________________
એકાન્તમતમાં હિંસાદિ અસંગત - ગાથા-પ૭
૧૩૭.
શ્લોક :
आनन्तर्य' क्षणानां तु, न हिंसादिनियामकम् ।
विशेषादर्शनात्तस्य, बुद्धलुब्धकयोमिथः ॥५७|| શબ્દાર્થ :
૧/૨તુ ક્ષUIનાં . વળી ક્ષણોનું રૂ. માનન્તર્ય - આનન્તર્ય ૪/. દિસરિનિયામકમ્ - હિંસાદિનું નિયામક નથી. ૬. યુદ્ધહુયો : મિથ: - (કેમ કે) બુદ્ધ અને શિકારીમાં પરસ્પર ૭. તી - તેના = ક્ષણોનું જે આનન્તર્ય છે, તેના ૮. વિશેષાવનાત્ - વિશેષનું દર્શન થતું નથી. શ્લોકાર્થ :
વળી ‘ક્ષણોનું જે (વિસભાગસંતતિરૂપ) આનન્તર્ય છે એટલે એક ક્ષણ પછી કોઈપણ અંતર વગર વિસભાગસંતતિ ચલાવે તેવી તરત આવતી ક્ષણનો જ એક વિશિષ્ટ ધર્મ છે તે જ હિંસાદિનો નિયામક બને છે' - એવું કહેવું યોગ્ય નથી, કેમ કે બુદ્ધ કે શિકારીમાં પરસ્પર તે ક્ષણો સંબંધી આનન્તર્યના વિશેષનું દર્શન થતું નથી એટલે કે ક્ષણોનું આનન્તર્ય તો બુદ્ધ અને શિકારીમાં સમાન છે. ભાવાર્થ :
બૌદ્ધમતનું માનવું છે કે, જ્યારે સમાન સંતાનની પરંપરા ચાલે તેવી ક્ષણનો અંત આવે અને ચાલુ પરંપરા કરતાં જુદા જ પ્રકારના સંતાનની પરંપરાવાળી ક્ષણ આવે ત્યારે તે અનન્તર ક્ષણનું આનન્તયે જ હિંસાનું નિયામક બનશે અને તેવી વિસશસંતતિવાળી અનન્તર ક્ષણ જેણે ઉત્પન્ન કરી હશે તે જ હિંસક મનાશે. બૌદ્ધની આવી વાત પણ સ્વીકારી શકાય તેમ નથી. કેમ કે (આ શ્લોકના વિશેષાર્થના છેલ્લા પેરાગ્રાફમાં બતાવ્યા મુજબ) શિકારી કે બુદ્ધ બને અનન્તર ક્ષણ ઉત્પન્ન કરે છે, તેથી બન્નેને હિંસક માનવાની આપત્તિ આવશે. વિશેષાર્થ :
આત્માને એકાન્ત અનિત્ય માનનારા બૌદ્ધદર્શનકારોના મતમાં હિંસાદિ ઘટી શકે નહિ, કેમકે એક પછી એક એમ નિરન્તર ચાલતી ક્ષણોના નાશની સાથે જ એક ક્ષણ માટે જ અસ્તિત્વ ધરાવતો પદાર્થ પણ સ્વયં જ વિનાશ પામી જાય છે, તેથી તેનો કોઈએ નાશ કર્યો એવું ન કહેવાય. પદાર્થ કોઈની પ્રવૃત્તિથી નાશ પામતો હોય તો કોઈએ તેને નષ્ટ કર્યો એમ કહી શકાય. તે જ રીતે જીવનું કોઈ વ્યક્તિના પ્રયત્નથી મૃત્યું થતું હોય તો કોઈએ તેની હિંસા કરી એવું કહી શકાય, પરંતુ જ્યારે પદાર્થ સ્વયં જ બીજી ક્ષણે નાશ પામી જતો હોય કે જીવ પણ જ્યારે ઉત્પત્તિની બીજી જ ક્ષણે મૃત્યુ પામી જતો હોય ત્યારે કોઈએ હિંસા કરી એવું કેવી રીતે કહેવાય ?
પૂર્વ ગાથામાં આપેલી આવી આપત્તિનું સમાધાન કરવા માટે બૌદ્ધ દર્શનકારો એમ કહે છે કે, “પદાર્થ સ્વયં જ વિનાશ પામે છે, છતાં પણ તે પદાર્થ ઉત્તરક્ષણમાં પોતાના સંતાનને પેદા કરે છે. આ સંતાન ક્યારેક પૂર્વના પદાર્થ જેવો જ હોય છે તો ક્યારેક વળી તેના કરતાં જૂદો જ હોય છે. પોતાના સમાન (સદશ) સંતાનને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org