________________
નયોનું સ્વરૂપ - પરિશિષ્ટ-૧
અનેકાન્તવાદ અંગી છે, નયો તેના અંગો છે. જેનાથી વસ્તુમાં રહેલા અનેક ધર્મોમાંથી કોઈ એક ધર્મનો બોધ થાય તે નય, અને જેનાથી પરસ્પર વિરુદ્ધ ભાસતા ધર્મોનો બોધ થાય તે અનેકાન્તવાદ.
અનેકાન્તવાદને જો મહેલ કહીએ તો નયો તેના પાયા છે. નયોના પાયા ઉપર જ અનેકાન્તવાદનો મહેલ રચાયેલો છે. નયો વિના અનેકાન્તવાદ ન ટકી શકે. અનેકાન્તવાદના સાહિત્યને સમજવા માટે નયોનો બોધ
જરૂરી છે (આથી જ આ ગ્રંથને સમજવા પણ આ પરિશિષ્ટનો અભ્યાસ જરૂરી છે.) કારણ કે નયો તેનું વ્યાકરણ છે. ભાષાના વ્યાકરણ વિના તે તે ભાષા સમજી ન શકાય તેથી જ સંસ્કૃત આદિ ભાષાને જાણવા તેનું વ્યાકરણ જાણવું જેમ જરૂરી છે તેમ નયોરૂપ વ્યાકરણ વિના અનેકાન્તવાદ ન સમજી શકાય. અનેકાન્તવાદ એ ગૂઢ રહસ્યોરૂપી નિધાનથી ભરેલાં શાસ્ત્રોરૂપ મંદિરનું તાળું છે, અને નયો એ તાળાને ખોલવાની ચાવી છે. અનેકાન્તવાદ સાધ્ય છે, નયો તેનું સાધન છે. સાધન વિના સાધ્યની સિદ્ધિ ન થાય. સાધ્ય વિના સાધન નકામાં છે. આથી અનેકાન્તવાદ અને નયવાદ એ બંને એકબીજાના પૂરક છે. આથી અનેકાન્તવાદને સમજવા નયવાદના બોધની પણ જરૂર છે.
૧૮૧
ઉપર આપણે જોઈ ગયા કે નય એટલે અપેક્ષા. આપણો સઘળો વ્યવહાર અપેક્ષાથીઇંનયથી ચાલે છે વસ્તુમાં રહેલા અનેક ધર્મોમાંથી આપણને જે વખતે જે ધર્મનું પ્રયોજન હોય તે વખતે તે ધર્મને આગળ કરીને આપણે વ્યવહા૨ કરીએ છીએ. એક જ વ્યક્તિમાં વિદ્યાર્થીપણું, કુશળતા, સૌમ્યતા, બહાદુરી વગેરે અનેક ગુણોઇંધર્મો હોવા છતાં જે વખતે જે ધર્મનું પ્રયોજન હોય તેને આગળ કરીએ છીએ. એ વ્યક્તિ જ્યારે નિશાળ આદિ સ્થળે હોય ત્યારે તેના વિદ્યાર્થીપણાને આગળ કરીને તેને વિદ્યાર્થી કહીએ છીએ. જ્યારે તે કોઈ કાર્યમાં નીડરતા બતાવીને વિજય મેળવે છે ત્યારે તેની બહાદુરીને આગળ કરીને તેને બહાદુર કહીએ છીએ. જ્યારે તેના સુંદર મુખ તરફ નજર જાય છે ત્યારે તેના મુખ ઉપર તરવરતા સૌમ્યતા ધર્મને આગળ કરીને તેને સૌમ્ય કહીએ છીએ. આમ એક જ વસ્તુમાં અનેક ગુણો હોવા છતાં વ્યવહારમાં આપણે દરેક વખતે સઘળા ગુણો તરફ દૃષ્ટિ કરતા નથી, થઈ શકે પણ નહિ, કિન્તુ પ્રસંગાનુસાર તે તે ગુણને=ધર્મને આગળ કરીએ છીએ. વ્યવહારમાં તે તે અપેક્ષાથી તે તે ગુણને=ધર્મને આગળ કરવામાં આવે છે.
જેટલી અપેક્ષાઓ છે તેટલા નયો છે. અપેક્ષાઓ અનંત છે, માટે નયો પણ અનંત છે. અનંત નયોનો બોધ ક૨વા આપણે અસમર્થ છીએ. આથી મહાપુરુષોએ સઘળા નયોનો સંક્ષેપથી સાત નયોમાં સમાવેશ કરી આપણી સમક્ષ સાત નયો મૂક્યા છે. ૧. નૈગમ, ૨. સંગ્રહ, ૩. વ્યવહાર, ૪ ઋજુસૂત્ર, ૫. સાંપ્રત=શબ્દ. ૬ સમભિરૂઢ અને ૭. એવંભૂત એ સાત નયો છે.
૧. નૈગમનય :- આ નયની અનેક દૃષ્ટિઓ છે. ગમ એટલે દૃષ્ટિ=જ્ઞાન. જેની અનેક દૃષ્ટિઓ છે તે નૈગમ. વ્યવહા૨માં થતી લોકરૂઢિ, આ નૈગમનયની દૃષ્ટિથી છે. આ નયના મુખ્ય ત્રણ ભેદો છે. (૧) સંકલ્પ, (૨) અંશ અને (૩) ઉપચાર.
(૧) સંકલ્પ :- સંકલ્પને સિદ્ધ ક૨વા જે કોઈ અન્ય પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને પણ સંકલ્પની જ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જેમકે-૨મણલાલે મુંબઈ જવાનો સંકલ્પ=નિર્ણય કર્યો. આથી તે પોતાને જરૂરી કપડાં આદિ સામગ્રી પોતાની પેટીમાં ભરવા લાગ્યો. આ વખતે તેનો મિત્ર ચંપકલાલ ત્યાં આવ્યો. તેણે ૨મણલાલને ક્યાંક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org