________________
સ્યાદ્વાદની સિદ્ધિ - ગાથા-૪૪
૧૧૩
સિદ્ધ પદાર્થ છે. પ્રત્યક્ષપ્રમાણથી જે પદાર્થ સિદ્ધ ન હોય તેમાં દોષો ઊઠાવી શકાય છે, પરંતુ પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી જે વસ્તુ સિદ્ધ હોય તેમાં પ્રશ્નો પૂછી નવા નવા દોષો ઊભા કરવા તે નર્યું અજ્ઞાન છે. જેમ સૂર્ય પૂર્વમાં ઊગે છે. આ વસ્તુ પ્રત્યક્ષથી દેખાય છે, છતાં તે પૂર્વમાં જ કેમ ઊગે છે વગેરે પ્રશ્નો કરવા અયોગ્ય છે, તેમ જગતવર્તી સર્વ પદાર્થો દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે, એવું સૌ કોઈને નજર સામે દેખાય છે, વળી આ રીતે સ્વીકારવાથી જ સર્વ વ્યવસ્થાઓ ઘટે છે. આમ છતાં, “આ પદાર્થમાં અનેકાન્ત કેમ છે ?” આવા અનેક પ્રશ્નો પૂછી તેમાં દોષો ઊભા કરવા તે પ્રશ્નકર્તાના જ્ઞાનની અપૂર્ણતા અગર તો વિપર્યાય જ સૂચવે છે. I૪all. અવતરણિકા :
પ્રમાણથી સિદ્ધ પદાર્થમાં સ્વભાવથી જ દોષો આવતા નથી.” આવી વાત સાંભળી પ્રશ્ન થાય કે, અનેકાન્તાત્મક પદાર્થ કઈ રીતે પ્રત્યક્ષ સિદ્ધ છે ? શિષ્યની આવી શંકાને સંતોષવા વ્યવહારિક દૃષ્ટાંત દ્વારા પદાર્થની અનેકાન્તતા બતાવવા મહામહોપાધ્યાયજી ભગવંત ફરમાવે છેશ્લોક :
उत्पन्न दधिभावेन, नष्टं दुग्धतयां पयः ।
गोरसत्वात् स्थिरं जानन् स्याद्वादद्विड् जनोऽपि कः ||४४ || શબ્દાર્થ :
૧/૨, સુઘતા નઈ - દૂધરૂપે નાશ પામેલ ૩/૪, વિમાન ઉત્પન્ન - દહીંરૂપે ઉત્પન્ન થયેલ છે. પય: - એવા પ્રવાહી દ્રવ્યને ૬/૭. Tોરસત્વા સ્થિર -ગોરસરૂપે સ્થિર ૮૨. નાનનું પ - જાણતો એવો પણ ૧૦/99. 8: નન: - કયો માણસ ૧૨. ચાડુિં - સ્યાદ્વાદનો દ્વેષી થાય ? શ્લોકાર્થ :
દૂધરૂપે નાશ પામેલ અને દહીંરૂપે ઉત્પન્ન થયેલ પયઃ (પ્રવાહીરૂપ દ્રવ્ય) દૂધ અને દહીંરૂપ બને અવસ્થામાં ગોરસરૂપે સ્થિર રહે છે' એવું જાણતો એવો પણ કયો માણસ સ્યાદ્વાદનો દ્વેષી થાય? ભાવાર્થ :
આબાલ ગોપાલ સૌ કોઈ જાણે છે કે, એકનું એક જ પ્રવાહી દ્રવ્ય અમુક પ્રકારની પ્રક્રિયા દ્વારા દુધરૂપે નાશ પામે છે અને દહીંરૂપે ઉત્પન્ન થાય છે છતાં દૂધ અને દહીં બને અવસ્થામાં તે ગોરસ તરીકે તો સ્થિર જ છે. આ રીતે એક જ દ્રવ્યમાં ઉત્પત્તિ, વિનાશ અને ધ્રૌવ્યરૂપ અનેક ધર્મને જાણવા છતાં પણ સ્યાદ્વાદનો કોણ દ્વેષ કરે ? અર્થાત્ આવું જાણતો કોઈ પણ માણસ સ્યાદ્વાદનો વેષી ન થાય. વિશેષાર્થ :
આબાલ ગોપાલ સૌ પ્રત્યક્ષરૂપે જાણે છે કે દૂધરૂપ એક પદાર્થ અમુક પ્રક્રિયા દ્વારા દૂધસ્વરૂપે નાશ પામે છે અને દહીંરૂપે ઉત્પન્ન થાય છે. વળી, દૂધ અને દહીં બન્ને અવસ્થામાં ગોરસરૂપે તો તે સ્થિર જ રહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org