________________
શાસ્ત્રયોગનું ફળ મધ્યસ્થભાવ - ગાથા-૭૩
૧૩૭
હોવાને કારણે મિથ્યાષ્ટિઓ નવપૂર્વનો અભ્યાસ કરે તો પણ તેનાથી આત્મિક સુખ મેળવી શકતા નથી અને આત્મશુદ્ધિના લક્ષ્ય પૂર્વક માષતુષાદિ મુનિ માત્ર બે-ચાર પદના જ્ઞાનથી પણ આત્મિક શુદ્ધિ સાધી શક્યા અને ક્રમે કરીને છેક મોક્ષ સુધી પહોંચી શક્યા.
માષતષ મુનિ તો માત્ર એટલું જ સમજતા હતા કે, સદ્ગુરુનું વચન જ તત્ત્વપ્રાપ્તિનું પ્રબળ કારણ છે, માત્ર આટલા જ્ઞાનથી તેમણે પોતાનું જીવન ગુરુને ચરણે સમર્પિત કરી, તેઓના વચનાનુસાર જીવન જીવવાનું શરૂ કર્યું. ગુરુભગવંતે જોયું કે તેમનો ક્ષયોપશમ મંદ છે, તેથી માત્ર “મા રુપ મા તુષ' એવું એક નાનું પદ ગોખવા આપ્યું. અધ્યાત્મ પ્રાપ્ત કરવાની ઝંખનાવાળા માણતુષમુનિએ ગુરુવચનને તહત્તિ કરી ગોખવાનું ચાલું કર્યું. પરિણામે તેઓ તે પદના સૂક્ષ્મ ભાવોને સ્પર્શી શક્યા. આ એક પદના સહારે તેઓ જગતવર્તી તમામ પદાર્થો પ્રત્યે મધ્યસ્થભાવવાળા બન્યા. ક્રમે કરીને આ એક જ પદના જ્ઞાનથી તેઓએ ઘનઘાતી કર્મનો નાશ કર્યો અને આત્માના શુદ્ધ સ્વભાવભૂત કેવળજ્ઞાનને પ્રગટ કર્યું. આમ, તેમના માટે એક પદનું જ્ઞાન પણ પ્રકારૂપ બન્યું.
આનાથી વિપરીત, જેમની માધ્યશ્મ પામવાની ભાવના નથી, આત્મહિતની ઝંખના નથી, તેવા સાધકો કદાચ બે-ચાર નહીં પણ કરોડો શ્લોકપ્રમાણ શાસ્ત્રો ભણી જાય, વિશિષ્ટ વાદોમાં વિજય મેળવી લે કે લોકોમાં વિદ્વાન તરીકેનું બિરૂદ પ્રાપ્ત કરી લે, તોપણ તે શાસ્ત્રોથી તેમનું આત્મકલ્યાણ થઈ શકતું નથી.
ગ્રન્થકારશ્રીએ અન્યત્ર ત્યાં સુધી કહ્યું છે કે, નિર્વાણનું કારણ બને તેવા એકપણ વચનનું વારંવાર ભાવન કરાય તો એ જ્ઞાન ઉત્કૃષ્ટ છે. કેમ કે, એક માત્ર “કરેમિ ભંતે' સૂત્રનું ચિંતન કરતાં કરતાં અનંતા સિદ્ધ થયા છે, તેથી ઘણું ભણવાનો આગ્રહ રાખવા કરતાં થોડું પણ મધ્યસ્થભાવ પ્રગટાવે તેવું ભણવાનો આગ્રહ રાખવો જોઈએ. ભાવનાજ્ઞાન થોડું હોય તોપણ ઘણું છે અને જેનાથી આત્મા ભાવિત ન થાય તેવું ઘણાં પદોનું જ્ઞાન પણ પોપટપાઠ જેવું છે.
શાસ્ત્રનું કાર્ય આત્માની શુદ્ધિ અને ગુણની વૃદ્ધિ કરવાનું છે. માધ્યચ્ય હોય તો જ આવું શ્રેષ્ઠ કાર્ય સંપન્ન થાય છે. આથી જ મધ્યસ્થભાવપૂર્વકના શાસ્ત્રજ્ઞાનની કિંમત છે, બાકીના જ્ઞાનની ફૂટી કોડી જેટલી પણ કિંમત નથી, તે તદ્દન વ્યર્થ છે. આવું માત્ર જૈનદર્શન કહે છે તેમ નહિ, પરંતુ મહાત્મા પતંજલિ પણ એવું જ કહે છે. જે આ પછીના શ્લોકમાં જણાવેલ છે. ll૭૩/l.
1. निर्वाणपदमप्येकं, भाव्यते यन्मुहुर्मुहुः । तदेव ज्ञानमुत्कृष्टं, निर्बन्धो नास्ति भूयसा ।।
- જ્ઞાનસારે ||૧/૨TI
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org