________________
એકાન્તમતમાં હિંસાદિ અસંગત - ગાથા-પકા
૧૩૫
આત્માને એકાન્ત નિત્ય અને નિર્લેપ માનનારા સાંખ્ય દર્શનકારોને ગ્રન્થકારશ્રી કહે છે કે જો આત્મા સદા નિર્લેપ જ હોય તો બુદ્ધિના લેપ (બંધ) સ્વરૂપ સંસાર આત્માને શી રીતે સંગત થાય ? વળી જે બંધાતો નથી તેનો બંધનથી મુક્ત થવા રૂપ મોક્ષ પણ કઈ રીતે ઘટે ?
આમ છતાં સાંખ્ય દર્શનકારો પ્રકૃતિને વચ્ચે લાવી કહે છે કે, પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિમાં જે અહંકાર પેદા થાય છે તે જ બુદ્ધિનો લેપ છે અને તે જ બંધ છે. તેની આવી માન્યતાનું નિરાકરણ કરતાં ગ્રન્થકારશ્રી કહે છે કે, આ રીતે તો બુદ્ધિના લેપરૂપ બંધ, પ્રકૃતિનો સંભવે; પરંતુ આત્માને નહિ. દુનિયામાં સ્પષ્ટ દેખાય છે કે “જે બંધાય છે, તે જ મુક્ત થાય છે.” તેથી જો બુદ્ધિના લેપરૂપ બંધ પ્રકૃતિને પ્રાપ્ત થાય, તો બુદ્ધિનો લેપ નાશ થવાથી મોક્ષ પણ પ્રકૃતિનો જ થાય. કેમ કે, બંધ અને મોક્ષ સમાન અધિકરણથી (એક જ વસ્તુમાં) સંગત થાય છે એટલે કે, જેને બંધન હોય તેની જ મુક્તિ સંભવે. જો આત્મા એકાન્ત નિત્ય અને નિર્લેપ હોય તો તે બંધાય નહિ અને તેથી તેનો મોક્ષ પણ થાય નહિ, એટલે આત્માને એકાન્ત નિત્ય માનનારાઓના મત પ્રમાણે બંધ અને મોક્ષ પણ ઘટી શકે નહિ. આમ છતાં તેઓ બંધનથી મુક્ત થવાનો ઉપદેશ આપે છે જે નિરર્થક છે.
જૈનદર્શન પણ આત્માને નિત્ય-નિર્લેપ માને છે, પણ એકાન્ત નહિ. તેના મતે પરમાર્થથી નિત્ય-નિર્લેપ એવા આત્માનું સ્વરૂપ વર્તમાનમાં કર્મથી આવરાઈ ગયું છે. જેમ શુદ્ધ સુવર્ણ જ્યારે ખાણમાં માટીથી ખરડાયેલું હોય છે, ત્યારે અશુદ્ધ જણાય છે અને તેને શુદ્ધ બનાવવા અનેક પ્રક્રિયા કરવી પડે છે તેમ વર્તમાનમાં અશુદ્ધ બનેલા આત્માને શુદ્ધ કરવા માટે સાધના માર્ગ છે. તેના દ્વારા કર્મથી બંધાયેલ આત્માને શુદ્ધ કરી શકાય છે. તેથી જ જૈન દર્શનોના શાસ્ત્રો સ્પષ્ટ કહે છે કે, “આત્મા એકાન્ત નિત્ય નિર્લેપ નથી” જેના પરિણામે કર્મનો બંધ અને કર્મનો નાશ અને આત્મારૂપી એક અધિકારણમાં જ પ્રાપ્ત થાય છે, આથી જૈનદર્શનનો મુક્તિનો ઉપદેશ સાર્થક ઠરે છે, તેથી જૈનશાસ્ત્રો ત્રિકોટિ શુદ્ધ કહેવાય. //પપા. અવતરણિકા :
આત્માને એકાન્ત નિત્ય માનવામાં જેમ હિંસાદિ ઘટતાં નથી તેમ આત્માને એકાન્ત અનિત્ય માનવામાં પણ હિંસાદિ ઘટતાં નથી, તે બતાવતાં કહે છેશ્લોક :
अनित्यैकान्तपक्षेऽपि, हिंसादिकमसङ्गतम् ।
તો વિનાશશીરાનાં', સMના નારોડેતું ? કદ્દા શબ્દાર્થ :
9, નિત્યકાન્તપક્ષેડપિ - (આત્માને) એકાન્ત અનિત્ય માનનાર મતમાં પણ ૨. હિંસાદ્રિમ્ સતિમ્ - હિંસાદિ અસંગત છે રૂ/૪, વત: વિનાશશીટાનાં - (કેમ કે) સ્વયં જ વિનાશ થવાના સ્વભાવવાળી ૯. ક્ષUIનાં - ક્ષણોનો - જીવાદિ વસ્તુનો ૬. નાશક: - નાશક ૭૮. : ૩ તુ - કોણ થાય ?
Jain Education International
For Personal & Private Use Only
www ainelibrary.org