________________
નયોનું સ્વરૂપ – પરિશિષ્ટ-૧
૧૮૭
વિના ગમે તેટલું ચાલવામાં આવે તોપણ નગરમાં પહોંચી શકાય નહિ, તેમ જ્ઞાન વિના ચારિત્રથીત્રક્રિયાથી મુક્તિરૂપ નગરમાં પહોંચી શકાય નહિ.
(૩) હેયના ત્યાગરૂપ અને ઉપાદેયના સ્વીકારરૂપ પ્રવૃત્તિ જ્ઞાનપૂર્વક કરવાથી સફળ બને છે. જ્ઞાન વિના એ પ્રવૃત્તિથી ફળ મળે કે ન પણ મળે. (૪) ચારિત્રની કઠોર સાધના કરનારને પણ કેવલજ્ઞાન વિના મુક્તિ મળતી નથી. (૫) પઢમં નાપાં તો રયા = પ્રથમ જ્ઞાન, પછી દયા; નીત્યો ય વિહારો વીમો નીયનિસ્લિમ મણિબોર્ડ ગીતાર્થનો અને ગીતાર્થની નિશ્રાવાળો એ બે જ વિહાર જિનેશ્વરોએ કહ્યા છે વગેરે આગમવચનોથી પણ જ્ઞાનની પ્રધાનતા સિદ્ધ થાય છે. ક્રિયાનય કહે છે કે મુક્તિનું કારણ ચારિત્ર છે. કારણ કે, (૧) પ્રવૃત્તિ વિના માત્ર જ્ઞાનથી કાર્ય ન થાય. ઔષધના સેવન વિના માત્ર ઔષધના જ્ઞાનથી આરોગ્ય ન થાય.
(ર) જેમ નગરના માર્ગનું જ્ઞાન હોવા છતાં જે પંથ ન કાપે=બેસી રહે તે ઇષ્ટ સ્થાને પહોંચી શકે નહિ. તેમ જ્ઞાની પણ ચારિત્રહીન હોય તો મુક્તિ ન પામે. (૩) આગમમાં ચારિત્રહીન જ્ઞાનીને ચંદનનો બોજ ઉઠાવનાર ગધેડાની ઉપમા આપી છે. (૪) જેમ સેંકડો દીવાઓ પણ આંખ વિના નિરર્થક છે, તેમ ઘણું જ્ઞાન પણ ચારિત્ર વિના નિરર્થક છે. (૫) કેવલજ્ઞાન થયા પછી પણ જ્યાં સુધી સર્વસંવરરૂપ ચારિત્ર ન આવે ત્યાં સુધી મુક્તિ થતી નથી. સુનય-દુર્નય :- નયના સુનય અને દુર્નય એમ બે ભેદ છે. જે નય સ્વમાન્ય અંશ સિવાય અન્ય અંશોનો અપલાપ ન કરે (સર્વથા નિષેધ ન કરે), કિંતુ એ અંશો પ્રત્યે ઉદાસીન=મધ્યસ્થ રહે તે સુનય, અને અપલાપ કરે તે દુર્નય કે નયાભાસ છે. જેમ કે ક્રિયાથી મોક્ષ થાય એ વાક્ય સુનય છે. કારણ કે આમાં જ્ઞાનનો અપલાપ નથી. ક્રિયાથી જ મોક્ષ થાય એ વાક્ય દુર્નય છે. કારણ કે આમાં જકારનો પ્રયોગ કરીને જ્ઞાનનો અપલાપ
વામાં આવ્યો છે. ટૂંકમાં, એકાન્ત માન્યતા દર્નય છે. આથી જ અન્ય દર્શનોમાં પોતપોતાની આંશિક માન્યતા સત્ય હોવા છતાં અન્ય અંશોનો અપલાપ હોવાથી તે દુર્નય છે, એથી અન્યદર્શનો મિથ્યાદર્શનો છે.
અહીં નયવિચારણા પૂરી થાય છે. નયોના વિજ્ઞાનમાં સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે નયો પ્રમાણના વિભાગરૂપ છે. પ્રમાણસિદ્ધ પદાર્થ જ નયોનો વિષય બને છે. 2 નયોમાં અપેક્ષાનું બહુ મહત્ત્વ છે. અપેક્ષા નયવિજ્ઞાન શાસ્ત્રના પ્રાણ રૂપ છે. અપેક્ષા બદલાતાંની સાથે જ નય બદલાઈ જાય છે. યોનું વ્યવસ્થિત જ્ઞાન પ્રાપ્ત કરવા નયકર્ણિકા, અનુયોગદ્વાર, ન રહસ્ય, અનેકાન્તવ્યવસ્થા પ્રકરણ, નયોપદેશ, પ્રમાણનયતત્ત્વાલક, નયપ્રકાશ, નયચક્રસાર, નયચક્રા-લાપપદ્ધતિ વગેરે ગ્રંથોનું સંગીન અધ્યયન અનિવાર્ય છે.
- પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી કૃત
તત્ત્વાર્થધિગમ સૂત્રના વિવેચનમાંથી સાભાર. 1. પ્રમાણનય પરિચ્છેદ ૭, સૂત્ર ૨ + આ ગ્રંથની ગાથા નં. ૩૬ 2. પ્રમાણનય પરિચ્છેદ ૭, સૂત્ર ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org