________________
૧૪૬
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
વિશેષાર્થ :
મંત્ર, વિદ્યા, હાથચાલાકી કે અન્ય કોઈ પ્રયોગ દ્વારા અનેક પ્રકારની ઇન્દ્રજાળો ઊભી કરવામાં આવતી હોય છે. આ ઇન્દ્રજાળમાં ન હોય તેવા અનેક પ્રકારનાં દૃશ્યો દેખાડવામાં આવે છે. જેમકે અત્યારે પ્રચલિત જાદુના ખેલમાં, જીવતી સ્ત્રીને કાપવા વગેરેની ક્રિયા બતાવાય છે. આ જોઈ અજ્ઞાની પ્રેક્ષકો દુ:ખની લાગણી અનુભવે છે અને કપાયેલી સ્ત્રીને પુન: સંધાયેલી જીવતી જાગતી નાચતી જુએ ત્યારે સુખની લાગણી અનુભવે છે. આમ છતાં જે વ્યક્તિ સમજે છે કે આ તો માત્ર માયાજાળ છે, આમાં કાંઈ જ વાસ્તવિક નથી, તેને આવાં દશ્યોમાં ક્યાંય હર્ષ કે શોક કે રાગ-દ્વેષનો ભાવ થતો નથી. બસ, આવી જ રીતે કાલ્પનિક દુર્નયોને કોઈ ગમે તેવા સારા કહે કે અત્યંત ખરાબ કહે તેનાથી સ્યાદ્વાદને સમજતો મુનિ રાજી પણ થતો નથી કે ખિન્ન પણ થતો નથી. ૬૩ll
અવતરણિકા :
દુર્નયો કલ્પના માત્ર હોવાથી મુનિને તેમાં રાગ-દ્વેષ ન થાય તે તો યોગ્ય છે, પરંતુ મુનિ સ્યાદ્વાદના પક્ષપાતી છે, તેથી સ્યાદ્વાદને કોઈ દૂષિત કરશે ત્યારે તો મુનિને તેના પ્રત્યે દ્વેષ થશે ને ? ત્યાં તે પોતાનું માધ્યશ્કે કઈ રીતે ટકાવશે આવી શંકાનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છેશ્લોક :
दूषयैद एवोच्चैः, स्याद्वादं न तु पण्डितः ।
અજ્ઞાપે સુજ્ઞાનાં ને જોવું તે ૬૪ || શબ્દાર્થ :
૧/ર.જ્ઞ: Uવ - અજ્ઞ જ રૂ. ચાહવું - સ્યાદ્વાદને ૪/૬. ઉર્વે: કૂપયેત્ - અત્યંત દૂષિત કરે ૬/૭/૮. ન તુ પfeત: - પણ પંડિત નહિ ૬. જ્ઞAટાવે - (અને) અજ્ઞના પ્રલાપમાં ૧૦. સુજ્ઞનાં - જ્ઞાની પુરુષોને ૧૧/૧૨, ન : - વેષ થતો નથી, ૧૩/૧૪, તુ શ્રીવ - પરંતુ કરુણા જ થાય છે. શ્લોકાર્થ :
અજ્ઞાની પુરુષો જ સ્યાદ્વાદને અત્યંત દૂષિત કરે, પંડિત પુરુષો નહિ અને જ્ઞાની પુરુષોને આવા અજ્ઞાનીઓના બોલવા ઉપર દ્વેષ થતો નથી, પરંતુ કરુણા જ થાય છે. ભાવાર્થ :
સ્યાદ્વાદને જેઓ યથાર્થરૂપે જાણે છે, તેઓ ક્યારેય “સ્યાદ્વાદ યોગ્ય નથી. તેનાથી કોઈ વસ્તુનો યોગ્ય નિર્ણય થતો નથી. આવું નબળું બોલી સ્યાદ્વાદને દૂષિત કરતા નથી. જેઓ સ્યાદ્વાદને યથાર્થરૂપે જાણતાં નથી તેવા અજ્ઞાનીઓ જ, “સ્યાદ્વાદ અયથાર્થવાદ છે, ફેરફૂદડીઓ વાદ છે, અસ્થિરવાદ છે; સંશયવાદ છે, માટે તેનાથી કોઈ વસ્તુનો નિર્ણય થઈ શકતો નથી” વગેરે કહી તેને દૂષિત કરે છે. અજ્ઞાનીઓના સ્યાદ્વાદ અંગેના આવા પ્રલાપો સાંભળી જ્ઞાની પુરુષોને ક્યારેય તેમના માટે દ્વેષ થતો નથી, પરંતુ તેમના ઉપર માત્ર દયા જ આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org