________________
૮૪
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર આ વિષયમાં એટલું ખાસ વિચારવું કે, જિનપૂજામાં હિંસા છે તે વાત સાચી; પરંતુ તે ૫૨મ અહિંસક ભાવને પ્રાપ્ત કરાવનારી છે. આથી જૈન શાસ્ત્રો આને સ્વરૂપથી હિંસા માને છે પણ ફળથી (અનુબંધથી) તે હિંસા અહિંસા જ તેમ માને છે.
વળી, જેમાં પાણી, ફૂલ વગેરેનો વપ૨ાશ થાય છે, તેવી પૂજાનું વિધાન જૈન શાસ્ત્રમાં સર્વ માટે નથી. જેઓ અવિરતિધર હોય, આરંભ અને સમારંભ તથા પરિગ્રહના પાપથી લપેટાયેલા હોય, જેઓ સંસારની અસારતાને જાણતા હોય છતાં પણ કર્મયોગે સંસારની આસક્તિથી છૂટી શકતા ન હોય, વળી સ્વાધ્યાયાદિ નિરવદ્ય યોગોમાં જેનું મન લાગતું ન હોય અને સંયમજીવનનાં કષ્ટો સહન કરવાની જેમનામાં શક્તિ ન હોય, તેવા સાધકો માટે સંસારની આસક્તિ તોડી સંયમજીવન માટેનું સત્ત્વ પ્રાપ્ત કરવાના ઉપાયરૂપે જ જૈનશાસ્ત્રોમાં જિનપૂજાનું વિધાન છે.
જિનપૂજા કરીને શ્રાવક પ્રભુ પ્રત્યેની પ્રીતિ દૃઢ કરે છે અને તે દ્વારા સંસારના રાગને તોડવા પ્રયત્ન કરે છે. પ્રભુને ઉત્તમ દ્રવ્યોની ભેટ ધરી તે દ્રવ્યો પ્રત્યેની પોતાની આસક્તિ ઘટાડવા પ્રયત્ન કરે છે. પ્રભુના સંયમાદિ ઉત્તમ ગુણો પ્રત્યે આદર કેળવી તે સંયમમાં વિઘ્ન કરનારા કર્મોનો નાશ કરવા મહેનત કરે છે. ક્યાંય નિરર્થક હિંસા ન થઈ જાય તેની ખૂબ કાળજી રાખી જયણા અને વિધિપૂર્વક પૂજા કરતા શ્રાવકની ભાવના તો એક જ હોય કે, ‘આ વીતરાગની પૂજાના ફળસ્વરૂપે હું પણ સંયમ પ્રાપ્ત કરી, સર્વ જીવોને અભયદાન આપી, સ્વ-પરની દ્રવ્ય-ભાવહિંસાથી સંપૂર્ણ મુક્ત થઈ મોક્ષનો મહા-આનંદ પ્રાપ્ત કરું.' આવી ભાવનાના પરિણામે જ સ્વરૂપથી હિંસાયુક્ત જણાતી પણ પૂજા અનુબંધથી ૫૨મ-અહિંસક ભાવ સુધી પહોંચાડનારી બને છે. આથી જ જૈનશાસ્ત્રો આવી હિંસાને માત્ર સ્વરૂપથી હિંસા માને છે, પરંતુ અનુબંધથી તો તે હિંસા અહિંસા જ છે તેમ કહે છે.
આમ, જૈનશાસ્ત્રોમાં અવિરતિધર શ્રાવકો માટે વિહિત કરાયેલી પ્રભુપૂજા નિરવઘ સંયમાદિની પ્રાપ્તિનું કારણ બની અંતે મોક્ષ પ્રાપ્ત કરાવે છે, જ્યારે સ્વર્ગાદિ ભૌતિક સુખની ઇચ્છાથી નિર્દયપણે કરાતી યજ્ઞગત હિંસા માત્ર વ્યક્તિગત તુચ્છ એવી સાંસારિક સુખની પ્રાપ્તિમાં જ વિશ્રાન્તિ પામે છે. તેથી તે બેની સરખામણી થઈ શકે તેમ જ નથી. વળી, યજ્ઞગત હિંસા અન્યની પીડાનું કારણ હોવાથી ચિત્તશુદ્ધિનું કારણ પણ બની શકતી નથી.
આમ, જૈનશાસ્ત્રોમાં જે પ્રભુપૂજા આદિનું વિધાન છે તે પણ મોક્ષાર્થક છે અને જે નિવદ્ય એવા જપ, ધ્યાન આદિનું વિધાન છે તે પણ મોક્ષાર્થક છે. આથી જૈન શાસ્ત્રોમાં ઉત્સર્ગ કે અપવાદ વિધાન બન્ને મોક્ષાર્થક જ હોવાથી જૈનશાસ્ત્રો છેદ શુદ્ધ કહેવાય. ॥૨૮॥
6. હેતુ-સ્વરૂપ અને અનુબંધ હિંસાની વિગતો માટે જુઓ પરિશિષ્ટ નં. ૩ પાના નં. ૧૯૩.
Jain Education International
For Personal & Private Use Only
• महाभारते शान्तिपर्वणि ।।
www.jainelibrary.org