________________
૧૧૪
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
જગતના તમામ પદાર્થો આ રીતે અમુક પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે, અમુક પર્યાયરૂપે નાશ પામે છે. છતાં દ્રવ્યરૂપે સદા સ્થિર રહે છે. જગતવર્તી એક વસ્તુ એવી નથી કે જે સદાકાળ એકસ્વરૂપે સ્થિર રહે, તેના કોઈ પર્યાય કે અવસ્થામાં પરાવર્તન ન આવે. સ્યાદ્વાદના આ સિદ્ધાંતને જેઓ યથાર્થ સમજે છે તેઓને સ્યાદ્વાદ પ્રત્યે દ્વેષ તો ન જ થાય, પરંતુ આ સિદ્ધાંતને સમજવાના કારણે ક્યાંય હરખ-શોક, ગમો-અણગમો વગેરે. ભાવો પણ ક્યારેય થતા નથી અને સૌને સુખ આપનાર સમતા, ઉદાસીનતા આદિ ભાવો પ્રાપ્ત થાય છે.
આ જ વાતને સમજવા શાસ્ત્રમાં એક દૃષ્ટાંત આવે છે. એક રાજાએ પોતાની પુત્રીનાં કડાં વગેરે ભંગાવી પુત્રનો મુગુટ બનાવ્યો. પુત્ર ખુશખુશાલ થઈ ગયો અને પુત્રી રડવા લાગી, પરંતુ પિતા સ્વસ્થ હતા, તે રાજી પણ ન હતા કે નારાજ ન હતા, તે તો મધ્યસ્થ ભાવે બેઠા હતા, કારણ કે તે સમજતા હતા કે ભલે કડાં તસ્યાં અને મુગુટ બન્યો; પરંતુ સોનું તો તેનું તે જ છે. સોનાનું વજન કે સોનાની કિંમતમાં તો રતીભાર પણ ફરક પડ્યો નથી, તેથી મારા ખજાનામાં કે મારી મૂડીમાં કોઈ ફેરફાર થયો નથી. રાજાની જેમ જગતના સર્વ પદાર્થોને જે આ રીતે જૂએ છે તેને ક્યાંય રાગ-દ્વેષ થતો નથી, તેને ક્યાંય વ્યથા કે વેદના પણ થતી નથી, સદા સ્વસ્થતા ટકી શકે છે. એક માત્ર સ્યાદ્વાદના સિદ્ધાંતને સમજવાથી જીવનના અનેકવિધ પ્રશ્નોનો પણ અંત આવી જાય છે.
દાર્શનિક સિદ્ધાંતને સમજવા માટે તો સ્યાદ્વાદનો સિદ્ધાંત અત્યંત ઉપકારક છે જ; પરંતુ જગતના સર્વ વ્યવહારો, દરેક પ્રસંગો કે કોઈપણ પરિસ્થિતિને આ સિદ્ધાંત અનુસાર વિચારવામાં આવે તો ક્યાંય કાષાયિક ભાવોને અવકાશ મળતો નથી, મન સ્વસ્થ, શાંત અને પ્રશાંત રહે છે. ચર્ચા કે વાદના પ્રસંગોમાં પણ ચિત્ત શાંત હોવાને કારણે ઉભય પક્ષે વિચારવાનો અવકાશ મળે છે, સર્વને ન્યાય આપી શકાય છે. આવા આવા અનેક વિધ ફાયદાઓ આ સિદ્ધાંતને સમજીને જીવનમાં ઉતારવાથી થાય છે. તેથી સર્વત્ર પ્રત્યક્ષ અનુભવાતો અને સ્વસ્થ-સુખી જીવન જીવવા માટે અત્યંત ઉપકારક એવા આ સિદ્ધાંત ઉપર કયો વિચારક દ્વેષ કરે ? ખરેખર આ સિદ્ધાંતને જેઓ વાસ્તવિક રીતે સમજતા નથી તેવા અજ્ઞાની સિવાય આ સિદ્ધાંત ઉપર કોઈ દ્વેષ ન કરે.
સ્યાદ્વાદના સિદ્ધાંતને જેઓ યથાર્થ સમજે છે તેઓ આ સિદ્ધાંત ઉપર ઓવારી જાય છે. આ સિદ્ધાંતનું કથન કરનાર સર્વજ્ઞ પ્રભુ પ્રત્યે તેમનો આદર અને બહુમાનભાવ વધી જાય છે. જગતની આ વાસ્તવિકતા દર્શાવવા બદલ તેમનો મોટો ઉપકાર માને છે.
સ્યાદ્વાદના સિદ્ધાંતની નિર્દોષતા સંબંધી શ્લોક-૩૨ થી ચાલુ થયેલી ચર્ચાને ગ્રંથકારશ્રી અહીં સમાપ્ત કરે છે. આ ચર્ચામાં થયેલા પ્રશ્ન અને પ્રતિપ્રશ્નના સમાધાનથી એટલું નક્કી કરી શકાય છે કે,
* નયની એકાન્તબુદ્ધિથી અનેકાન્તને બાધ આવતો નથી. * નયની એકાન્તબુદ્ધિ સમગ્રતયા પ્રમાણભૂત નથી પણ એક દેશથી, અંશથી કે ધર્મથી
પ્રમાણભૂત છે. પ્રત્યેક નયમાં તો કયાલંબ નથી જ, તેથી સંશય કે વિરોધનો કોઈ સવાલ જ આવતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org