________________
૮૨
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
આશ્રયીને મોક્ષાર્થક હિંસાનો નિષેધ અને અપવાદને આશ્રયીને સ્વર્ગ માટે હિંસાત્મક યજ્ઞાદિનું વિધાન છે. આમ ઉત્સર્ગનું વિધાન મોક્ષાર્થક છે અને અપવાદનું વિધાન ભૌતિક સુખ મેળવવા માટે છે. શ્લોક ૨૩ માં જણાવ્યું હતું કે – જે શાસ્ત્રમાં કોઈ એક હેતુથી ઉત્સર્ગનું વિધાન હોય અને કોઈ બીજા હેતુથી અપવાદનું કથન કર્યું હોય, તે શાસ્ત્ર છેદશુદ્ધ ન કહેવાય, તેથી વેદશાસ્ત્ર છેદશુદ્ધ ન કહેવાય. રશી અવતરણિકા :
કર્મવિધિ વેદાન્તવિધિનું અંગ ન મનાય' એમ પૂર્વશ્લોકમાં સિદ્ધ કરી, હવે ગ્રન્થકાર પોતે સિદ્ધ કરેલી વાતની પુષ્ટિ કરવા વેદને પ્રમાણ માનનારા સાંગાચાર્યોનાં વચનો જણાવી, યજ્ઞગત હિંસા દોષરૂપ છે કે નહીં તે પ્રાસંગિક ચાલુ થયેલી ચર્ચાનો ઉપસંહાર કરતાં કહે છેશ્લોક :
कर्मणां निरवद्यानां, चित्तशोधकता परम् । साङ्ख्याचार्या अपीच्छन्ती-त्यास्तामेषोऽत्रं विस्तरः ॥२८॥
શબ્દાર્થ :
૧/૨. નિરવાનાં ક્રર્મ - નિરવઘ -નિષ્પાપ એવાં કર્મોની રૂ/૪. પરમ્ વિત્તશોધતા - શ્રેષ્ઠ ચિત્તશોધકતા છે. ૬/૬. સાવ્યાવા મીન્તિ - (એ પ્રમાણે) સાંખ્ય આચાર્યો પણ ઇચ્છે છે (માને છે). ૭, તિ - એથી કરીને ૮, ૩મત્ર - અહીં ૧/૧૦. UM વિતર: - આ વિસ્તાર (અર્થાત્ આટલી રજૂઆત) 99. નાસ્તામ્ - પર્યાપ્ત છે. શ્લોકાર્થ :
સાંગાચાર્યો પણ એવું માને છે કે, “નિરવદ્ય કર્મ જ શ્રેષ્ઠ ચિત્તશોધક છે' એથી કરીને અહીં ઇં શાસ્ત્રની છેદશુદ્ધિના વિષયમાં પ્રાસંગિક ચાલુ થયેલ યશગત હિંસા સદોષ છે કે નિર્દોષ છે તેની ચર્ચામાં આટલી રજૂઆત પર્યાપ્ત છે. ભાવાર્થ :
વેદોક્ત હોવા છતાં હિંસા પ્રધાન યજ્ઞાદિ કર્મો ચિત્તશુદ્ધિનું કારણ બનતા નથી. તેથી જ નક્કી થયું કે, જે નિરવદ્ય (અહિંસક) કર્મો હોય તે જ મુખ્યતયા મનશુદ્ધિનું કારણ બને છે. આવી માન્યતા જૈનો અને બૌદ્ધો તો ધરાવે જ છે પણ વેદને જ માનનારા સાંગાચાર્યો પણ નિરવદ્ય કર્મથી જ ચિત્તશુદ્ધિ થાય તેમ માને છે. આથી છેદશદ્ધિના વિષયમાં પ્રાસંગિક ચાલુ થયેલી “યજ્ઞમાં થતી હિંસા સદોષ છે કે નિર્દોષ છે' તેની ચર્ચામાં વધુ વિસ્તાર કરવાની કોઈ જરૂર રહેતી નથી. વિશેષાર્થ :
તપ, જપ, અધ્યયન આદિ નિષ્પાપ પ્રવૃત્તિઓ ચિત્તની મલિનતાને દૂર કરી નિર્મળ ભાવ પેદા કરી શકે છે, પરંતુ હિંસાદિરૂપ પાપ પ્રવૃત્તિ ચિત્તશુદ્ધિનું કારણ બની શકતી નથી. આ વાત જૈન, બૌદ્ધ આદિ અનેક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org