________________
અન્યદર્શનોમાં સ્યાદ્વાદ - ગાથા-૫૦
૧૨૩ દા.ત આ મોહનભાઈની ગીરની ભેંસ છે વગેરે. આ અનુભવોને આધારે મીમાંસક, ભટ્ટ અને મુરારિ માને છે કે – “વસ્તુ જાતિ અને વ્યક્તિ ઉભયસ્વરૂપ છે.” જાતિ એટલે સામાન્ય, સમાનાકારકતા અથવા જેના કારણે અનેક જુદી જુદી અવસ્થાઓમાં જે અનુગત એક દ્રવ્યની પ્રતીતિ થાય છે તે જાતિ છે અને વ્યક્તિ એટલે વિશેષ, પદાર્થના રંગ, રૂપ, આકાર આદિના કારણે પદાર્થ વિશેષ બને છે.
આ રીતે મીમાંસક એમ માને છે કે, દરેક ઘટ, ઘટવજાતિરૂપ સામાન્ય રૂપે પણ છે અને અન્ય પદાર્થો કરતાં જુદી જ વ્યક્તિરૂપે વિશેષરૂપે પણ છે. નૈયાયિકની જેમ તે ઘટરૂપ વ્યક્તિ અને ઘટત્વજાતિને જુદી માનતો નથી'. એક જ પદાર્થને આ રીતે ઉભયસ્વરૂપ માનનાર મીમાંસક માને કે ન માને તેણે અનેકાન્તનો સ્વીકાર તો કરી જ લીધો છે, તેથી તે અનેકાન્તનો વિરોધ કેવી રીતે કરી શકે ? I૪૯ો. અવતરણિકા :
પૂર્વ મીમાંસકો પણ અનેકાન્તના સિદ્ધાંતને સ્વીકારે છે એવું પુરવાર કરી, હવે ઉત્તરમીમાંસકો (વેદાંતીઓ) પણ અનેકાન્ત માને છે; એવું જણાવતાં ગ્રંથકારશ્રી કહે છેશ્લોક :
अबद्धं परमार्थेन, बद्धं च व्यवहारतः ।
ब्रुवाणो ब्रह्म वेदान्ती, नानेकान्तं प्रतिक्षिपेत् ॥५०॥ શબ્દાર્થ :
9. દ્રહ્મ - બ્રહ્મ = આત્મા ૨/રૂ. પરમાર્થેન ઉવદ્ધ - પરમાર્થથી બંધાયેલ નથી. ૪/૫/૬. વ્યવદારત: વિદ્ધ - અને વ્યવહારથી બંધાયેલ છે એવું ૭/૮. ગ્રુવાજ: વેકાન્તી - બોલતો વેદાન્તી ૧. સનેહાન્ત - અનેકાન્તનો ૧૦/૧૧. ન પ્રતિક્ષિત્િ - પ્રતિક્ષેપ ન કરી શકે. શ્લોકાર્થ :
બ્રહ્મ એટલે કે આત્મા પરમાર્થથી બંધાયેલ નથી અને વ્યવહારથી બંધાયેલ છે' - આવું બોલનાર વેદાન્તી અનેકાન્તનો પ્રતિક્ષેપ ન કરી શકે. ભાવાર્થ :
પરમાર્થથી (વાસ્તવિક રીતે) આત્મા બંધન વગરનો છે અને વ્યવહારથી તે બંધનવાળો છે એવું પ્રતિપાદન કરનાર વેદાન્તી અનેકાન્તનો નિષેધ ન કરી શકે. વિશેષાર્થ :
વેદાન્ત' એટલે વેદનો અંતિમભાગ. વેદના પૂર્વ ભાગમાં યજ્ઞાદિ કર્મોના મંત્રો છે અને ઉત્તરભાગમાં આત્મજ્ઞાનના મંત્રો છે, જેને ઉપનિષદ્ કહેવાય છે. ઉપનિષનાં વાક્યોની એકવાક્યતા સ્થાપવા માટે રચાયેલ
1. નૈયાયિકો ધર્મ-ધર્મીને એકાન્ત ભિન્ન માને છે, જ્યારે મીમાંસકો ધર્મ-ધર્મીને એકાન્ત અભિન્ન માને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org