________________
શાસ્ત્રયોગનું ફળ મધ્યસ્થભાવ - ગાથા-૭૪
૧૬૯
માર્ગમાં પણ લાગુ પડે છે. શાસ્ત્રનો અભ્યાસ કરી સાધક શાસ્ત્રાનુસારે જેમ જેમ ચાલે છે તેમ તેમ સમતા, મધ્યસ્થતા, ક્ષમા, વૈરાગ્યાદિ ગુણોના માર્ગે તેની પ્રગતિ થાય છે.
તેથી આધ્યાત્મિક ક્ષેત્રે પણ સામાન્યત: એવું કહી શકાય કે શાસ્ત્રવિષયક જેનો જેવો પ્રયત્ન તેને તેવી ગુણ સમૃદ્ધિ કે આત્મિક શુદ્ધિ પ્રાપ્ત થાય, પરંતુ ક્યારેક આ ન્યાય બને ઠેકાણે નિષ્ફળ જતો હોય છે.
વ્યવહારની વાત કરીએ તો પહેલાંના જમાનામાં તેલ મેળવવા તલને એક મોટી ઘાણીમાં પીલવામાં આવતા. આ ઘાણીને ચલાવવા માટે તેને એક બળદ જોડાતો. તે બળદને ચક્કર ન આવે કે તેનું ધ્યાન બીજે કેન્દ્રિત ન થાય તે માટે તેની આંખો ઉપર પાટા બંધાતા. ઘાણી ચલાવતો આ બળદ બિચારો આખો દિવસ ચાલે તોપણ સાંજ પડે તે ત્યાંનો ત્યાં જ હોય, કારણ કે એની ગતિ નક્કી કરેલા એના એ જ માર્ગ ઉપર હોય છે, આમ છતાં આંખના પાટાના કારણે તે સમજી પણ શકતો નથી કે આટલું બધું ચાલ્યા પછી પણ હું ત્યાંનો ત્યાં જ છું.
આત્મિક ઉન્નતિ ઇચ્છતા સાધકો પણ ક્યારેક આવી જ પરિસ્થિતિમાં સપડાઈ જાય છે. “મેં માન્યું તે સાચું - મારો મત એકદમ યોગ્ય...' વગેરે પૂર્વગ્રહોથી કેટલાક સાધકોનાં પણ વિવેકરૂપી નેત્રો અવરાયેલાં હોય છે. પરિણામે તેઓ બીજાની માન્યતા કે મતને જોવા કે જાણવાની ક્ષમતા ગુમાવી બેસે છે. તેમની ભાવના જરૂર સારી હોય છે અને તેથી જ તેઓ આધ્યાત્મિક પ્રગતિમાં સહાયક બને તેવા ઉપાયો મેળવવા જ શાસ્ત્રો ભણે છે. તત્ત્વ પ્રાપ્ત કરવા કે અતીન્દ્રિય પદાર્થોને સમજવા વિદ્વાનો સાથે વાદ પણ કરે છે, છતાં શાસ્ત્રાભ્યાસનું કે વાદનું તત્ત્વપ્રાપ્તિરૂપ ફળ તેમના હાથમાં આવતું નથી. કારણ કે તેમના વાદનો માર્ગ-રીત એક જ પ્રકારે નિશ્ચિત થએલી હોય છે.
વાદનો સામાન્ય નિયમ એવો હોય છે કે, જ્યારે બન્ને પક્ષ સામસામે પોતાની વાત રજૂ કરે, તેને સિદ્ધ કરવા યોગ્ય તર્ક અને હેતુઓ આપે અને તે હેતુઓમાં જો ન્યાયશાસ્ત્રના નિયમ મુજબ કોઈ અસિદ્ધ કે અનેકાન્તિક આદિ દોષો ન આવતા હોય, તો નિશ્ચિતપણે તે વાદના નિષ્કર્ષરૂપે બન્ને પક્ષને તત્ત્વની પ્રાપ્તિ થવી જોઈએ; પરંતુ આવું ત્યારે જ શક્ય બને, જ્યારે પૂર્વગ્રહરૂપ બુદ્ધિનો અંધાપો દૂર થયો હોય અને માધ્યય્યપૂર્વક વાદ દ્વારા શાસ્ત્રના પદાર્થોને સમજવા મહેનત થતી હોય. જો માધ્યચ્ય ન હોય તો સતત છછ મહિના સુધી વાદ અને પ્રતિવાદની એટલે કે પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષની હારમાળાઓ ચાલે તોપણ તત્ત્વની પ્રાપ્તિ થતી નથી.
એક માત્ર મોક્ષની ઇચ્છા ધરાવતા સાધકો પણ અધ્યાત્મ વિના મોક્ષમાર્ગે આગળ વધી શકતા નથી. દુ:ખની વાત તો એ બને છે કે, બુદ્ધિના અંધાપાને કારણે મેં કોઈ તત્ત્વ પ્રાપ્ત કર્યું નથી, તેવું તેઓ જાણતાય નથી. શાસ્ત્રાભ્યાસમાં તેમની દેખીતી ઘણી ગતિ પણ વ્યર્થ ઠરે છે, તેથી ધ્યાનમાં રાખવું કે, માત્ર તર્કબદ્ધ (સ્ટટ્ટ) વાતોથી તત્ત્વનો બોધ પ્રાપ્ત થતો નથી. તે માટે તો માર્ગાનુસારી બુદ્ધિ, સર્વજ્ઞના વચનને અનુસરતી યુક્તિઓ અને વીતરાગ સર્વજ્ઞના વચન પ્રમાણે જ જીવન જીવવાનો અભિગમ જોઈએ. આથી જ આત્મિક સુખ ઇચ્છતા સાધકે માત્ર લુખ્ખો શાસ્ત્રાભ્યાસનો કે લુખ્ખી શાસ્ત્રચર્ચાનો આગ્રહ રાખવા કરતાં શાસ્ત્રાભ્યાસ અને શાસ્ત્રચર્ચાની સાથે માધ્યચ્યભાવ કેળવવા યોગમાર્ગમાં મહેનત કરવી જોઈએ. li૭૪ll.
Jain Education Interational
For Personal & Private Use Only
wwwinbrary.org