________________
એકાન્તમતમાં હિંસાદિ અસંગત - ગાથા-પ૪
૧૩૩
કેવી રીતે કહી શકાય. આમ સાંખ્ય મત પ્રમાણે તો કોઈ પુરુષ જ્યારે કોઈ પ્રવૃત્તિ જ કરતો નથી તો કોઈ હિંસાની પ્રવૃત્તિ કરે છે અને કોઈની હિંસા થાય છે એવું કહેવાય જ શી રીતે ? તેથી કોઈ પુરુષ કોઈની હિંસા કરતો નથી. તેનાથી કોઈ મરે છે તેમ માનીએ તો પણ મરનાર જીવમાં દુ:ખ ઉત્પન્ન થતું નથી. આથી જ સાંખ્ય મતે પણ હિંસા ઘટશે નહીં.
નૈયાયિકો જે મન-સંયોગના નાશને હિંસા કહે છે તેમાં હિંસકનો કોઈ વ્યાપાર જણાતો નથી માટે તે યોગ્ય જણાતી નથી. વળી, “આદિ' પદથી બુદ્ધિમાં દુ:ખની ઉત્પત્તિરૂપ હિંસા જે સાંખ્ય પ્રતિપાદિત કરે છે, તે પણ એક ઉપચારમાત્ર છે પણ વાસ્તવિક નથી. હકીકતમાં આત્માને એકાન્ત નિત્ય માનવામાં આવે તો કોઈ હિંસા કરે છે કે કોઈ જીવની હિંસા થાય છે એવું કહેવાય જ નહીં. કેમ કે ‘હિંસા” શબ્દ નાશનો પર્યાયવાચી શબ્દ છે અને જે એકાન્ત નિત્ય હોય તેનો નાશ સંભવે નહીં.
હકીકતમાં કોઈની હિંસા થાય ત્યારે આત્માનો શરીર સાથે વિયોગ થાય છે, તેથી કોઈક એક દેહના સંયોગવાળો આત્માનો પર્યાય નાશ પામે છે અને એક નવો પર્યાય ઉત્પન્ન થાય છે. આ રીતે અન્ય વ્યક્તિ જ્યારે આત્માના મનુષ્ય આદિ પર્યાયોનો નાશ કરે ત્યારે તેને હિંસા કરી તેમ કહેવાય અને તે રીતે જ હિંસા પદાર્થ ઘટે; પરંતુ આત્માને એકાન્ત નિત્ય માની તેના પર્યાયના પણ નાશનો અભાવ માનવાથી તો નૈયાયિક આદિના મતમાં સેંકડો બીજી કલ્પનાઓ કરવાથી પણ હિંસા પદાર્થ ઘટી શકતો નથી.
આમ, આત્માને એકાન્ત નિત્ય માનનાર સાંખ્ય કે નૈયાયિક બન્નેના મનમાં હિંસાને કેવી રીતે ઘટાવવી, તે સંબંધી પ્રશ્નો ઊભા જ રહે છે. જ્યારે જૈનદર્શન અનેકાન્તવાદની દષ્ટિથી આત્માને જુએ છે, તેથી તે દ્રવ્યની અપેક્ષાએ આત્માને નિત્ય અને પર્યાયની અપેક્ષાએ આત્માને અનિત્ય માને છે. પર્યાયો સતત પલટાયા કરે છે, તોપણ મનુષ્ય આદિ પર્યાયો ભવપર્યત રહે છે. દીર્ઘકાળ ટકનારા આ મનુષ્યત્વ વગેરે પર્યાયોના નાશને જૈનદર્શન મૃત્યુ તરીકે સ્વીકારે છે. આયુષ્યકર્મ પુરું થતાં કોઈ સ્વયં મૃત્યુ પામે તો તેમાં કોઈને હિંસક કહેવાતો નથી, પરંતુ આ મૃત્યુ જો કોઈ વ્યક્તિના નિમિત્તે કે તેની કોઈ પ્રવૃત્તિથી થાય તો તે વ્યક્તિને હિંસક કહેવાય છે. આવી હિંસા અન્યના દુ:ખનું કારણ હોય છે, તેથી મુમુક્ષુઓએ તેને અત્યંત પ્રયત્નપૂર્વક ટાળવી જોઈએ. આ રીતે જે અહિંસાધર્મનું પાલન થાય છે, તે જ મોક્ષનો ઉપાય છે.
આમ, અનેકાન્તનો સ્વીકાર ન કરવાથી હિંસા-અહિંસા ઘટતાં નથી અને અનેકાન્તનો સ્વીકાર કરવાથી હિંસા પણ ઘટી શકે છે અને અનુક્રમે અહિંસા, મોક્ષ વગેરે પણ ઘટી શકે છે. તેથી અનેકાન્ત શાસ્ત્રો તાપશુદ્ધિમાં ઊતીર્ણ થતાં હોવાથી તાપશુદ્ધ કહેવાય છે. જ્યારે એકાન્ત શાસ્ત્ર તાપશુદ્ધમાં પાર પડી શકતાં નથી તેથી તે તાપશદ્ધ કહેવાય નહિ. આમ, અનેકાન્ત શાસ્ત્રના આધારે જ અતીન્દ્રિય પદાર્થોમાં પ્રવૃત્તિ કરવી એ હિતકર હોવાથી યોગ્ય છે. પ૪.
3. નિત્યમ્ = ધ્વંસાપ્રતિયોnિત્વમ્
- સાદરદસ્ય |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org