________________
શાસ્ત્રયોગશુદ્ધિ અધિકારનો સાર - ગાથા-૭૭
૧૭૫
વિશેષાર્થ :
આત્મસાધના કરી સુખી થવા માટે મધ્યસ્થભાવ હોવો જરૂરી છે અને તેની પ્રાપ્તિ મુખ્યતયા અનેકાન્તશાસ્ત્રના અભ્યાસથી થાય છે. અનેકાન્તશાસ્ત્રનું આવું માહાભ્ય સાંભળી આત્મિક સુખ ઝંખતા સાધકને અનેકાન્તસિદ્ધાન્તનો બોધ કરાવે તેવાં શાસ્ત્રો પ્રત્યે અવશ્ય તીવ્ર રુચિ પ્રગટે છે, તેથી આવા સાધકો પોતાની પ્રજ્ઞાનો પૂર્ણ ઉપયોગ કરી ઊંડું શાસ્ત્ર-અધ્યયન કરે છે. પરિણામે તેઓ શાસ્ત્રમાં દર્શાવેલા અલૌકિક ભાવોને જાણી શકે છે. આવા જ્ઞાનથી તેમની શાસ્ત્ર પ્રત્યેની રુચિ, શ્રદ્ધા અને તદનુસાર ચાલવાની વૃત્તિરૂપ ભક્તિ ઉત્તરોત્તર તીવ્ર તીવ્રતર તીવ્રતમ બનતી જાય છે. આવી શાસ્ત્ર-અધ્યયનપૂર્વક પ્રગટેલી શાસ્ત્ર પ્રત્યેની ભક્તિને વિશેષભક્તિ કહેવાય છે.
સર્વજ્ઞના શાસ્ત્રો પ્રત્યેની તીવ્ર રુચિ હોવા છતાં પણ કેટલાક જીવો વિષમસંયોગોના કારણે કે પ્રજ્ઞાની અલ્પતાને કારણે શાસ્ત્રનું અધ્યયન કરી, શાસ્ત્રીય પદાર્થોનો સૂક્ષ્મ બોધ પ્રાપ્ત કરી શકતા નથી. આવા જીવોને પણ શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ તો હોય જ છે, પરંતુ શાસ્ત્રના સૂક્ષ્મ અને અલૌકિક ભાવો નહીં જાણવાને કારણે, તેઓ ઉત્તમ વિવેક કેળવી સંપૂર્ણપણે શાસ્ત્રાનુસારે ચાલવા સમર્થ બની શકતા નથી. પરિણામે તેમની શાસ્ત્ર પ્રત્યેની ભક્તિમાં પણ તેવી તીવ્રતા નથી હોતી, તેથી તેમની ભક્તિ સામાન્યભક્તિ કહેવાય છે.
સમર્પણનો ભાવ તે જ સાચા અર્થમાં ભક્તિ છે. તેથી શાસ્ત્ર પ્રત્યે સામાન્ય ભક્તિવાળા કે વિશેષભક્તિવાળા સાધકના મનમાં એટલું જરૂર હોય છે કે સુખી થવું હોય તો મારે મારું જીવન શાસ્ત્રને સમર્પિત કરવું જોઈએ. મારે મારી સર્વ પ્રવૃત્તિઓ પ્રભુ આજ્ઞાનુસાર જ કરવી જોઈએ. આ ભાવનાના કારણે તેઓ સર્વ પ્રવૃત્તિઓ પ્રભુ આજ્ઞાનુસાર કરવા પ્રયત્ન કરે છે. અને તેનાથી તેઓ આત્મિક શુદ્ધિ પ્રાપ્ત પણ કરી શકે છે. આ આત્મશુદ્ધિને પામેલો સાધક અતીન્દ્રિય એવા અધ્યાત્મના માર્ગે કેમ ચાલવું અને આત્માના સુખને કેમ માણવું તે જાણી શકે છે, માટે શાસ્ત્ર પ્રત્યે સામાન્ય ભક્તિવાળા કે વિશેષ ભક્તિવાળા બન્ને પ્રકારના સાધકો અધ્યાત્મમાં વિશદ એટલે કે કુશળ કહેવાય છે.
અધ્યાત્મવિશદ સાધકો દોષ ટાળવા અને ગુણ પામવા અથાગ યત્ન કરે છે. પૌગલિક દુનિયાથી મનને પાછું વાળી આત્મામાં સ્થિર થવા સતત મહેનત કરે છે, આથી તેમનામાં ધીરતા, ગંભીર સહજપણે પ્રગટે છે. ધીરતા એટલે સેંકડો સંકટો વચ્ચે પણ અડગ રહી કાર્યના અંત સુધી પહોંચવાની ક્ષમતા અને ગંભીરતા એટલે ગુણ-દોષને પચાવવાની ક્ષમતા. કોઈ પણ પરિસ્થિતિની અસરથી મુક્ત રહેવાનું સામર્થ્ય.
વળી તે ઉદાત્ત હોય છે, તેથી તેનું મન હંમેશા ઉપર ઉપરની ભૂમિકા પ્રાપ્ત કરવા મથતું હોય છે. અધ્યાત્મવિશદની નિર્મળ બુદ્ધિ અને તેનો ઉદાત્ત આશય જ તેને ભવિષ્યમાં સમતાની ઉચ્ચતર ભૂમિકા કેવી રીતે પ્રાપ્ત કરવાની, તેની આંતરસૂઝ બક્ષે છે. આ સૂઝ એટલે જ જ્ઞાનયોગ; જેની વિશેષ વાતો આગળના અધિકારમાં ગ્રંથકારશ્રી સ્વયં કરવાના છે.
ધીરતા, ઉદારતા અને નિર્મળ પ્રજ્ઞાને કારણે આવા સાધકો સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરે છે. જેના કારણે તેઓ પુણ્યાનુબંધી પુણ્યની વિશિષ્ટ સંપત્તિનું ઉપાર્જન કરે છે. પુણ્યથી પ્રાપ્ત થતાં યશ-કીર્તિ આદિને તેઓ ક્યારેય
Jain Education Interational
For Personal & Private Use Only
www ainelibrary.org