________________
૧૯૮
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
મલદ્વાર આ પાંચ કર્મેન્દ્રિય છે. દશ ઇન્દ્રિયો જ્ઞાનનું બાહ્ય સાધન છે. મન, અહંકાર અને બુદ્ધિ આ ત્રણ જ્ઞાનનું અભ્યત્તર સાધન છે. તેમને “અંત:કરણ' કહેવાય છે. આ બન્ને મળીને ત્રયોદશકરણ' કહેવાય છે.
તામસ અહંકારથી પાંચ તન્માત્રાઓ જન્મે છે. તન્માત્ર એટલે સૂક્ષ્મ તત્ત્વ - શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચ તત્પાત્ર છે. શબ્દ તન્માત્રથી શબ્દ ગુણવાળા આકાશની ઉત્પત્તિ થાય છે. સ્પર્શતક્નાત્ર, શબ્દતન્માત્ર સાથે મળીને શબ્દ-સ્પર્શગુણવાળા વાયુની ઉત્પત્તિ કરે છે. રૂપતન્માત્ર શબ્દ-સ્પર્શતક્નાત્ર સાથે મળીને તેજને ઉત્પન્ન કરે છે તેમાં શબ્દ-સ્પર્શ-રૂપ આ ત્રણ ગુણ હોય છે. રસ તનાત્ર પૂર્વવર્તિ ત્રણ તન્માત્ર સાથે મળીને જલને ઉત્પન્ન કરે છે શબ્દ-સ્પર્શ-રૂપ-રસ તેના ગુણ છે. ઉપરોક્ત ચાર તન્માત્ર સાથે મળીને ગંધતન્માત્ર પૃથ્વીને ઉત્પન્ન કરે છે જેમાં પાંચેય ગુણ હોય છે.
તન્માત્ર
ભૂત
ગુણ
આકાશ વાયું
તેજ
શબ્દ
શબ્દ શબ્દસ્પર્શ
શબ્દ, સ્પર્શ શબ્દસ્પર્શ+રૂપ
શબ્દ, સ્પર્શ, રૂપ શબ્દસ્પર્શરૂપરસ જલ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ
શબ્દસ્પર્શ+રૂપ+રસ+ગંધ પૃથ્વી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ પચીસ તત્ત્વોમાં પુરુષ તત્ત્વ વિકાર્ય-વિકારક ભાવથી રહિત છે. પ્રકૃતિ તત્ત્વ વિકારજનક છે, વિકાર્ય નથી. પાંચ ભૂત, દસ ઇન્દ્રિય, અને મન અવિકારક એટલે અંતિમોત્પન્ન તત્ત્વો છે. મહતું અહંકાર, અને પાંચ તન્માત્રાઓ વિકાર્ય છે અને વિકારક પણ છે.
સાંખ્યદર્શન ત્રણ પ્રમાણોને માને છે : પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ. સાંખ્ય દર્શનમાં પ્રમાત્મક જ્ઞાનના વ્યાપારની પ્રક્રિયા વિશિષ્ટ છે. જ્યારે પુરુષ ચૈતન્યનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડે ત્યારે જ્ઞાન જન્મે છે. (પ્રતિબિંબિત ચૈતન્યને વ્યાવહારિક આત્મા કહેવાય છે.) બુદ્ધિ દ્વારા જ્ઞાન કરવા માટે અહંકાર, મન અને ઇન્દ્રિયોનો સહારો લેવો પડે છે. બુદ્ધિનો એ સ્વભાવ છે કે મન તથા ઇન્દ્રિયો જે વિષય તેની સામે પ્રસ્તુત કરે તેનો આકાર ધારણ કરી લે, તેને “વૃત્તિ' કહેવાય છે. બુદ્ધિની વૃત્તિ પર ચૈતન્યનો પ્રકાશ પડે છે, તેને જ્ઞાન કહેવાય છે.
સાંખ્યો સત્કાર્યવાદી છે. ઉપાદાન કારણમાં કાર્ય અવશ્ય વિદ્યમાન હોય છે, તો જ કાર્ય જન્મી શકે છે. સત્ત્વ, રજસું અને તમસ્ પ્રકૃતિમાં છે તેથી તમામ વિકૃતિમાં પણ આવે છે. આનાથી વિપરીત તૈયાયિકો અસત્કાર્યવાદી' છે.
અવિદ્યાને કારણે પ્રકૃતિ અને પુરુષનો સંયોગ થયો છે તેથી, પુરુષને આધિભૌતિક, આધિવૈદિક અને આધ્યાત્મિક દુઃખના ભાજન બનવું પડે છે. આ ત્રણ દુઃખથી મુકત થવા પ્રકૃતિ અને પુરુષના ભેદજ્ઞાનની જરૂર છે. ભેદજ્ઞાનથી જ મુક્તિ મળે છે.
पञ्चविंशतितत्त्वज्ञो यत्र तत्राश्रमे रतः । जटी मुण्डी शिखी वाऽपि मुच्यते नात्र संशयः ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org