________________
૧૯૪
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર જાય ત્યારે જ કાયાદિનો વ્યાપાર સર્વથા બંધ થવાના કારણે તે સર્વથા હિંસાથી બચી શકે છે. આ સિવાય જીવ ક્યારેય હિંસાથી બચી શકતો નથી, કેમકે પોતાના કાયાદિયોગોથી વાયુકાયાદિ જીવોની વિરાધના તો સતત ચાલુ જ રહે છે.
આથી જ ઉપ૨છલ્લી હિંસાની વાતો સાંભળી, હિંસાથી ગભરાઈને કોઈપણ સાધકે કયારેય પોતાની ભૂમિકા અનુસાર આત્મોન્નતિમાં ઉ૫કા૨ક જિનપૂજાદિ શુભ અનુષ્ઠાનો છોડી દેવાની જરૂર નથી; પરંતુ હિંસા અને અહિંસાના પરમાર્થને જાણવાની ખાસ જરૂર છે, કેમ કે દેખીતી અહિંસા કયારેક હિંસાની પરંપરા સર્જે છે, તો કયારેક દેખીતી હિંસા જ અહિંસાની પરંપરાને સર્જી શકે છે. જેમ કે, શ્રાવકજીવન ઉચિત જિનપૂજા, અને શ્રમણજીવન ઉચિત નવકલ્પી વિહાર દેખીતી રીતે પાણી, અગ્નિ, વનસ્પતિ વગેરે જીવોની હિંસારૂપ છે; છતાં આ અનુષ્ઠાનો રાગાદિ ભાવોનો ત્યાગ કરાવી સાધકને છેક મોક્ષ સુધી પહોંચાડી શકે છે, માટે ઉપરછલ્લી હિંસાને જોઈ આવી શુભ પ્રવૃત્તિ કયારેય મૂકી દેવી જોઈએ નહિ.
વ્યવહા૨માં પણ આવું જોવા મળે છે કે, છરી ફેરવવાનું કાર્ય ડોક્ટર અને ડાકુ બન્ને કરે છે; છતાં એકને દયાળુ કહેવાય છે અને એકને હિંસક કહેવાય છે; કેમ કે ડોક્ટરનો ભાવ દર્દીને બચાવવાનો છે, તેના દુઃખને દૂર કરવાનો છે; જ્યારે ડાકુનો ભાવ સામી વ્યક્તિને પરેશાન કરવાનો છે. બચાવવાના ભાવથી છરી ફેરવતાં કયારેક દર્દી મરી જાય તોપણ ડોક્ટ૨ને કોઈ મારનાર કહેતું નથી, તેને કોઈ સજા થતી નથી; અને મારવાના ઈરાદાથી છરી ફેરવનાર ડાકુના હાથથી કોઈ બચી પણ જાય તોપણ ડાકુને મારનાર કહેવાય છે, અને સજા પણ ક૨વામાં આવે છે. આ જ વાત સ્વરૂપહિંસામાં બરાબર લાગુ પડે છે.
૨. હેતુહિંસા :
‘હિંસા હેતુ અયતના ભાવે’
જે પ્રવૃત્તિમાં પ્રગટપણે હિંસા હોય કે ન પણ હોય, પરંતુ હિંસાના કારણભૂત, પ્રમાદ, અજયણા, અનુપયોગ જેમાં પ્રવર્તતા હોય, તેવી પ્રવૃત્તિને હેતુહિંસા કહેવાય છે. જો કે આવી પ્રવૃત્તિમાં પ્રગટપણે હિંસા દેખાતી નથી, તોપણ હિંસાના કારણભૂત પ્રમાદ તેમાં પ્રવર્તી રહ્યો હોય છે. તેમાં જીવને બચાવવાનો ભાવ નથી હોતો માટે હિંસા ન હોય તોપણ ત્યાં હિંસાજન્ય કર્મબન્ધ ચાલુ જ રહે છે.
મોટા ભાગના સંસારી જીવો મનોજ્ઞ શબ્દ, રૂપ, ૨સ, ગંધ, સ્પર્શ મેળવવારૂપ પ્રમાદમાં પડેલા હોય છે. આવા જીવો પ્રત્યક્ષ રીતે હિંસા નહિ કરતા હોવા છતાં પણ પોતાના વાંછિત ભૌતિક સુખ મેળવવા માટે બીજાના સુખની ઉપેક્ષા કરવાનો ભાવ તેઓમાં સતત વર્તતો હોય છે. તેમનો આવો ભાવ જ હેતુહિંસારૂપ છે. જેમ સંસારી જીવો પ્રમાદને વશ થઈ હેતુહિંસા કરતા હોય છે, તેમ સાધુ, વિષય-કષાય આદિ પ્રમાદ પોતાના જીવનમાં પ્રવેશી ન જાય તે માટે સાવધ હોવા છતાં, કયારેક અનુપયોગ અને અજયણાથી કયાંક ચૂકી જાય છે. તેમની આવી જયણાવિહીન પ્રવૃત્તિ પણ હેતુહિંસામાં પરિણામ પામે છે. આથી જ જીવને બચાવવાનો પરિણામ હોવા છતાં જો નીચું જોઈને ન ચલાય તો હેતુહિંસા ગણાય છે, અને નીચું જોઈને ચાલવા છતાં જો જીવને બચાવવાનો પરિણામ ન હોય તોપણ હેતુહિંસા ગણાય. વળી, કોઈ વા૨ જીવને મારવાનો ભાવ ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org