________________
શાસ્ત્રયોગનું ફળ મધ્યસ્થભાવ - ગાથા-૭૨
૧૬૫
ધનવાનો મળેલી સામગ્રીને સાચવવામાં, ભોગવવામાં અને સંભાળવામાં પોતાનો કિંમતી સમય વેડફી, અનેક પ્રકારના આરંભ-સમારંભો કરી ઘણાં પાપકર્મો બાંધી, ભવભ્રમણ વધારે છે, આથી જ ધનવાન એવા મૂઢ જીવો માટે પુત્ર, સ્ત્રી આદિ સંસારનું કારણ હોઈ સંસાર જ છે.
એની જેમ સાધના ક્ષેત્રમાં આવેલા અને શાસ્ત્રાભ્યાસ કરનારા જીવોની પણ આવી જ સ્થિતિ હોય છે. તેમાંના કેટલાક જીવો વિચાર્યા વિના માત્ર શાસ્ત્ર ભણ્યા કરે છે. પરંતુ તેનાથી શું મેળવવાનું છે તે તેઓ જાણતા નથી. કેટલાક વળી શાસ્ત્ર ભણશું તો સામાને ચૂપ કરી શકશું, કોઈના પ્રશ્નનો યોગ્ય જવાબ આપી શકશું, વિદ્વાનોની સભામાં માન-સન્માન પ્રાપ્ત કરી શકશું, આમ વિચારી ધર્મગ્રંથોનું જ્ઞાન મેળવી પંડિત થાય છે. અનેક લોકોનાં માન, સન્માન મેળવે છે, પોતાના અભિમાનને પોષે છે; પરંતુ આ જ્ઞાન દ્વારા તેઓ આત્માભિમુખ બની શકતા નથી, આત્મિક સુખનો માર્ગ શોધી શકતા નથી, વિનયાદિ ગુણોની વૃદ્ધિ અને માનાદિ દોષોને ઘટાડી શકતા નથી. સરવાળે તેમનું આ શાસ્ત્રજ્ઞાન તેમના ભવભ્રમણને અટકાવવાને બદલે તેની વૃદ્ધિનું કારણ બને છે. આથી જ ગ્રંથકારશ્રી કહે છે કે, આત્મહિતના લક્ષ્ય વિનાના આવા પંડિતોનું શાસ્ત્રજ્ઞાન માધ્યશ્મ રહિત હોવાના કારણે કષાય પોષક બનીને સંસાર વર્ધક બનતું હોવાથી તેમના માટે તે પણ સંસાર જ છે.
જ્યારે બીજા કેટલાક જીવો આધ્યાત્મિક સુખ પામવા અને દુઃખકારક રાગાદિ દોષોને ટાળવાનો ઉપાય શોધવા સદ્ગુરુ ભગવંત પાસે બેસી વિનયપૂર્વક ધર્મશાસ્ત્રો ભણે છે, તેથી જેમ જેમ તેમના હૃદયમાં શાસ્ત્રવચનો પરિણામ પામતા જાય છે, તેમ તેમ તેમના રાગાદિ દોષો નબળા પડે છે, તેમનામાં સમતા, મધ્યસ્થતા જેવા ગુણો પ્રગટે છે અને નિત નવી સંવેગ અને નિર્વેદ વર્ધક સુખદ સંવેદનાઓ જાગે છે. આવી સંવેદનાઓની અનુભૂતિ તે જ આત્મિક આનંદ છે. આવા સાધકો માટે જ ભવનિતારક શાસ્ત્રજ્ઞાન વાસ્તવમાં ભવભ્રમણનો અંત કરનારું બની જાય છે.
પૂર્વની ગાથામાં જણાવ્યું હતું કે માધ્યથ્ય જ શાસ્ત્રાર્થ છે અને આ ગાથામાં માધ્યથ્યને જ શાસ્ત્રાર્થ ન કહેતાં અધ્યાત્મ વિનાનું શાસ્ત્રજ્ઞાન નકામું છે એવું કહી અધ્યાત્મને શાસ્ત્રાર્થ કેમ કહ્યો ? તેનો ઉત્તર એ છે કે, માધ્યચ્ય અને અધ્યાત્મ અપેક્ષાએ જુદા નથી, બન્ને એક જ છે. કારણ કે, રાગાદિ મલિન ભાવોથી પર રહેવું તે જેમ માધ્યચ્યું છે, તેમ રાગાદિ મલિન ભાવોથી દૂર રહી, આત્મભાવમાં જવા યત્ન કરવો તે અધ્યાત્મ છે. (આત્માની શુદ્ધિ છે). આમ અધ્યાત્મ કે માધ્યસ્થ બન્ને ભાવો રાગાદિ વગરના આત્મિક પરિણામો છે, તેથી અપેક્ષાએ બને એક જ છે. “આથી જ કહ્યું છે કે ઉચ્ચકોટિનો મધ્યસ્થભાવ કે પરમ ઉપેક્ષાનોના પરિણામ એ જ પરમ અધ્યાત્મ છે. આ અપેક્ષાને લક્ષ્યમાં રાખી પૂર્વની ગાથામાં કહ્યું કે શાસ્ત્રનું ઐદંપર્ય માધ્યચ્યું છે અને અહીં જણાવ્યું કે શાસ્ત્ર ભણીને અધ્યાત્મ ન પમાય અર્થાત્ પરમ શુદ્ધ આત્મતત્ત્વને અભિમુખ ન થવાય તો તે શાસ્ત્રજ્ઞાન પણ સંસાર જ છે, આ બન્ને વાત સરખી જ છે. આ૭૨
1. જુઓ ગાથા નં. ૩ પાના નં. ૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org