________________
અન્યદર્શનોમાં સ્યાદ્વાદ – ગાથા-પર
૧૨૭
અવતરણિકા :
સર્વ આસ્તિક દર્શનો સ્યાદ્વાદને સ્વીકારે છે તેવું જણાવ્યા પછી હવે ગ્રન્થકારશ્રી ચાર્વાકનામના નાસ્તિક દર્શન સંબંધી વક્તવ્ય કરે છે
શ્લોક :
विमतिः सम्मतिपि, चार्वाकस्य न मृग्यते । परलोकात्ममोक्षेषु', यस्य मुह्यति शेमुषी ॥५२ |
શબ્દાર્થ :
ધથી, અને તમારા
૧/૨. મુવી - જેની બુદ્ધિ રૂ. પુરોહાત્મમોક્ષેપુ - પરલોક, આત્મા, મોક્ષના વિષયમાં ૪. મુસ્થતિ - મોહ પામે છે = મુંઝાય છે છે. વાર્તાહર્યું. (ત) ચાર્વાકની ૬. વિતઃ - અસમ્મતિ ૭, સતિ: વા પિ - કે સમ્મતિ પણ ૮/. ન 5થતે - વિચારાતી નથી. શ્લોકાર્થ :
ચાર્વાકની બુદ્ધિ પરલોક, આત્મા, મોક્ષ આદિ વિષયોને સમજવામાં કે સ્વીકારવામાં મુંઝવણ અનુભવે છે તેથી તેને સ્યાદ્વાદ સંમત છે કે નહીં, તે વિચારતું નથી. ભાવાર્થ :
ચાર્વાક, નાસ્તિક દર્શન છે. તે અદૃષ્ટ એવા આત્મા, પુણ્ય, પાપ, પરલોક, મોક્ષ આદિ પદાર્થોને માનતો નથી, માત્ર પ્રત્યક્ષને માને છે. તે કહે છે “ઇહલોક મીઠા-પરલોક કોણે દીઠા'. આવા નાસ્તિકો સ્યાદ્વાદ માને છે કે નહીં તેને વિચારવાની જરૂર જ નથી. કેમ કે, સ્યાદ્વાદનો સિદ્ધાંત આત્મકલ્યાણ માટે છે. જેને આત્મ કલ્યાણની કામના નથી તે આ સિદ્ધાંત માને છે કે નહીં, તેનાથી આપણને શું મતલબ છે. વિશેષાર્થ :
શસ્ત્રાધારે જેને આત્મા આદિ અતીન્દ્રિય પદાર્થોનો બોધ કરી આત્મકલ્યાણ કરવાની ભાવના હોય તેના માટે શાસ્ત્રની પરીક્ષા કરવી જરૂરી છે. ચાર્વાક દર્શન તો નાસ્તિક દર્શન છે. તે દૃશ્યમાન એવા શરીર આદિને જ માને છે, અદશ્ય એવા આત્માદિ તત્ત્વને તે માનતો જ નથી. તે કહે છે કે, આ જગતમાં સ્ત્રી, સંપત્તિ, બાગ, બગીચા, જેવા મોજ મજા કરવાનાં જે અનેક સાધનો મળ્યાં છે તેને ભોગવી લો, સારું ખાઈ-પી-જોઈ મજા માણી લો. દશ્યમાન એવાં આ સુંદર સુખોનો ત્યાગ કરી, નહિ દેખાતા એવા આત્મા, પુણ્ય કે પરલોક માટે પ્રયત્ન કરવો નિરર્થક છે. મળેલાને ભોગવી લેવું તે બુદ્ધિમત્તા છે અને નહિ મળેલા સુખ માટે મહેનત કરવી તે મૂર્ખતા છે.
આત્માદિને નહિ માનતો ચાર્વાક અનેકાન્ત-સ્યાદ્વાદને સ્વીકારે છે કે નહિ તે વિચારવાની જરૂર શું છે ? કેમ કે સ્યાદ્વાદનો સિદ્ધાંત જગતને યથાર્થરૂપે જોઈ, આત્મકલ્યાણ કરવા માટે છે. વસ્તુના સત્ય સ્વરૂપને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org