________________
શાસ્ત્રયોગશુદ્ધિ – પરિશિષ્ટ
પરિશિષ્ટ-૧ નયોનું સ્વરૂપ
(શ્લોક - ૪) ત્રિામસંગ્રવ્યવાર્થસૂત્રશા નઃ શિ૩૪ ] દશી દ્વિ-ત્રિ-મેટ્રી || શરૂ I
- તત્ત્વાર્થધિગમસૂત્ર નગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર અને શબ્દ એ પાંચ ગયો છે. (૩૪) નૈગમનયના સામાન્ય અને વિશેષ એ બે અને શબ્દનયના સાંપ્રત, સમભિરૂઢ અને એવંભૂત એ ત્રણ ભેદો છે. (૩૫)
અપેક્ષા, અભિપ્રાય, દષ્ટિ, નય એ બધા શબ્દો એકાર્થક છે. કોઈ એક વસ્તુ અંગે જુદી જુદી દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તો તેમાં અનેક ગુણધર્મો રહેલા છે એમ જણાશે. તેમાં પરસ્પર વિરોધી લાગે તેવા પણ ગુણધર્મો રહેલા છે એમ જણાશે.
નિર્બળતા અને બળ એ બંને ધર્મો પરસ્પર વિરોધી છતાં એક જ વ્યક્તિમાં રહેલા હોય છે. એક જ વ્યક્તિ વિદ્વાન પણ હોય છે અને મૂર્ખ પણ હોય છે. એક જ માણસ નિર્ભય પણ હોય છે અને ભીરુ પણ હોય છે. એક જ વસ્તુ લાભકારક પણ હોય છે અને નુકસાનકારક પણ હોય છે.
આમ પ્રત્યેક વસ્તુમાં પરસ્પરવિરોધી ધર્મો રહેલા હોય છે. આ સાંભળીને કેટલાકને આશ્ચર્ય કે શંકા થાય કે આ શી રીતે સંભવે ? શું પ્રકાશ અને અંધકાર એક સ્થળે રહી શકે ? આ આશ્ચર્ય કે શંકાને દૂર કરવા સર્વજ્ઞ ભગવંતોએ એક સુંદર સિદ્ધાંત બતાવ્યો છે. આ સિદ્ધાંત છે. અનેકાન્તવાદ.
અનેકાન્તવાદ કહે છે કે, એક જ વસ્તુમાં રહેલા ધર્મો કે જે તમને પરસ્પર વિરોધી ભાસે છે, તે ધર્મો પરસ્પર વિરોધી છે જ નહિ. જો પરસ્પર વિરોધી હોય તો એક જ વસ્તુમાં રહી જ ન શકે. એક જ વસ્તુમાં રહેલા નિર્બળતા અને બળ વગેરે ધર્મો તમને પરસ્પર વિરુદ્ધ લાગે છે તે તમારી ભ્રમણા છે. પરસ્પર વિરુદ્ધ દેખાતા ધર્મો અપેક્ષાભેદથી અવિરુદ્ધ છે. કોઈ પણ ધર્મોમાં અપેક્ષાભેદથી વિરોધ છે જ નહિ.
અનેકાન્ત શબ્દમાં છૂટા છૂટા ત્રણ શબ્દો છે. અન્, પર્વ અને સત્ત એ ત્રણ શબ્દોથી અનેત્તિ શબ્દ બન્યો છે. અદાહ્ય શબ્દનો અર્થ નિષેધ ઇંનહિ એવો થાય છે. એટલે એક. સત્ત એટલે પૂર્ણતા. એકથી પૂર્ણતા નહિ તે નેત્ત. કોઈપણ વસ્તુની પૂર્ણતા કોઈ એક ધર્મથી નથી, પરંતુ અનેક ધર્મોથી છે. અપેક્ષાભેદે વસ્તુમાં અનેક ધર્મો રહેલા છે. તેમાં આપણને પરસ્પર વિરુદ્ધ લાગે તેવા પણ ધર્મો હોય છે, પણ અનેકાન્તવાદ અપેક્ષાભેદથી તેમાં અવિરોધ છે, એમ સિદ્ધ કરી આપે છે. અનેકાન્તાદ એટલે એક જ વસ્તુમાં રહેલા વિરુદ્ધ ધર્મોમાં અપેક્ષાભેદથી અવિરોધ છે એમ બતાવનાર સિદ્ધાન્ત.
જ્યારે કોઈ તમને પૂછે કે હાથી બળવાન છે કે નિર્બળ ? તો તમે તુરત કહેશો કે હાથી બળવાન હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org