________________
શ્રુત-ચિંતા-ભાવનાજ્ઞાન - ગાથા-૬૯
૧૫૭
તાત્પર્ય સાધકને મોક્ષના નિર્વિકલ્પ અને નિર્દન્દ્ર સુખ સુધી પહોંચાડવાનું છે, આથી જ પરમાત્માની પ્રત્યેક આજ્ઞામાં સમતા, નિ:સંગતા, નિર્વિકલ્પ ચિત્તવૃત્તિ આદિ જે જે મોક્ષના ઉપાયો છે તેને આત્મસાત્ કરવાની ચાવી સમાયેલી છે. ભાવનાજ્ઞાનસંપન્ન મહાત્માઓ પ્રભુની નાની મોટી પ્રત્યેક આજ્ઞામાં આ તત્ત્વને જોઈ શકે છે, તેથી જ તેમને તત્ત્વદર્શી કહ્યા છે.
ભાવનાજ્ઞાન સંપન્ન મહાત્માઓ જેમ તત્ત્વને જોનારા છે, તેમ અતિ ગંભીર અને વિશાળ હૃદયવાળા પણ છે. જીવત્વની દૃષ્ટિએ જગતના સર્વજીવોને તેઓ સમાન જુએ છે, માત્મવત્ સર્વભૂતેષુ ની ભાવના તેમના રગેરગમાં વ્યાપેલી હોય છે, તેથી “સ્વમતવાળા મારા કે પરમતવાળા પરાયા' આવી તુચ્છવૃત્તિ ક્યારેય તેમના અંતરમાં પ્રગટતી નથી. તેઓ તો વસુધૈવ કુટુqમ્ જેવી ઉત્તમ મનોદશાને ધરનારા હોય છે. આ ભાવનાને અનુરૂપ પ્રજ્ઞા પણ તેમને મળી હોય છે, તેથી કયા જીવોનું કઈ રીતે કલ્યાણ થશે, તેઓ કઈ રીતે સન્માર્ગે વળી શકશે, ઉત્તરોત્તર આત્મકલ્યાણ કરતાં તેઓ સમતાની પરમોચ્ચ ભૂમિકાને કઈ રીતે સર કરી શકશે; આ સર્વ બાબતોને તેઓ ઊંડાણથી વિચારી શકે છે, તેથી ચારા સાથે સંજીવની ચરાવનાર સ્ત્રીના દૃષ્ટાંતનીજેમ તેઓ સર્વત્ર હિતકારી પ્રવૃત્તિ કરતા હોય છે, તેથી અન્યમતમાં રહેલા અપુનબંધક આદિ જીવો હોય કે સ્વમતની ક્રિયાઓ કરતા શ્રાવકો હોય, આ મહાત્માઓ ઉપદેશની જુદી જુદી પદ્ધતી અપનાવી દરેકને તારવા માટે ઉદ્યમશીલ હોય છે.
ભાવનાજ્ઞાનસંપન્ન મહાત્માઓ અન્યમતમાં રહેલા અપુનબંધકની કક્ષા સુધી પહોંચેલા જીવોને તેના મતથી ઉભગાવવાની વાતો (વિક્ષેપણી કથાઓ) કરતાં નથી કે મહાદેવ અથવા બુદ્ધને ન મનાય તેવું કહીને તે તે દેવો પ્રત્યેની આસ્થા તોડવાનું કામ પણ કરતા નથી, પરંતુ મહાદેવ કે બુદ્ધને જ નમસ્કાર કરનારને સર્વજ્ઞ સુધી પહોંચાડવા ‘સર્વાન રેવન નમન્નિ' જેવા વાક્યો કહી આવા જીવોને કે જે માત્ર મહાદેવ કે બુદ્ધને જ નમસ્કાર
1, સ્વસ્તિમતિ નામની એક નગરી હતી. ત્યાં પરસ્પર ગાઢ મિત્રતા ધરાવનારી બે કન્યાઓ રહેતી હતી. સમય જતાં બન્નેનાં
લગ્ન થયાં અને બન્ને જુદા જુદા નગરમાં રહેવા લાગી. ઘણા વખત પછી બન્ને સખીઓ એકબીજાને મળી ત્યારે પોતપોતાના સુખદુ:ખની વાતો કરવા લાગી. એકે કહ્યું કે હું બહુ દુ:ખી છું. કેમ કે મારો પતિ મને આધીન નથી. ત્યારે તેની સખીએ કહ્યું કે તું ચિંતા ન કર, હું તને એક ઔષધિ આપીશ, તેના પ્રભાવથી તારો પતિ તને વશ બની જશે. ઔષધિ આપીને સખી તો તેના ગામ જતી રહી. આ બાજુ પેલી સ્ત્રીએ જ્યારે આ ઔષધિ પોતાના પતિને ખવડાવી ત્યારે તે ઔષધિના પ્રભાવે તેનો પતિ બળદ બની ગયો. આ જોઈ તે ખૂબ ચિંતાતુર બની ગઈ. - હવે આ સ્ત્રી પોતાના બળદ બનેલા પતિને વનમાં લઈ જઈ ચારો ચરાવે છે, પાણી પીવડાવે છે અને સતત પોતાના પતિની સેવા કરે છે. એક વખત આ સ્ત્રી પોતાના પતિ બળદને એક વડની નીચે ચારો ચરાવતી હતી. ત્યાં તે જ વડ ઉપર વિદ્યાધર યુગલ આવીને બેઠું. વિદ્યાધરે પેલા બળદને જોઈને પોતાની સ્ત્રીને કહ્યું કે આ બળદ સ્વાભાવિક નથી, પરંતુ કોઈ ઔષધિના પ્રયોગથી થયેલો છે. વિદ્યાધરીએ આ સાંભળી તરત પૂછ્યું કે, શું આ બળદ પાછો મનુષ્ય બની શકે ? વિદ્યાધરે કહ્યું કે, આ વડલાની નીચે સંજીવની નામની ઔષધિ છે, જો આ બળદ તે ખાય તો પોતાના સ્વાભાવિક રૂપને પામી શકે. આટલી વાત કરીને વિદ્યાધર યુગલ આકાશમાં ઉડી ગયું. આ વાર્તાલાપ બળદની સ્ત્રીએ સાંભળ્યો અને તે અત્યંત ખુશ થઈ ગઈ, હવે તે સ્ત્રી સંજીવનીને તો ઓળખતી ન હતી તેથી તેને પતિ પ્રત્યેની હિતબુદ્ધિથી વિચાર્યું કે હું મારા પતિને આ ઝાડ નીચે રહેલી ઘાસ વગેરે સઘળી વનસ્પતિ ખવડાવું. આમ કરતાં તેમાં રહેલી સંજીવની પણ ખવાઈ જશે. આવું કરતાં તે સ્ત્રીનો બળદ બનેલો પતિ સંજીવનીનો ચારો ચરતાં જ પુન: મનુષ્ય બની ગયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org