________________
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર સાધક જ્યારે ચિન્તાજ્ઞાનની કક્ષામાં આવે છે ત્યારે તેની પ્રજ્ઞાનો વિશેષ ઉઘાડ થાય છે. તે દરેક પદાર્થોને (દરેક પરિસ્થિતિને) નય અને પ્રમાણની દૃષ્ટિથી જોઈ શકે છે. સૂક્ષ્મયુક્તિઓને સમજવાની તેની ક્ષમતા ખીલે છે, તેથી અન્યમત પણ કયા નયથી વાત કરે છે તે તેને સમજાય છે. પરિણામે તે તેનો અનેકાન્તદૃષ્ટિથી સ્વીકાર કરી શકે છે, આથી જ ચિન્તાજ્ઞાનવાળા સાધકમાં દર્શનનો આગ્રહ કે મમત્વકૃત પક્ષપાત રહેતો નથી. જ્યાં જેટલા પ્રમાણમાં સત્યતા દેખાય ત્યાં તેટલા પ્રમાણમાં તે તેનો સ્વીકાર કરે છે અને જ્યાં અતત્ત્વભૂત પદાર્થ દેખાય તેનો અસ્વીકાર કરે છે, આથી જ તે પોતાના દર્શનના પદાર્થને પણ તત્ત્વના પક્ષપાતથી સ્વીકારે છે, પરંતુ પોતાનું છે માટે નહીં. આવા સાધકમાં ‘મારું એ સાચું નહીં પણ સાચું એ મારું'ની ઉમદા વૃત્તિ સ્પષ્ટ દેખાય છે. II૬૮॥
અવતરણિકા :
૧૫૬
હવે ભાવનાજ્ઞાનસંપન્ન સાધકનું ચિત્ત કેવું હોય છે, તે જણાવે છે
શ્લોક :
चारिंसञ्जीविनीचारकारकज्ञाततोऽन्तिमे ।
*
सर्वत्रैव' हिता' वृत्तिर्गाम्भीर्यात्तत्त्वदर्शिनः ॥६९॥
શબ્દાર્થ :
9. અન્તિમે - અંતિમ (ભાવનાજ્ઞાનમાં) ૨. મીર્થાત્ - ગંભીરતાને કારણે રૂ. વારિસશ્રીવિનીવારારજ્ઞાતત: - ચારામાં સંજીવની ચરાવનાર સ્ત્રીના દૃષ્ટાંતથી ૪. તત્ત્વવશિન: - તત્ત્વને જાણનાર પુરુષની . સર્વત્રૈવ - સર્વત્ર જ ૬/૭. હિતા વૃત્તિ: હિતકારી પ્રવૃત્તિ થાય છે.
શ્લોકાર્થ :
અંતિમ ભાવનાજ્ઞાનમાં ગંભીરતા હોવાને કારણે ચારામાં સંજીવનીનું ભક્ષણ કરાવનાર સ્ત્રીના દૃષ્ટાંતની જેમ તત્ત્વને જાણનાર પુરુષ બધે જ હિતકારી પ્રવૃત્તિ કરે છે.
ભાવાર્થ :
એક બાઈ કુશળ બુદ્ધિવાળી હતી. બળદ બનેલા પોતાના પતિનું હિત કરવા તેણે પતિને ઘાસના ચારા સાથે સંજીવની ચરાવી. સંજીવની ચ૨વાના કારણે બળદ બનેલો તેનો પતિ પુન: મનુષ્ય થઈ ગયો. તેની જેમ ભાવનાજ્ઞાનસંપન્ન મહાત્માઓ તત્ત્વજ્ઞાની હોવા ઉપરાંત અતિ ગંભીર હોય છે, તેથી તેઓ સર્વ પરિસ્થિતિમાં જે રીતે અન્યનું હિત થાય તે રીતે જ પ્રવૃત્તિ કરે છે.
વિશેષાર્થ :
Jain Education International
ભાવનાજ્ઞાન જેવા શ્રેષ્ઠ જ્ઞાનને વરેલા મહાત્માઓની દૃષ્ટિ જગત કરતાં ન્યારી હોય છે, તેઓ સર્વત્ર તત્ત્વને જુએ છે. તત્ત્વ એટલે પરમાર્થ કે રહસ્ય. શાસ્ત્રનાં કોઈપણ વચન કે તેમાં જણાવેલી કોઈપણ ક્રિયાનું
For Personal & Private Use Only
www.jainelibrary.org