________________
અન્યદર્શનોમાં સ્યાદ્વાદ
આ ચાર ભેદોમાં જે યોગાચાર નામનો ભેદ છે તે જ્ઞાનાદ્વૈતવાદી છે. આ સંપ્રદાય વિજ્ઞાનવાદને સ્વીકારે છે. તેઓ એમ માને છે કે જગતમાં જ્ઞાન સિવાય બીજો કોઈ બાહ્ય પદાર્થ જ નથી. આમ છતાં બાહ્ય વિષયોનું જ્ઞાન તો થાય છે. તો પછી વિષય વિના તેનું જ્ઞાન કેવી રીતે થાય ? તેથી તેઓ કહે છે કે, બાહ્ય પદાર્થો તરીકે લોકો જેનો અનુભવ કરે છે, જેને જુએ છે તે માત્ર વાસનાને કા૨ણે તેમને થયેલું જ્ઞાન જ છે, તેથી તેમના મતે બાહ્ય પદાર્થો અસ્તિત્વ ધરાવતા જ નથી માત્ર તે પદાર્થોનું વિજ્ઞાન છે.
- ગાથા-૪૭
જેના વડે વસ્તુનો બોધ થાય તેને ગ્રાહક (ગ્રહણ કરના૨) કહેવાય અને જેનો બોધ કરાય તેને ગ્રાહ્ય (ગ્રહણ કરવા યોગ્ય) કહેવાય, તેથી સામાન્યથી જ્ઞાનને ગ્રાહક કહેવાય અને ઘટ-પટ આદિ બાહ્ય પદાર્થો ગ્રાહ્ય કહેવાય, પરંતુ જ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધના મતે બાહ્ય પદાર્થો ન હોવાને કારણે ઘટ-પટ આદિરૂપે જે ભાસે છે તે ગ્રાહ્ય જ્ઞાન છે અને જ્ઞાન પોતે જ તેનો ગ્રાહક છે એટલે જ્ઞાન જ જ્ઞાનનો ગ્રહણ ક૨ના૨ છે. જ્યારે ચિત્રપટ એટલે અનેક રંગોવાળા વસ્ત્રનું જ્ઞાન થાય છે ત્યારે ગ્રાહકરૂપે તે જ્ઞાન એક જ છે અને ગ્રાહ્યરૂપે જુદા જુદા રંગ વગેરે રૂપે થતું જ્ઞાન અનેક સ્વરૂપવાળું પણ છે. આ રીતે ગ્રાહકરૂપે એક અને ગ્રાહ્યરૂપે અનેક એવા જ્ઞાનને સ્વીકારતો બૌદ્ધ અનેકાન્તનો નિષેધ કેવી રીતે કરી શકે ? આના ઉપરથી સ્યાદ્વાદ સિદ્ધાંત કેટલો વ્યાપક છે તે સમજી શકાય છે. ૪૬ના
અવતરણિકા :
નૈયાયિક આદિ અનેકાન્તનો કેવી રીતે સ્વીકાર કરે છે, તે જણાવે છે
શ્લોક :
३
७
વિત્રમેમને આ રૂપ પ્રામાણિક વન્ ચોનો વૈશેષિવો વાર્ષિ, નાનેકાન્ત' પ્રતિક્ષિશ્વેત્ |[૪૭]]
Jain Education International
૧૧૯
१३
શબ્દાર્થ :
૧/૨. હ્રમ્ ચિત્રમ્ - એક ચિત્રરૂપને (કાબરચીતરા રૂપને) રૂ/૪/ખ. અનેક્ ચ રૂપમ્ - અને અનેક રૂપને ૬. પ્રામાશિ - પ્રામાણિક ૭. વન્ - કહેતા ૮/૬/૧૦. યોગ: વૈશેષિઃ વાપિ - યોગ કે વૈશેષિક પણ 99. અનેòi - અનેકાન્તનો ૧૨/૧૩. ન પ્રતિક્ષિપેત્ - પ્રતિક્ષેપ ન કરી શકે.
શ્લોકાર્થ :
એક ચિત્રરૂપને અને (તેમાં રહેલા) અનેક રૂપને પ્રામાણિક કહેતા યોગ (ન્યાય) કે વૈશેષિક દર્શન પણ અનેકાન્તનો પ્રતિક્ષેપ ન કરી શકે.
ભાવાર્થ :
યોગ અને વૈશેષિક દર્શનો એવું માને છે કે એક જ ધર્મીમાં સંપૂર્ણપણે ફેલાયેલું (વ્યાપ્યવૃત્તિ) એક ચિત્રરૂપ હોય છે અને તે એક ચિત્રરૂપ, ધર્મીના અમુક ભાગમાં જ ૨હેલ અનેક રૂપોથી યુક્ત હોય છે. આ રીતે એક જ વસ્તુમાં એક ચિત્રરૂપ અને અનેક રૂપને પ્રામાણિક કહેનારા નૈયાયિકો અનેકાન્તનું ખંડન કેવી રીતે કરી શકે.
For Personal & Private Use Only
www.jainelibrary.org