________________
૧૫૮
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
કરતા હતા તેમને પ્રથમ સર્વ દેવો તરફ વાળી દેવનું સાચું સ્વરૂપ સમજાવે છે. જેથી તે મિથ્યા દેવોને છોડવા તૈયાર થાય છે અને વીતરાગની વિશેષતા મહાનતા જોઈને વીતરાગ પ્રત્યે પણ ભક્તિવાળા બની જાય છે. આમ સર્વ દેવોની ભક્તિ સમાન ચારાની વચ્ચે વીતરાગની ભક્તિ સમાન સંજીવની ચરાવવાનું કાર્ય ભાવનાજ્ઞાનવાળા કરે છે.
જેઓ વળી જૈનદર્શનમાં રહેલા હોય, સુદેવ-સુગુરુ અને સુધર્મને આરાધી રહ્યા હોય, ધર્મનાં અનેક અનુષ્ઠાનો કરી પણ રહ્યા હોય, પરંતુ તે અનુષ્ઠાનો કઈ રીતે કરવાં અને તેના દ્વારા દોષોથી મુક્ત થઈ મોક્ષના માર્ગે કઈ રીતે આગળ વધવું તે જેઓ જાણતા ન હોય, તેવા જીવો અપેક્ષાએ ક્રિયા કરવારૂપ ચારો ચરે છે તેમ કહી શકાય, પરંતુ ક્રિયાના હાર્દરૂપ સંજીવની સુધી તેઓ પહોંચી શકતા નથી. આવા જીવોને એક એક ક્રિયા કઈ વિધિથી કયા ભાવપૂર્વક કરવી તે જણાવે છે. વળી આ જ ક્રિયાઓ દ્વારા વિષયોની આસક્તિ અને કષાયની આધીનતાને દૂર કરી સમતાની ઉચ્ચ ભૂમિકા સુધી કઈ રીતે પહોંચવું; તે સમજાવવા રૂપ સંજીવની ચરાવવાનું કાર્ય પણ ભાવનાજ્ઞાનસંપન્ન મહાત્માઓ કરે છે.
કેટલાક જીવો વળી નિશ્ચયથી વાસિત મતિવાળા હોય છે, તેથી તેઓ આત્માને જોવો, આત્મામાં રહેવું, આત્મભાવ સાધવો, જડ ક્રિયા કરવાથી શું ફાયદો છે વગેરે માન્યતાવાળા હોય છે. તેવા જીવોને વ્યવહાર પ્રધાન ક્રિયાનું પણ કેટલું મહત્ત્વ છે, ક્રિયા વિના ભાવ ટકાવવા કેટલા કઠિન છે વગેરે વાતો કરી વ્યવહારનય પ્રત્યે રુચિવાળા કરે છે. કેટલાક વળી ઉત્સર્ગરુચિવાળા જીવો હોય છે તેઓને અપવાદ પણ માર્ગ છે તેમ જણાવી સાધનામાર્ગમાં ટકવા, અવસરે અપવાદનું પણ આલંબન જરૂરી છે તેમ સમજાવે છે.
ટૂંકમાં ભાવનાજ્ઞાનસંપન્ન મહાત્માઓ સંપર્કમાં આવેલ જીવોના મિથ્યાત્વાદિ મળો જે રીતે ટળે અને સમ્યગુદર્શનાદિ ગુણો પ્રગટે તે રીતે ઔચિત્ય પ્રધાન પ્રવૃત્તિ કરે છે, આ જ તેમની મહાનતા છે. ડો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org