________________
૧૨૮
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
સમજી, તેમાં થતાં દુ:ખદાયી એવા રાગ, દ્વેષાદિના ભાવોથી દૂર થવા માટે છે અને સદા સુખ આપનાર સમતા આદિના ભાવોને પામી અંતે મોક્ષના મહાસુખને મેળવવા માટે છે. જેને આત્મકલ્યાણકર આ ભાવો સમજવા નથી તેવા મોહમૂઢ લોકો સ્યાદ્વાદ સિદ્ધાંત માને કે ન માને તેના ઉપર લક્ષ્ય આપવાનો કોઈ અર્થ નથી.
જેઓ આત્માદિ અતીન્દ્રિય પદાર્થોને સમજે છે અને આત્મકલ્યાણ કરવાનું જેનું લક્ષ્ય છે તેઓ આસ્તિક દર્શનવાળા છે. તેમના પ્રત્યે ગ્રંથકારશ્રીને અતિ માન પણ છે, માટે તેઓ સ્યાદ્વાદને સ્વીકારે છે કે નહિ તેની ગ્રંથકારશ્રીએ અહીં સવિસ્તૃત વિચારણા કરી. ભલે તેઓ સ્પષ્ટપણે સ્યાદ્વાદને સ્વીકારતા નથી, પરંતુ તેમની માન્યતા પ્રમાણે પદાર્થની સંગતિ કરતા તેમનાથી પણ આડકતરી રીતે તો સ્યાદ્વાદનો સ્વીકાર થઈ જ જાય છે. આ વિચારણાઓથી સ્યાદ્વાદમાં સર્વદર્શનોની સમ્મતિ છે તેમ જણાવવામાં આવ્યું છે. જ્યારે નિર્વિચારક એવા ચાર્વાકની સમ્મતિથી સ્યાદ્વાદને પ્રમાણભૂત માનવો તે ગ્રંથકારશ્રીને સ્યાદ્વાદનું જ અવમૂલ્યન કરવા જેવું ભાસે છે, તેથી તેઓનું કહેવું છે કે ચાર્વાક સ્યાદ્વાદને સ્વીકારે છે કે નહિ તેની ચર્ચા જ નિરર્થક છે'. પરો.
1. શ્લોક ૪૫ થી ૫૨ સુધીના પદાર્થોને વિશેષથી જાણવા માટે જિજ્ઞાસુઓએ વીતરાગ સ્તોત્ર અષ્ટમપ્રકાશની ટીકા તેનું
વિવેચન તથા તેના મર્મનું ઉદ્ધાટન કરનાર ગ્રંથકારશ્રીનો “સ્યાદ્વાદરહસ્ય' નામનો ગ્રંથ જોવો. ઉપરાંત સર્વ દર્શનોનો સંક્ષિપ્ત પરિચય પરિશિષ્ટ ૪થી ૧૦માં મળી શકશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org