________________
૧૧૩
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
અન્યદર્શનોમાં સ્યાદવાદ
ગાથા-૪૫ થી પર
અવતરણિકા :
પૂર્વ શ્લોકોમાં પુરવાર કર્યું તેમ અનેકાન્તવાદનો સિદ્ધાન્ત જગતની વ્યવસ્થા ઘટાવવામાં કે જીવન જીવવામાં અતિ ઉપકારક છે, તોપણ અન્ય દર્શનકારો અનેકાન્તવાદના સિદ્ધાન્તને સીધી રીતે સ્વીકારતા નથી. આમ છતાં તેઓને પણ પોતાના સિદ્ધાન્તોને કે પદાર્થોને સિદ્ધ કરવા કેવી કેવી રીતે અનેકાન્તનો સ્વીકાર કરવો પડે છે તે ગ્રંથકારશ્રી હવેના શ્લોકોમાં જણાવે છેશ્લોક :
इच्छन् प्रधानं सत्त्वाद्यै विरुद्धैर्गुम्फितं गुणैः ।
સા સવિતાં મુક્યો, નાને પ્રતિક્ષિત" ૪] શબ્દાર્થ :
૧/ર/રૂ. સત્તા વિરુદ્ધ: મુળ:- સત્ત્વ આદિ વિરુદ્ધ એવા ગુણોથી ૪/. કુપિત પ્રધાન - યુક્ત એવા પ્રધાનને ૬ રૂછન - માનતો ૭/૮. સવિતાં મુરબ્ધ: - બુદ્ધિમાનોમાં મુખ્ય એવો ૧. સાધ્ય: - સાંખ્ય ૧૦. નેહાન્ત - અનેકાન્તનો ૧૧/૧૨. પ્રતિક્ષિતિ ન - પ્રતિક્ષેપ ન કરી શકે. શ્લોકાર્થ :
પ્રધાન' નામનો પદાર્થ સત્ત્વ, તમસુ અને રજસુ એવા ત્રણ વિરુદ્ધ ધર્મોથી યુક્ત છે' - એવું માનતો બુદ્ધિમાનોમાં મુખ્ય એવો સાંખ્ય મત અનેકાન્તનો પ્રતિક્ષેપ ન કરી શકે. ભાવાર્થ :
બુદ્ધિમાનોમાં મુખ્ય ગણાતા સાંખ્યો, પુરુષ અને પ્રકૃતિ એમ મુખ્ય બે તત્ત્વો માને છે; તેમાં પ્રકૃતિને તેઓ પરસ્પર વિરોધી એવા સત્ત્વ-રજસૂ-તમસુ-એ ત્રણ ગુણોથી યુક્ત માને છે. આ રીતે એક જ પ્રકૃતિને અનેક ધર્મોથી યુક્ત માનતા તેઓ અનેકાન્તનું ખંડન કેવી રીતે કરી શકે ? કેમકે તેઓ જો અનેકાન્તને ન માને તો એક જ પ્રકૃતિને પરસ્પર વિરોધી એવા અનેક સ્વરૂપવાળી ન માની શકે. વિશેષાર્થ :
સંખ્યા શબ્દનો અર્થ છે, સમ્યગુજ્ઞાન (સં=સમ્યગુખ્યા=જ્ઞાન) અને સંખ્યા જેમાં પ્રધાન છે તેને સાંખ્ય કહેવાય છે. સાંખ્યદર્શન એક અતિ પ્રાચીન દર્શન મનાય છે, તેના પ્રણેતા કપિલમુનિ છે. નિરીશ્વરવાદી આ દર્શન મુખ્યરૂપે બે તત્ત્વોને માને છે. 1. સંધ્યા પ્રવર્તે વૈવ પ્રતિ પ્રવક્ષતે તત્ત્વનિ વ વતુવંશતઃ તેન સાંથા પ્રાપ્તિતા: I સાંખ્યદર્શનની સંક્ષિપ્ત માહિતિ પરિશિષ્ટ
૪માં આપેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org