________________
શાસ્ત્રયોગનું ફળ મધ્યસ્થભાવ - ગાથા-૭૦
શાસ્ત્રયોગનું ફળ મધ્યસ્થભાવ
ગાથા-૭૦ થી ૭૭
અવતરણિકા :
સાચો શાસ્ત્રવેદી કોને કહેવાય તે જણાવે છે
શ્લોક :
तेन' स्याद्वादमालम्ब्य' सर्वदर्शनतुल्यताम् । मोक्षोद्देशाविशेषेण, यः पश्यति स शास्त्रवित् ॥७०॥
નોંધ : અહીં ‘મોક્ષોદ્દેશ દિશેષેળ' એવો પણ પાઠ મળે છે.
શબ્દાર્થ :
9. તેન - તેના દ્વારા = ભાવનાજ્ઞાન દ્વારા ૨/૩. સ્યાદ્વાવમાલમ્બ ય: - સ્યાદ્વાદનો સહારો લઈ જે ૪. મોક્ષોદ્દેશવિશેષેળ - મોક્ષના ઉદ્દેશથી સમાનરૂપે . સર્વવર્શનતુલ્યતામ્ - સર્વદર્શનની તુલ્યતાને ૬. પશ્યતિ - જુએ છે ૭/૮. સ શાસ્ત્રવિત્ - તે (જ યથાર્થ રીતે) શાસ્ત્રને જાણનારો છે.
શ્લોકાર્થ :
૧૫૯
ભાવનાજ્ઞાન દ્વારા સ્યાદ્વાદનું આલંબન લઈને ‘સર્વદર્શનોમાં મોક્ષનો ઉદ્દેશ સમાન છે’ એ રૂપે જે સર્વદર્શનની તુલ્યતાને જોઈ શકે છે, તે જ સાચો શાસ્ત્રવેત્તા છે તેમ કહેવાય.
ભાવાર્થ :
Jain Education International
અનેકાન્ત શાસ્ત્રોનો અભ્યાસુ સાધક ભાવનાજ્ઞાન દ્વારા સર્વત્ર સ્યાદ્વાદની દૃષ્ટિ અપનાવે છે, તેથી તેઓ જ્યારે સર્વ દર્શનોને જુએ છે ત્યારે તેઓને સમજાય છે કે, ‘આસ્તિક સર્વ ધર્મો મોક્ષને માને છે. મોક્ષ માટે જ દયા-દાનાદિ ધર્મ કરવાનો ઉપદેશ આપે છે, તેથી સર્વધર્મોનું લક્ષ્ય એક જ છે', આ રીતે ‘સર્વદર્શનોમાં મોક્ષનો ઉદ્દેશ સમાન છે’ તે જોઈ જે મધ્યસ્થભાવે સર્વદર્શનોની તુલ્યતાને જોઈ શકે છે, તેને જ સ્યાદ્વાદ સિદ્ધાંતને જાણનારો સાચો શાસ્ત્રવેત્તા કહેવાય.
વિશેષાર્થ :
ભાવનાજ્ઞાનના કારણે અનેકાન્તશાસ્ત્ર જેમ જેમ હૈયામાં પરિણામ પામે છે; તેમ તેમ રાગ-દ્વેષ આદિનાં ધંધો ઓગળતા જાય છે. પરિણામે એક શ્રેષ્ઠ કોટિનો મધ્યસ્થભાવ પ્રગટ થાય છે. આ રીતે જેના હૈયામાં માધ્યસ્થ્ય પ્રગટ થયું હોય, તેને જ શાસ્ત્રનો સાચો જાણકાર શાસ્ત્રવિત્ કહેવાય.
અનેકાન્ત શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય અને ભાવના જ્ઞાનના કારણે જેને અનેકાન્ત યથાર્થ રીતે પરિણમ્યો હોય તે મહાત્માઓ સર્વત્ર સ્યાદ્વાદનો આશ્રય લે છે. તેઓની સામે કોઈ પદાર્થ, પ્રસંગ, કે સ્વ-૫૨ સિદ્ધાંતના કોઈ વચન આવે ત્યારે તેઓ સ્યાદ્વાદની દૃષ્ટિ અપનાવે છે, તેથી કોઈપણ પ્રકારના કદાગ્રહ વગર કે મારા
For Personal & Private Use Only
www.jainelibrary.org