________________
૧૨૨
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર અનેકાન્ત કેટલો વ્યાપક છે તે બતાવતાં ગ્રન્થકારશ્રી આ શ્લોકમાં પ્રભાકરમિશ્ર કેવી રીતે અનેકાન્તને સ્વીકારે છે તે જણાવે છે અને શ્લોક-૪૯માં મીમાંસકના અન્ય બે મતો દ્વારા અનેકાન્ત કેવી રીતે અપનાવાય છે તે જણાવશે.
પ્રભાકરના મતમાં જ્ઞાન “સ્વપ્રકાશક' છે. જ્ઞાનનું સ્વત: જ સંવેદન થતું હોવાને કારણે, જ્ઞાન પોતાના અંશમાં હંમેશા પ્રત્યક્ષ જ હોય છે. તેવી જ રીતે જ્ઞાન કરનાર વ્યક્તિ પોતે જ હોવાને કારણે, જ્ઞાતા પણ પ્રત્યક્ષ હોય છે. આમ છતાં જ્ઞાનનો જે વિષય, એટલે કે શેય, ક્યારેક પ્રત્યક્ષ હોય છે અને ક્યારેક પરોક્ષ પણ હોય છે. જેમ કે જ્યારે હું ઘટને જાણું છું' (ધમર્દ નાનામિ) એવું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે ત્યારે તે જ્ઞાન, જ્ઞાતા ૐ હં અને શેય = ઘટ. ત્રણે પ્રત્યક્ષ હોય છે. તેથી જ્ઞાનના ત્રણે અંશો (જ્ઞાનત્વ, જ્ઞાતત્વ અને શેયત્વ) પ્રત્યક્ષ છે એમ કહી શકાય. આ રીતે ત્રણે પ્રત્યક્ષ હોવાથી પ્રભાકરને ત્રિપુટી પ્રત્યક્ષવાદી પણ કહેવાય છે.
પ્રત્યક્ષ જ્ઞાનના ત્રણે અંશોમાં પ્રત્યક્ષતા ઘટી શકે છે; પરંતુ જ્યારે અનુમિતિ થાય છે ત્યારે આવું ત્રિપુટી પ્રત્યક્ષ સંભવી શકતું નથી. જેમકે “હું અગ્નિનું અનુમાન કરું છું' (વદ્ધિનુમિનોમ) એવું જ્ઞાન કોઈ કરે ત્યારે આ જ્ઞાન અને અનુમાન કરનાર વ્યક્તિ તો પ્રત્યક્ષ છે પરંતુ અનુમય એવો અગ્નિ પ્રત્યક્ષ નથી પરોક્ષ છે, તેથી પ્રભાકરના મતમાં ‘ગદં વૃદ્ધિ મનુમિનોમિ' સ્વરૂપ જ્ઞાનમાં મર્દ શબ્દથી અનુમાતા અને અનુમિનોમિ શબ્દથી અનુમાનરૂપ જ્ઞાન પ્રત્યક્ષ છે અને વદ્ધિ પરોક્ષ છે. આ રીતે એક જ જ્ઞાનને અવચ્છેદકના ભેદથી પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે વિરોધી ધર્મોરૂપે સ્વીકાર કરનાર પ્રભાકર અનેકાન્તવાદનો નિષેધ શી રીતે કરી શકે ? I૪૮|| શ્લોક :
जातिव्यक्त्यात्मकं वस्तु, वदन्ननुभवोचितम् ।
भट्टो वाऽपि मुरारिर्वा, नानेकान्तं प्रतिक्षिपेत् ॥४९॥ શબ્દાર્થ :
9. અનુમોવિતમ્ - અનુભવને ઉચિત ર/રૂ. નાતિવ્યવસ્યાત્મ વસ્તુ - વસ્તુને જાતિ સ્વરૂપ અને વ્યક્તિ સ્વરૂપ ૪. વહન - કહેતો ક/૬/૭. મટ્ટો વાડપિ મુરારિર્વા - ભટ્ટ કે મુરારિ પણ ૮. અનેકાન્ત - અનેકાન્તનો ૨/૧૦. ન પ્રતિક્ષિતિ - પ્રતિક્ષેપ ન કરી શકે. શ્લોકાર્થ :
વસ્તુ જાતિ અને વ્યક્તિ એમ ઉભય સ્વરૂપ છે એમ અનુભવને અનુસરે તેવી વાત કરનારા મીમાંસકો કુમારિલ ભટ્ટ કે મુરારિ મિશ્ર અનેકાન્તવાદનો પ્રતિક્ષેપ ન કરી શકે. વિશેષાર્થ :
લોકનો અનુભવ છે કે જ્યારે પણ ઇન્દ્રિયોનો પદાર્થ સાથે સંબંધ થાય છે ત્યારે તેનો સામાન્યથી પણ બોધ થાય છે અને વિશેષથી પણ બોધ થાય છે. આ ઘડો છે' - એવો સામાન્યથી જેમ બોધ થાય છે, તેમ “આ લાલ છે, કાળો છે, માટીનો છે, સોનાનો છે” વગેરે તેના સંબંધી વિશેષ બોધ પણ થાય છે. સામાન્ય બોધ એ વસ્તુનો જાતિસ્વરૂપે અનુભવ કરાવે છે દા.ત આ ભેંસ છે અને વિશેષ બોધ વસ્તુનો વ્યક્તિ સ્વરૂપે અનુભવ કરાવે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org