________________
૧૬૪
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
અવતરણિકા :
માધ્યશ્મ જ શાસ્ત્રાર્થ છે તે જણાવી હવે માધ્યશ્મ વિનાનું શાસ્ત્રજ્ઞાન પણ કેવું છે, તે જણાવે છેશ્લોક :
पुत्रदारादि संसारो, धनिनां मूढचेतसाम् ।
पण्डितानां तु संसारः, शास्त्रमध्यात्मवर्जितम् ॥७२ || શબ્દાર્થ :
9/ર. (યથા) મૂઢતામ્ ઘનિનાં - (જેમ) મૂઢ ચિત્તવાળા ધનવાનને રૂ/૪. પુત્રવરદ્રિ સંસાર - પુત્ર, સ્ત્રી આદિ સંસાર છે ૧/૬. (તથા) 7 પબ્લિતાનાં - (તમ) વળી પંડિતોને ૭/૮. અધ્યાત્મર્ગતમ્ શાસ્ત્રમ્ - અધ્યાત્મ વિનાનું શાસ્ત્ર(જ્ઞાન) . સંસાર: - સંસાર છે. શ્લોકાર્થ :
જેમ મૂઢચિત્તવાળા ધનવાનને પુત્ર, સ્ત્રી આદિ સંસાર છે તેમ વળી પંડિતોને અધ્યાત્મ વિનાનું શાસ્ત્રજ્ઞાન સંસાર છે. ભાવાર્થ :
વિવેક વિનાના અજ્ઞાની ધનવાન વ્યક્તિઓ માટે પુત્ર, સ્ત્રી આદિ બાહ્ય સર્વ સામગ્રીઓ સંસાર વૃદ્ધિનું કારણ બને છે, તેથી તે સર્વ જેમ તેમના માટે સંસાર જ છે. તેમ મધ્યસ્થભાવરૂપ અધ્યાત્મ વિનાના જીવો માટે શાસ્ત્રનું જ્ઞાન પણ સંસારનું કારણ બનતું હોવાથી સંસાર જ છે. વિશેષાર્થ :
આ જગતમાં બુદ્ધિમાન ગણાય એવા પણ ઘણા જીવો પોતાની બુદ્ધિનો ઉપયોગ માત્ર ઇન્દ્રિયગમ્ય પદાર્થોને જાણવા કે અનુભવવા પૂરતો જ કરે છે. આથી દુનિયાના રૂપી પદાર્થોનું વિશ્લેષણ કરવામાં તેઓ પોતાની બુદ્ધિ દોડાવે છે પરંતુ ઇન્દ્રિયાતીત એવા આત્મા આદિ પદાર્થોની વિચારણા માટે તેઓ ક્યારેય પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતા નથી. સામાન્ય લોક આવા જીવોને કદાચ બુદ્ધિશાળી માને; પરંતુ તત્ત્વદૃષ્ટિથી તો તેઓ પણ મૂઢચિત્તવાળા એટલે અવિચારક જ છે.
આવા મૂઢ જીવો સાર-અસાર, હેય-ઉપાદેયનો વિવેક કરી શકતા નથી. તેથી પુણ્યયોગે તેમને પ્રાપ્ત થયેલી સંપત્તિ, પુત્ર, પરિવાર આદિને તેઓ સુખનું કારણ માને છે, તેમાં અત્યંત આસક્ત બની જાય છે. તેઓની સાર-સંભાળ કરવામાં આ બિચારા અવિચારક જીવો આરંભ-સમારંભ કરી, અનેક કર્મો બાંધી દીર્ઘકાળ સુધી સંસારમાં ભમે છે.
અવિચારક જીવોમાં જે વળી ધનવાન હોય છે, તેમને પુણ્યયોગે ઘણી સામગ્રીઓ મળી હોય છે, તેથી તે ધારે તો તે સામગ્રી અને પુણ્યના સહારે આધ્યાત્મિક ક્ષેત્રે પણ આગળ વધી શકે, પરંતુ વિવેક વિહિન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org