________________
સાંખ્યદર્શન સાર – પરિશિષ્ટ-૪
૧૯૭
પરિશિષ્ટ - ૪ સાંખ્યદર્શન સાર
(શ્લોક – ૪૫) સાંખ્યદર્શનના પ્રણેતા કપિલ ઋષિ છે. આ એક પ્રાચીન દર્શન મનાય છે. સંખ્યા એટલે સમ્યગુ જ્ઞાન (સં=સમ્યકુખ્યા=જ્ઞાન). પ્રકૃતિ અને પુરુષના વિવેકજ્ઞાન=અન્યતાખ્યાતિને સંખ્યા કહેવાય છે. સંખ્યા જેમાં પ્રધાન છે તે દર્શન એટલે સાંખ્યદર્શન. સાંખ્યદર્શન નિરીશ્વરવાદી છે.
સાંખ્યદર્શનમાં મુખ્ય તત્ત્વો બે છે : ૧) પુરુષ અને ૨) પ્રકૃતિ. પ્રકૃતિમાંથી બીજા ત્રેવીસ તત્ત્વોની ઉત્પત્તિ થાય છે. આમ કુલ તત્ત્વો પચ્ચીસ છે. તે નીચે મુજબ છે.
પુરુષ, પ્રકૃતિ, મહત્તત્ત્વ (બુદ્ધિ), અહંકાર, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, મન, પાંચ તન્માત્રાઓ અને પંચમહાભૂત.
પુરુષ : પુરુષ એટલે આત્મા. તે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, જ્ઞાતા છે, અધિકારી છે, કૂટસ્થ નિત્ય છે, વ્યાપક છે, અસંગ છે, અપરિણામી છે, નિષ્ક્રિય છે અને અનેક છે.
પ્રકૃતિ પ્રકૃતિ એટલે જડ તત્ત્વ. તે એક જ છે છતાં પ્રતિપુરુષ ભિન્ન ભાસે છે, નિત્ય છે, ઉત્પાદિકા છે, ઉત્પન્ના નથી, નિરવયના છે.
સત્ત્વ, રજસું અને તમન્ - આ ત્રણ ગુણોની સામ્યવસ્થા એ પ્રકૃતિ છે. જગદ્વર્તી દરેક પદાર્થમાં ત્રણ ભાવો અવશ્ય જોવા મળે છે. કોઈક સુખકારી, કોઈ દુ:ખકારી અને કોઈ આભાસી. આ ત્રણ ભાવોના મૂળ ધર્મો અનુક્રમે સત્ત્વ, રજસું અને તમસું છે, સત્ત્વનો સ્વભાવ છે જ્ઞાન-પ્રકાશ-આનંદ. તે લઘુ છે. રજસૂનો સ્વભાવ છે ગતિ, દુ:ખ. તે ચંચલ છે. તમસુનો સ્વભાવ છે અજ્ઞાન, અવરોધ અને મોહ. તે ગુરુ દ છે, રજસ્ લાલ છે અને તમારું કાળું છે.
આ ત્રણે ગુણો જ્યારે સમાન અવસ્થામાં હોય ત્યારે “પ્રકૃતિ' કહેવાય છે. પુરુષના અત્યંત સાન્નિધ્યને કારણે જ્યારે ગુણોમાં વિક્ષોભ પેદા થાય છે અને ગુણો વિષમ બનીને એકબીજાનો અભિભવ કરવા લાગે છે ત્યારે સૃષ્ટિનું સર્જન થાય છે. વિકૃત બનેલા ગુણોમાંથી સર્વ પ્રથમ ‘મહત્તત્ત્વ' ઉત્તપન્ન થાય છે. જે જગતની ઉત્પત્તિનું બીજ છે. તેથી જ તેનું નામ મહત્વ છે. અત્યંતર દૃષ્ટિએ મહત્તત્ત્વને જ બુદ્ધિ કહે છે. નિશ્ચય અને અધ્યવસાય બુદ્ધિના વિશેષ ધર્મો છે. બુદ્ધિમાં સત્ત્વગુણની પ્રધાનતા હોય છે, તેથી તે દર્પણ જેવી નિર્મલ હોય છે. નિર્મલતા અને અતિ નિકટતાને કારણે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે, તેનાથી પુરુષને ભ્રમ થાય છે કે પ્રતિબિંબ તે જ હું છું. બુદ્ધિની સક્રિયતાને તે પોતાની માની લે છે અને તેમાંથી “અહંકાર'નો જન્મ થાય છે.
અહંકાર ત્રણ પ્રકારનો છે : ૧) સાત્ત્વિક ૨) રાજસિક ૩) તામસિક. આમાં રાજસિક અહંકારની પ્રેરણાથી અન્ય બે અહંકારો નવા પરિણામ પેદા કરે છે. સાત્ત્વિક અહંકારથી પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિય અને મન ઉત્પન્ન થાય છે. સ્પર્શન, ચક્ષુ, રસન, ધ્રાણ, શ્રવણ આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. વાણી, પગ, હાથ, જનનેન્દ્રિય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org