશૃંખલા સાથે સંબંધિત છે. અવિદ્યા, સંસ્કાર આ બે નિદાન અતીત ભવ સાથે સંબદ્ધ છે. વિજ્ઞાન, નામરૂપ, ખડાયતન, સ્પર્શ, વેદના, તૃષ્ણા, ઉપાદાન અને ભવ આ આઠ વર્તમાન ભાવ સાથે સંબદ્ધ છે અને જાતિ અને જરામરણ આ બે નિદાન ભવિષ્યજન્મ સાથે સંબંધિત છે.
દ્વાદશ નિદાનની આ પ્રક્રિયાને પ્રતીત્યસમુત્પાદના નામે પણ ઓળખવામાં આવે છે જે બૌદ્ધોનો મૂળ સિદ્ધાંત કહેવાય છે. પ્રતીત્ય છે અન્યના આધારે, ઉત્પાદ = ઉત્પત્તિ, અર્થાત્ સાપેક્ષકારણતાવાદ. (૩) ત્રીજું આર્યસત્ય દુઃખનિરોધ છે : દુ:ખનાં કારણો દૂર થવાથી થતો સમસ્ત દુ:ખોનો અભાવ, નિર્વાણ અથવા મોક્ષ એ જ દુ:ખનિરોધ છે. (૪) ચોથું આર્યસત્ય દુઃખનિરોધમાર્ગ છે : દુઃખનિરોધગામિની પ્રતિપતું એટલે કે નિર્વાણનો ઉપાય એ જ દુ:ખનિરોધમાર્ગ છે. આર્યઅષ્ટાંગિક માર્ગ . દુ:ખને દૂર કરવાનો એક માત્ર ઉપાય છે. તે આ પ્રમાણે છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org