________________
૧૬૦
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર તમારા ભેદ વગર મધ્યસ્થભાવે તેઓ સત્ય શું છે તે વિચારી, સત્યનો સ્વીકાર અને અસત્યનો અદ્વેષભાવે ત્યાગ પણ કરી શકે છે.
નિર્મળદષ્ટિવાળા આવા મહાત્માઓ જ્યારે અન્યદર્શનનાં શાસ્ત્રનો અભ્યાસ કરે છે, ત્યારે પણ સ્યાદ્વાદનો સહારો લે છે, તેથી તેમને સમજાય છે કે, અન્ય દર્શનકારો પણ મોક્ષને માને છે. તેઓ પણ મોક્ષ મેળવવા માટે જ સર્વ પ્રકારનો ધર્મ કરવાનો ઉપદેશ આપે છે. સંસારના સર્વભાવો તથા વિષયકષાયો મોક્ષમાં બાધક હોવાથી તેનો ત્યાગ કરવા જણાવે છે. ક્ષમાદિ ગુણો મોક્ષસાધક હોવાથી તેને અપનાવવા પ્રેરણા કરે છે. આમ મોક્ષના ઉદ્દેશથી જૈન દર્શન અને અન્યદર્શન સમાન છે આવું તેઓ જોઈ શકે છે. ભાવનાજ્ઞાનપૂર્વક અનેકાન્ત શાસ્ત્રના અભ્યાસથી જેના હૈયામાં શ્રેષ્ઠ કોટિનો મધ્યસ્થભાવ પ્રગટ્યો હોય તેનામાં જ આવી દૃષ્ટિ આવે છે.
તેથી જ ગ્રંથકારશ્રી કહે છે કે, અનેકાન્ત શાસ્ત્ર ભણી, જેઓ આ રીતે ગુણ-દોષનો વિવેક કરી, ગુણને પ્રાધાન્ય આપી શકે; પોતાના કરતાં જુદી માન્યતા ધરાવનાર પ્રત્યે દ્વેષ, અણગમો કે તિરસ્કારની વૃત્તિ ન રાખે અને તેમનામાં પણ જેટલું સારું અને સાધનામાં સહાયક દેખાય તેના પ્રત્યે અહોભાવ અને આદરભાવ દર્શાવી શકે, તે જ વાસ્તવમાં શાસ્ત્રવેત્તા કહેવાય. આવી વ્યક્તિ માટે જ કહી શકાય કે, તે અનેકાન્ત શાસ્ત્રવેત્તા છે, જાણકાર છે. કેમ કે, શાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ ઉદારતા, સમતા, મધ્યસ્થતા આદિ ગુણોને વિકસાવવાનો છે. જો તે ઉદ્દેશ સરતો હોય તો શાસ્ત્રવેદી છે તેમ કહેવાય અને જો તે ઉદ્દેશ સરતો ન હોય તો કહેવું પડે કે તેઓ શાસ્ત્રને સમજ્યા જ નથી. બાહ્યથી શાસ્ત્ર ભણેલા કદાચ પંડિત બની જાય છે, પણ તેઓમાં અનેકાન્તદૃષ્ટિનો ઉઘાડ ન થયો હોવાના કારણે તેઓ અન્ય દર્શનનાં સારાં અને નરસાં એમ બન્ને પાસાં જોઈ શકતા નથી. તેઓને અન્યદર્શન પણ મોક્ષને માને છે એવું દેખાતું નથી; પરંતુ તે એકાત્તિક કથન કરે છે માટે સંપૂર્ણપણે ખોટા લાગે છે. આ રીતે અન્યના માત્ર દોષ જ જેને દેખાય છે અને એમાં રહેલા ગુણ જેને દેખાતા જ નથી, તે શાસ્ત્રવેત્તા ન જ કહેવાય. li૭૮ll અવતરણિકા :
ભાવનાજ્ઞાનસંપન્ન જ શાસ્ત્રને સાચા અર્થમાં જાણી શકે છે તે બતાવી, હવે શાસ્ત્રાર્થ શું છે, તે જણાવે છેશ્લોક :
माध्यस्थ्यमेव शास्त्रार्थो, येन तच्चारु सिध्यति ।
स एवं धर्मवादः स्यादन्यद बालिशवल्गनम् ॥७१|| શબ્દાર્થ :
૨. મધ્યપ્શમેવ - માધ્યચ્ય જ ૨. શાસ્ત્રાર્થ: - શાસ્ત્રનો (સાચો) અર્થ છે, તાત્પર્યાર્થ છે. રૂ/૪/૬. યેન તત્ વીરુ - જેના વડે તે = માધ્ય સારી રીતે ૬. સિધ્ધતિ - સિદ્ધ થાય છે ૭/૮/૧/૨૦. સાવ થવા થાત્ - તે જ (વાદ) ધર્મવાદ થાય - કહેવાય, ૨૨/૨૨. અન્યત્ વઢિશવાનન્ - બીજા (વાદો તો) મૂર્ખની કૂદાકૂદ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org