________________
૧૩૪
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
અવતરણિકા :
આત્માને એકાન્ત નિત્ય માનવામાં જેમ હિંસાદિ ઘટી શકે નહિ તેમ બંધ અને મોક્ષ પણ સંગત થાય નહિ, તે જણાવતાં કહે છેશ્લોક :
बुद्धिलेपोऽपि को नित्यनिर्लेपात्मव्यवस्थितौ । सामानाधिकरण्येन', बन्धमोक्षौ हि सङ्गतौ ॥५५||
શબ્દાર્થ :
૨. નિત્યનિપાત્મવ્યવસ્થિતી - નિત્ય-નિર્લેપ આત્મા વ્યવસ્થિત હોતે છતે ૨/૩. બુદ્ધિપોડપિ : ? - બુદ્ધિલેપ પણ શું ? ૪/. હિ સામાનધન - કારણ કે સમાન અધિકરણના ભાવથી ૬/૭. વન્યક્ષ સમાતો - બન્ધ અને મોક્ષ સંગત થાય છે. શ્લોકાર્થ :
આત્મા જો નિત્ય અને નિર્લેપ હોય તો બુદ્ધિલેપ પણ શું? કારણ કે સામાનાધિકરણ્યથી (જ) બન્ધ અને મોક્ષ સંગત છે.
ભાવાર્થ :
આત્મા જો એકાન્ત નિત્ય અને નિર્લેપ હોય તો બુદ્ધિના લેપરૂપ સંસાર આત્માને કેવી રીતે ઘટી શકે ? કેમ કે જો બુદ્ધિના લેપરૂપ સંસાર આત્માને છે તેમ કહીએ તો આત્મા એકાન્ત નિત્ય અને નિર્લેપ છે એવું સિદ્ધ ન થાય, અને જો બુદ્ધિનો લેપ પ્રકૃતિને થાય છે તેમ માનીએ તો બુદ્ધિના લેપરૂપ બંધ પ્રકૃતિને થાય અને બુદ્ધિના લેપનો નાશ થવાથી મોક્ષ પણ પ્રકૃતિનો જ થાય, કેમકે બંધ અને મોક્ષ એક જ અધિકરણમાં થાય છે, તેથી જે બંધાય છે તેનો જ મોક્ષ થાય છે, તેથી આત્માને એકાન્ત નિત્ય માનનારના મતે આત્માનો બંધ અને મોક્ષ સંગત થાય નહિ. વિશેષાર્થ :
સાંખ્ય દર્શનમાં મુખ્ય બે તત્ત્વો છે : (૧) પુરુષ અને (૨) પ્રકૃતિ. પુરુષ એટલે આત્મા. તેમના મત પ્રમાણે આત્મા ફૂટસ્થ નિત્ય, નિર્લેપ, અપરિણામી, નિષ્ક્રિય, વ્યાપક અને અનેક છે. પ્રકૃતિ જડ તત્ત્વ છે, તે પરિણામી, સક્રિય અને સલેપ છે. પ્રકૃતિમાંથી બુદ્ધિ (મહતું તત્ત્વ) ઉત્પન્ન થાય છે અને તેમાંથી બીજાં બાવીસ તત્ત્વો ઉત્પન્ન થાય છે, તેથી બુદ્ધિ જ જગતની ઉત્પત્તિનું બીજ મનાય છે. આ બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે, તેના લીધે પુરુષને ભ્રમ થાય છે કે, પ્રતિબિંબ તે જ હું છું. પરિણામે બુદ્ધિની સક્રિયતાને તે પોતાની માની લે છે અને તેમાંથી “અહંકાર' (અભિમાન)નો જન્મ થાય છે. હું આ અભિમાન તે જ સાંખ્યના મતે “બુદ્ધિનો લેપ” અથવા “બંધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org