________________
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર મારું' તેવો સંક્લેશભાવ હોય છે. જ્યારે બુદ્ઘ મૃત્યુ પામે ત્યારપછી તેમની પણ વિજાતીયસંતતિરૂપ ઉત્તરક્ષણ પેદા થાય છે, પરંતુ તેની પૂર્વ ક્ષણમાં એટલે કે જીવનની છેલ્લી ક્ષણમાં ‘હું આને મારું' તેવો સંક્લેશભાવ વર્તતો નથી. આના આધારે એમ કહી શકાય કે શિકારી હિંસક છે, કેમ કે તેનામાં સંક્લેશ છે અને બુદ્ધ હિંસક નથી, કેમ કે તેમનામાં સંક્લેશ નથી.
૧૪૦
બૌદ્ધની આવી માન્યતાના આધારે એવું નક્કી કરી શકાય કે, ‘તેમના મતે માત્ર વિસભાગસંતતિવાળું ક્ષણોનું આનન્તર્ય હિંસાનું નિયામક નથી, પરંતુ સંક્લેશ સહિત (વિશિષ્ટ) વિસભાગસંતતિવાળું ક્ષણોનું આનન્તર્ય હિંસાનું નિયામક છે. તેથી શિકારી હિંસક કહેવાય પણ બુદ્ઘ હિંસક ન કહેવાય.'
આની સામે ગ્રંથકારશ્રી કહે છે કે, સંક્લેશના કા૨ણે શિકારી અને બુદ્ધમાં ભેદ સ્વીકારવામાં આવે તો આ પૂર્વે બૌદ્ધોએ જે જણાવ્યું તે ક્ષણોનું આનન્તર્ય નિષ્પ્રયોજન ઠરશે. નૈયાયિકની ભાષામાં કહીએ તો જો સંક્લેશને ભેદક માનવામાં આવે તો આનન્તર્ય અન્યથાસિદ્ધ થઈ જશે એટલે કે, સંક્લિષ્ટતાથી જ જો હિંસક અને અહિંસકનો ભેદ પુરવાર થઈ જાય છે માટે આનન્તર્યની કોઈ જરૂ૨ ૨હેતી નથી તેથી કારણત્વેન આનન્તર્ય અસિદ્ધ થઈ જાય છે. આ આનન્તર્યને કારણ તરીકે સ્વીકારવાની કોઈ જરૂરીયાત નહિ રહે.
હવે જો આનન્તય વ્યર્થ ઠરે તો કોઈ બે વ્યક્તિ અન્યને મારવાના પરિણામરૂપ સંક્લેશવાળી બને. તેમાંથી એક વ્યક્તિ હિંસા કરી શકે (વિસભાગસંતતિરૂપ આનન્તર્ય પેદા કરી શકે) અને બીજી વ્યક્તિ સામગ્રી અને સંયોગ ન મળવાથી હિંસા ન કરી શકે. આમ છતાં જ્યારે સંક્લેશને જ હિંસાનું નિયામક માનવામાં આવે તો બન્નેય એક સરખા હિંસક ન હોવા છતાં બન્નેને એક સરખા હિંસક માનવા પડે, તેથી નિયમ એવો થયો કે વિસભાગસંતતિરૂપ આનન્તર્ય પેદા થાય કે ન થાય તોપણ સંક્લેશવાળી બન્ને વ્યક્તિઓને હિંસક માનવી પડે, તેથી શિકારી અને બુદ્ધના દૃષ્ટાંતની જેમ અન્યત્ર પણ સંક્લેશ જ હિંસાનો નિયામક બની જાય છે, પછી હિંસા થઈ કે ન થઈ, તેનો નિર્ણય ક૨વામાં વિસભાગસંતતિરૂપ આનન્તર્ય કોઈ ભાગ ભજવતું નથી તે નિષ્પ્રયોજન બની જાય છે.
તદુપરાંત હિંસાનો નિર્ણય ક૨વામાં માત્ર સંક્લેશ જ નિયામક બને અને વિસભાગસંતતિરૂપ આનન્તર્ય વ્યર્થ મનાય તો, શાસ્ત્રમાં અને લોકવ્યવહારમાં પણ જે મન, વચન, કાયાના યોગથી તથા કરવા, કરાવવા, અનુમોદવાના સ્વરૂપથી હિંસા કે અહિંસાની ક્રિયાના ભેદો (પ્રકારો) જણાવ્યા છે, તે ભેદો પણ ઘટી શક્શે નહીં.
આમ, જે લોકો આત્માને એકાન્તે અનિત્ય માને છે, ક્ષણમાત્ર અસ્તિત્વ ધરાવનાર માને છે, તેઓ જુદી જુદી અનેક દલીલો કરી પોતાના મતે પણ હિંસા-અહિંસાદિ ઘટી શકે છે, તેવું સિદ્ધ કરવાની મહેનત કરે છે; પરંતુ તેમના મતમાં હિંસાદિ ઘટી શકતાં નથી. જે સિદ્ધાંતને સ્વીકારવાથી હિંસા-અહિંસા જ ન ઘટી શકે તેવા અસત્ સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર શાસ્ત્રના આધારે અતીન્દ્રિય માર્ગે પ્રવૃત્તિ પણ કેવી રીતે કરી શકાય ?
આ સંદર્ભમાં એટલું નોંધમાં લેવું કે, જૈનદર્શન પણ સંક્લેશને હિંસા માને છે, પરંતુ તે એકાન્તે સંક્લેશથી જ હિંસા થાય છે એવું નથી માનતું. નિશ્ચયનયથી તે સંક્લેશને હિંસા માને છે તો વ્યવહારનયથી તે મનવચન-કાયાના યોગોથી ક૨ણ-કરાવણ-અનુમોદનરૂપ પ્રવૃત્તિઓને પણ હિંસા તરીકે સ્વીકારે છે. માટે જ શ્રી તત્ત્વાર્થસૂત્રમાં પ્રમત્તયોમાત્' પ્રાળવ્યપરોપળ હિંસા । એવું સૂત્ર આપવામાં આવ્યું છે. ૫૮-૫૯॥
1. આ વાક્યને વિશેષથી સમજવા ગાથા નં. ૩૬ની ફુટ નોટ નં. ૧ જોવી પાના નં. ૯૭૨૯૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org