________________
૧૩૨
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
આત્માની સાથે મનના નવા નવા સંયોગો ઊભા થયા કરે છે. તેથી જોવા જઈએ તો નૈયાયિકના મત પ્રમાણે સતત મનસંયોગનો નાશ થાય છે, પરંતુ તે આવા મનસંયોગના નાશને હિંસા માનતો નથી, પણ આત્માની સાથે મનનો જે ચરમ (છેલ્લો) સંયોગ હોય, તેના નાશને જ હિંસા માને છે. મૃત્યુની અવ્યવહિત પૂર્વે, મરનાર વ્યક્તિના આત્માની સાથે જે મનનો સંબંધ હોય છે તે ચરમ (છેલ્લો) મનનો સંબંધ કહેવાય છે. મૃત્યુ પહેલાના છેલ્લા મન-સંયોગથી જે જ્ઞાન થાય છે તે આત્મામાં સ્મૃતિ ઉત્પન્ન કરતું નથી, તેથી છેલ્લો મન-સંયોગ પૂર્વના મન-સંયોગ કરતાં જુદો પડે છે. અત્યાર સુધીના દરેક ક્ષણસ્થાયી મન-સંયોગો જ્ઞાનના જનક હોવા સાથે સ્મૃતિના પણ જનક હતા, જ્યારે છેલ્લો મન-સંયોગ જ્ઞાનનો જનક હોવા છતાં પણ સ્મૃતિનો જનક હોતો નથી. કેમ કે, આ મન-સંયોગ થતાં જ્ઞાન તો થાય છે પણ તે સ્મૃતિ જનક બનતું નથી. છેલ્લો મન-સંયોગ થયા પછી ફરીથી ઇન્દ્રિયો સાથે સંબંધિત થઈને આત્માની સાથે મનનો સંયોગ થતો નથી, માટે જ તે છેલ્લું જ્ઞાન સ્મૃતિ જનક બનતું નથી. આવા સ્મૃતિ-અજનક જ્ઞાનજનક મન-સંયોગના નાશને જ નૈયાયિક મરણ કહે છે. જ્યારે હિંસક વ્યક્તિ કોઈ અન્ય જીવને શસ્ત્ર આદિથી કે તે વિના મારે ત્યારે મરનાર જીવનો જે મૃત્યુ પૂર્વેનો આત્મ-મનસંયોગ હોય છે તે છેલ્લો મનસંયોગ કહેવાય. આ છેલ્લા મનસંયોગનો નાશ જો હિંસક વ્યક્તિ કરે તો તેની પ્રવૃત્તિને હિંસા કહેવાય છે. આ રીતે અપ્રશ્રુત, અનુત્પન્ન અને સ્થિર એક સ્વભાવવાળા આત્માની પણ હિંસા ઘટી શકે. એવું નૈયાયિકોનું કહેવું છે.
નૈયાયિકની આવી દલીલ સામે ગ્રન્થકારશ્રી કહે છે કે, આત્માની સાથે મનના સંયોગના નાશને પણ હિંસા તરીકે સ્વીકારી શકાય નહિ. કેમ કે, તેમાં હિંસકવ્યક્તિની પ્રવૃત્તિ કારણરૂપે દેખાતી નથી. જેમ પૂર્વના મનસંયોગો સ્વયં જ નાશ પામે છે, તેમ ચરમ મનસંયોગનો નાશ પણ સ્વયં જ થાય છે, પરંતુ હિંસક વ્યક્તિની પ્રવૃત્તિથી થતો નથી.
નૈયાયિકની જેમ સાંખ્ય પણ આત્માને એકાન્ત નિત્ય માને છે. સાંખ્યના મત પ્રમાણે પુરુષ અને પ્રકૃતિ એવા બે પદાર્થો છે, તેમાં પુરુષ તો એકાન્ત નિત્ય છે પણ પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈને મારે ત્યારે તે મરનાર વ્યક્તિને બુદ્ધિગત દુ:ખ ઉત્પન્ન થાય છે. બુદ્ધિથી પુરુષ જુદો છે એવું જ્ઞાન ન હોવાને કારણે પુરુષને ભ્રમ થાય છે કે, “મને દુ:ખ ઉત્પન્ન થયું.” બુદ્ધિમાં ઉત્પન્ન થતા આ દુ:ખોને જ સાંખ્ય હિંસા તરીકે વર્ણવે છે.
સાંખ્યની આ વાત પણ અસંબદ્ધ છે. કેમ કે, જ્યારે કોઈ પુરુષ કોઈની હિંસા કરે ત્યારે જડ એવી પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિને દુ:ખ ઉત્પન્ન થાય છે એવું પ્રત્યક્ષ અને અનુભવથી અસંગત લાગે છે. કેમ કે, જેમ જડ એવા ઘડાને દુઃખ થાય છે એવું ન કહી શકાય તેમ જડ એવી બુદ્ધિને દુ:ખ ઉત્પન્ન થાય છે એવું
2. न हि बुद्धिगतदुःखोत्पादरूपा हिंसा साङ्ख्यानामात्मनि प्रतिबिम्बोदयेनाऽनुपचरिता सम्भवति । न वा नैयायिकानां स्वभिन्नदुःखरूपगुणरूपा
सा आत्मनि समवायेन, प्रतिबिम्ब-समवाययोरेव काल्पनिकत्वात् । न च कथमपि स्वपर्यायविनाशाऽभावे हिंसाव्यवहारः कल्पनाशतेनाप्युपपादयितुं शक्यत इति । तदिदमाह - “નિરોડસી તતો હૃત્તિ હન્યતે વા ન નાનુરિત્ / જીનવિવુિં ન હિંસા ચોપપદ્યતે" || (- ૨૪/૨) || - કુ. ધ્રા., ૮/૬ /
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org